૧૧ ઑગસ્ટથી શરૂ થતો આ શો CID 2ને રિપ્લેસ કરશે એવી ચર્ચા
અમિતાભ બચ્ચન
ટીવી-શો ‘કૌન બનેગા કરોડપતિ 17’ની શરૂઆત ૧૧ ઑગસ્ટથી શરૂ થવાની જાહેરાત થઈ ગઈ છે. આ શો સોમવારથી શુક્રવાર રાત્રે ૯ વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પ્રસારિત થશે. આ સીઝન પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરી રહ્યા છે. તેઓ આ શો સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે અને રિપોર્ટ પ્રમાણે આ સીઝનમાં એક એપિસોડ હોસ્ટ કરવા માટે તેમને પાંચ કરોડ રૂપિયા જેટલી માતબર ફી ચૂકવવામાં આવી છે. જોકે આ વાતને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું.
મળતી માહિતી પ્રમાણે અમિતાભ બચ્ચનનો આ શો ‘CID 2’ને રિપ્લેસ કરશે. ‘કૌન બનેગા કરોડપતિ (KBC) 17’ને શરૂ કરવા માટે શિવાજી સાટમ, દયાનંદ શેટ્ટી અને આદિત્ય શ્રીવાસ્તવનો ક્રાઇમ-થ્રિલર શો ‘CID 2’ એની ઘટતી TRPને ધ્યાનમાં લઈને બંધ કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
‘કૌન બનેગા કરોડપતિ’નું પ્રીમિયર ૨૫ વર્ષ પહેલાં ૩ જુલાઈએ થયું હતું. આ શોની ફક્ત ત્રીજી સીઝનનું સંચાલન શાહરુખ ખાને કર્યું હતું, બાકીની તમામ સીઝનના સંચાલક અમિતાભ બચ્ચન જ રહ્યા છે.

