અલગ-અલગ વિસ્તારોમાં ફરી રહેલી આ રિક્ષા અને ટૅક્સી પર ઑડિયો-વિડિયોની ગોઠવણ કરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીને હવે અઠવાડિયું જ બાકી રહ્યું છે ત્યારે ઓછા સમય અને ખર્ચ પર નિયંત્રણ રાખવાનું હોવાથી પ્રચાર માટે થ્રી-વ્હીલર રિક્ષા અને ફોર-વ્હીલર ટૅક્સીનો ઉપયોગ થઈ રહ્યો છે. પ્રચાર માટે વડાલા અને બોરીવલી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ ૩૧૯ વાહનોને મંજૂરી આપી હતી અને એ મંજૂરી આપવા સામે ૫.૩૦ લાખ રૂપિયાની કમાણી પણ કરી લીધી હતી.
ઉમેદવારોએ રિક્ષા કે ટૅક્સી પર LED સ્ક્રીન, બૅનર્સ અને ઝંડા લગાડ્યાં છે. અલગ-અલગ વિસ્તારોમાં ફરી રહેલી આ રિક્ષા અને ટૅક્સી પર ઑડિયો-વિડિયોની ગોઠવણ કરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડાલા RTOએ અત્યાર સુધીમાં ૬૯ ફોર-વ્હીલર અને ૬૮ થ્રી-વ્હીલરને મંજૂરી આપી છે. એને કારણે વડાલા RTOને ૧.૭૨ લાખ રૂપિયાની આવક થઈ છે, જ્યારે બોરીવલી RTOએ ૧૮૨ વ્હીકલ્સને મંજૂરી આપીને ૩.૬૨ લાખ રૂપિયાની કમાણી કરી છે.


