Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં પેપર-લીક કરનારને ૧૦ વર્ષની જેલ અને ૧૦ કરોડ રૂપિયાના દંડની ભલામણ

મહારાષ્ટ્રમાં પેપર-લીક કરનારને ૧૦ વર્ષની જેલ અને ૧૦ કરોડ રૂપિયાના દંડની ભલામણ

Published : 25 November, 2026 09:17 AM | Modified : 25 November, 2026 09:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેપર-લીક કેસ માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ રચવાનો અને MPSCના ઉમેદવારોને પરીક્ષા-ફી પાછી આપવાનો પણ પ્રસ્તાવ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સરકારે ભરતી પરીક્ષા પ્રણાલીની સમીક્ષા કરવા માટે નિયુક્ત કરેલી સમિતિએ પ્રશ્નપત્ર લીક થવાની ઘટનાઓને રોકવા માટે સાતથી ૧૦ વર્ષની જેલની સજાની, ઓછામાં ઓછા ૧૦ કરોડ રૂપિયાના દંડની, મિલકતજપ્તીની અને ફાસ્ટ-ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવવાની ભલામણ કરી છે.

સિનિયર ઇન્ડિયન ઍડ્‍‍‍મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર વી. રાધાના વડપણ હેઠળની સમિતિએ રાજ્ય સરકારને એનો બીજો રિપોર્ટ સુપરત કર્યો છે. એમાં પેપર-લીકના કેસોની તપાસ માટે એક સમર્પિત સ્પેશ્યલ ટાસ્ક ફૉર્સ (STF)ની રચના કરવાનો અને મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ના ઉમેદવારોને પરીક્ષા-ફી સંપૂર્ણપણે પાછી આપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.



આ રિપોર્ટમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે જો આન્સર-કીને પડકારવા માટે નોંધાવવામાં આવેલો વાંધો માન્ય ઠરે તો એ માટે ચૂકવવામાં આવેલી ફી પણ ઉમેદવારને પરત કરવામાં આવે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે સમિતિએ એક્ઝામિનેશન સિસ્ટમ વધુ પારદર્શક બનાવવા, પરીક્ષાકેન્દ્રોની તૈયારી કેવી રીતે કરવી એ વિશે અને કાયદાને વધુ કડક બનાવવા માટે ભલામણો કરી છે. વિધાનસભાના શિયાળુ સત્ર દરમ્યાન આ વિશે કાયદો લાવવાનો અને આ ખરડાને પસાર કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK