Case filed against Ekta and Shobha Kapoor under Pocso Act: જોકે, સગીર છોકરીઓના અશ્લીલ દ્રશ્યોવાળા આ વિવાદિત એપિસોડ્સ હાલમાં `ઑલ્ટ બાલાજી` એપ્લિકેશન પર સ્ટ્રીમિંગ કરવામાં નથી આવી રહ્યા અને તેને હટાવી દેવાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એકતા કપૂર (ફાઇલ તસવીર)
ફિલ્મ અને ટીવી સિરિયલ પ્રોડ્યુસર એકતા કપૂર છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ વેબ સિરીઝ બનવવાને લઈને ચર્ચામાં છે. ઓટીટી પ્લેટફોર્મ પર આવા પ્રકારના એડલ્ટ કન્ટેન્ટ પ્રોડ્યુસ કરવા અંગે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર (Case filed against Ekta and Shobha Kapoor under Pocso Act) સામે ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે, અને હવે ફરી એક વખત પ્રોડ્યુસર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર કાનૂની મુશ્કેલીમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રોડ્યુસર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર સામે પોક્સો ઍક્ટ (Case filed against Ekta and Shobha Kapoor under Pocso Act) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એકતા અને શોભા કપૂ પર કથિત રૂપે ઓટીટી પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજીની વેબ સિરીઝ `ગંદી બાત` ના એક એપિસોડમાં સગીર છોકરીઓને અયોગ્ય દ્રશ્યો બતાવવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ કેસ ઓટીટી પ્લેટફોર્મ ` ઑલ્ટ બાલાજી` પર વેબ સિરીઝ `ગંદી બાત` ની સીઝન 6 સાથે સંબંધિત છે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ મુંબઈના એમએચબી પોલીસ સ્ટેશનમાં બાલાજી ટેલિફિલ્મ લિમિટેડના ઓનર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર સામે આઈપીસીની કલમ 295-એ હેઠળ, આઇટી એક્ટ અને પીઓસીએસઓ એક્ટની કલમ 13 અને 15 વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદકર્તાએ ફરિયાદમાં નોધાવ્યું છે કે આ સિરીઝ જે 2021 થી એપ્રિલ 2021 ની વચ્ચે `ઑલ્ટ બાલાજી` (Case filed against Ekta and Shobha Kapoor under Pocso Act) પર સ્ટ્રીમ થઈ અહી છે તેમાં સગીર છોકરીઓના અશ્લીલ દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા. જોકે, સગીર છોકરીઓના અશ્લીલ દ્રશ્યોવાળા આ વિવાદિત એપિસોડ્સ હાલમાં `ઑલ્ટ બાલાજી` એપ્લિકેશન પર સ્ટ્રીમિંગ કરવામાં નથી આવી રહ્યા અને તેને હટાવી દેવાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
`LSD 2` નામની આ ફિલ્મ દિબાકર બેનર્જી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. વિચારપ્રેરક પોસ્ટર સાથે, ટીમ પ્રેક્ષકોને આપણા ડિજિટલી ઓબ્સેસ્ડ સમાજની વાસ્તવિકતાનો સામનો કરે છે, જેમાં એકસાથે ઘનિષ્ઠ કનેક્શન અને ટેકનોલોજીકલ ડિટેચમેન્ટ બન્નેમાં રોકાયેલા યુગલને કેપ્ચર કરવામાં આવે છે જેની આસપાસ આ ફિલ્મની વાર્તા ફરે છે. જોકે એકતા કપૂરની વેબ-સિરીઝ ‘ગંદી બાત 6’ના (Case filed against Ekta and Shobha Kapoor under Pocso Act) પોસ્ટરને લઈને તેને લોકોએ ટ્રોલ કરી હતી. લોકોનું કહેવું છે કે પોસ્ટરમાં એક મહિલા સાડી પહેરીને કમળ પાસે બેઠી છે અને તેની બાજુમાં મોર છે. લોકોનું માનવું છે કે એ પોસ્ટર દેવી લક્ષ્મીની છબી જેવું દેખાય છે.
એકતા કપૂરની આવી જ એક સિરિયલ પણ વિવાદમાં ફસાઈ હતી. આ સિરીઝમાં ભારતીય આર્મી ઓફિસરને અશ્લીલ કૃત્ય કરતાં બતાવવામાં આવ્યા હતા જેને લઈને એકતા કપૂર અને તેના ઑલ્ટ બાલાજી પર બૅન (Case filed against Ekta and Shobha Kapoor under Pocso Act) મૂકવાની માગણી કરવામાં આવી હતી. આ વિવાદને લઈને એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરે ઑલ્ટ બાલાજી પર ચાલી રહેલા વિવાદ અને કેસને લઈને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.