Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ફવાદ ખાન અને માહિરા ખાનની પાકિસ્તાની વેબ-સિરીઝ પર ભારતમાં પ્રતિબંધની માગણી

ફવાદ ખાન અને માહિરા ખાનની પાકિસ્તાની વેબ-સિરીઝ પર ભારતમાં પ્રતિબંધની માગણી

Published : 25 November, 2026 01:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેટફ્લિક્સની પાકિસ્તાની સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેટ લો’ના ભારતમાં રિલીઝ થવા સામે ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ અસોસિયેશને વિરોધ નોંધાવ્યો છે. સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સિરીઝના ભારતમાં સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.

ફવાદ ખાન અને માહિરા ખાન

ફવાદ ખાન અને માહિરા ખાન


પાકિસ્તાની કલાકારોને ચમકાવતી નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેટ લો’ ભારતમાં રિલીઝ થાય એ પહેલાં જ વિવાદોમાં સપડાઈ છે. ફવાદ ખાન, માહિરા ખાન, હાનિયા આમિર અને સનમ સઈદ જેવાં જાણીતા કલાકારોની હાજરી ધરાવતી આ સિરીઝની રિલીઝનો હવે ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ અસોસિયેશન (AICWA)એ વિરોધ કર્યો છે. સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગણી કરી છે કે આ પાકિસ્તાની સિરીઝને ભારતમાં રિલીઝ કે સ્ટ્રીમ કરવાની મંજૂરી આપવામાં ન આવે. જોકે નેટફ્લિક્સે હજી સુધી સ્પષ્ટ કર્યું નથી કે આ સિરીઝ ભારતીય દર્શકો માટે ઉપલબ્ધ થશે કે નહીં.

નેટફ્લિક્સે રવિવારે પોતાની પ્રથમ પાકિસ્તાની સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેટ લો’ની રિલીઝ-ડેટ જાહેર કરી હતી. આ સિરીઝ ચોથી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એનું નિર્માણ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સની મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકા ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની જાહેરાત ૨૦૨૩માં કરવામાં આવી હતી. હવે એની રિલીઝ-ડેટ સામે આવ્યા બાદ ભારતમાં એના પ્રસારણને લઈને વિરોધ શરૂ થયો છે.પાકિસ્તાની કલાકારોને ચમકાવતી નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેટ લો’ ભારતમાં રિલીઝ થાય એ પહેલાં જ વિવાદોમાં સપડાઈ છે. ફવાદ ખાન, માહિરા ખાન, હાનિયા આમિર અને સનમ સઈદ જેવાં જાણીતા કલાકારોની હાજરી ધરાવતી આ સિરીઝની રિલીઝનો હવે ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ અસોસિયેશન (AICWA)એ વિરોધ કર્યો છે. સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગણી કરી છે કે આ પાકિસ્તાની સિરીઝને ભારતમાં રિલીઝ કે સ્ટ્રીમ કરવાની મંજૂરી આપવામાં ન આવે. જોકે નેટફ્લિક્સે હજી સુધી સ્પષ્ટ કર્યું નથી કે આ સિરીઝ ભારતીય દર્શકો માટે ઉપલબ્ધ થશે કે નહીં.



નેટફ્લિક્સે રવિવારે પોતાની પ્રથમ પાકિસ્તાની સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેટ લો’ની રિલીઝ-ડેટ જાહેર કરી હતી. આ સિરીઝ ચોથી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એનું નિર્માણ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સની મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકા ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની જાહેરાત ૨૦૨૩માં કરવામાં આવી હતી. હવે એની રિલીઝ-ડેટ સામે આવ્યા બાદ ભારતમાં એના પ્રસારણને લઈને વિરોધ શરૂ થયો છે.


શું છે જો બચે હૈં સંગ સમેટ લોની વાર્તા? 

‘જો બચે હૈં સંગ સમેટ લો’ લેખક ફરહત ઇશ્તિયાકની ૨૦૧૩માં પ્રકાશિત આ જ નામની ઉર્દૂ નવલકથા પર આધારિત છે. એની વાર્તા પ્રેમ, વિખૂટા પડવું, માફી અને પોતાની જાતને ઓળખવા જેવાં ભાવનાત્મક પાસાંની આસપાસ વણાયેલી છે. વાર્તાનો ઘટનાક્રમ યુરોપ અને પાકિસ્તાનમાં ફેલાયેલો છે. સિરીઝનું શૂટિંગ રોમ સહિત અનેક સ્થળોએ કરવામાં આવ્યું છે. નેટફ્લિક્સે એનો ફર્સ્ટ લુક જાહેર કરતી વખતે એને ૩ પેઢી અને ૬ પ્રેમકથાઓની વાર્તા ગણાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK