લૉક-અપમાં વિઝિટર તરીકે એન્ટ્રી લઈને ગૌરવ ખન્નાએ આવું કહ્યું પત્ની આકાંક્ષાને
ટીવી-ઍક્ટર ગૌરવ ખન્ના, આકાંક્ષા ચમોલા
ટીવી-ઍક્ટર ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલા હાલમાં ‘લૉકઅપ’ની બીજી સીઝનમાં જોવા મળી રહી છે. આ રિયલિટી શોને ફારાહ ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટ કરી રહ્યાં છે. થોડા સમય પહેલાં આકાંક્ષાએ શોમાં ખુલાસો કર્યો હતો કે તે અને ગૌરવ ખન્ના ડિવૉર્સ લેવાનાં છે. ગઈ કાલના એપિસોડમાં ગૌરવ ખન્નાએ શોમાં વિઝિટર તરીકે એન્ટ્રી લીધી હતી.
ગૌરવ ખન્નાની એન્ટ્રી એવા સમયે થઈ છે જ્યારે થોડા સમય પહેલાં જ આકાંક્ષાએ ખુલાસો કર્યો હતો કે બન્ને ડિવૉર્સ લેવાનો નિર્ણય કરી ચૂક્યાં છે. આ શોમાં એન્ટ્રી લીધા પછી ગૌરવ ખન્ના તરત જ પત્ની આકાંક્ષા પાસે ગયો હતો અને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘તેં તો મારી બેન્ડ વગાડી દીધી.’ આ સાંભળીને આકાંક્ષા પણ ઇમોશનલ થઈ ગઈ હતી.
