Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદર કૉર્પોરેશનની મીટિંગોમાં નૉન-વેજ ફૂડ પરના પ્રતિબંધ સામે નારાજગી

મીરા-ભાઈંદર કૉર્પોરેશનની મીટિંગોમાં નૉન-વેજ ફૂડ પરના પ્રતિબંધ સામે નારાજગી

Published : 25 November, 2026 09:25 AM | Modified : 25 November, 2026 09:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૈન મતદારોને ખુશ કરવા બિનસત્તાવાર રીતે માંસાહારી ફૂડ બંધ કર્યું હોવાનો નગરસેવકોનો દાવો, ડેપ્યુટી મેયરે આપી સ્પષ્ટતા.

નૉનવેજ ફૂડની પ્રતીકાત્મક ઇમેજ

નૉનવેજ ફૂડની પ્રતીકાત્મક ઇમેજ


પહેલાંથી જ પર્યુષણ વખતે માંસનું વેચાણ કરતી દુકાનો બંધ કરાવવા મામલે મીરા રોડ-ભાઈંદરમાં વર્ષોથી વિવાદ થતો આવ્યો છે ત્યારે હવે મીરા રોડ-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)માં પણ નૉન-વેજ ફૂડ બાબતે વિવાદ ઊભો થયો છે. MBMCની સ્થાયી સમિતિની બેઠક દરમ્યાન ભોજનમાં નૉન-વેજ ફૂડ ન પીરસવામાં આવતાં આ વિવાદ ઊભો થયો છે.
MBMCના ડેપ્યુટી મેયર ધ્રુવ પાટીલે મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે બેઠકોમાં શાકાહારી ભોજન પીરસવાનો નિર્ણય સંપૂર્ણપણે વહીવટી હતો અને એનો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે કોઈ સંબંધ નથી, જ્યારે BJPના નેતાએ આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે કેટલાક લોકો આ મુદ્દો ઉઠાવીને BJPને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે માંસાહારી ભોજન પર કોઈ સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

શિવસેના, શિવસેના (UBT), BJP તથા કૉન્ગ્રેસના આગરી-કોળી સમાજના નગરસેવકોએ બેઠક દરમ્યાન છેલ્લા ૬ મહિનાથી નૉન-વેજ ન પીરસવામાં આવતું હોવાથી નૉન-વેજ ફૂડ પર બિનસત્તાવાર અને બિનઘોષિત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું કહી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સત્તાધારી શિવસેના-BJPના આગરી-કોળી સમાજના નગરસેવકોએ પણ આ વિશે નારાજગી વ્યક્ત કરતાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.



આમ કરીને સ્થાયી સમિતિની બેઠક દરમ્યાન ભોજનની પચીસ વર્ષ જૂની પરંપરા તોડવામાં આવી હોવાનો આરોપ આગરી-કોળી સમાજના નગરસેવકોએ મૂક્યો છે તેમ જ શહેરના જૈન મતદારોને ખુશ રાખવા માટે છેલ્લા અમુક મહિનાથી બેઠક દરમ્યાન ભોજનમાં નૉન-વેજ ફૂડ આઇટમ્સ બંધ કરવામાં આવી હોવાનો દાવો પણ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK