‘આશ્રમ’માં ચંદને ભોપા સ્વામીનું પાત્ર ભજવ્યું હતું જે બાબા નિર્મલ એટલે કે બૉબી દેઓલનો રાઇટ હૅન્ડ હોય છે
					 
					
ચંદન રૉય સાન્યાલ
ચંદન રૉય સાન્યાલે ‘આશ્રમ 3’નું શૂટિંગ શરૂ કર્યું છે. પ્રકાશ ઝાએ તેમની ‘આશ્રમ 3’નું શૂટિંગ જયપુરમાં શરૂ કર્યું છે. એક મહિના લાંબું આ શૂટિંગ શેડ્યુલ છે. ‘આશ્રમ’માં ચંદને ભોપા સ્વામીનું પાત્ર ભજવ્યું હતું જે બાબા નિર્મલ એટલે કે બૉબી દેઓલનો રાઇટ હૅન્ડ હોય છે. આ વિશે વાત કરતાં ચંદને કહ્યું હતું કે ‘મારા કરીઅરમાં ‘આશ્રમ’ એક ટર્નિંગ પૉઇન્ટ બન્યો છે. ઍક્ટર દ્વારા આ શોએ મને ખાસ ઓળખ આપી છે. શૂટ સારી રીતે થાય એ માટે પ્રોડક્શન-હાઉસ દ્વારા દરેક પ્રકારની કાળજી રાખવામાં આવી રહી છે. ભોપા સ્વામીને ફરી ભજવવું મારા માટે ઘણું એક્સાઇટિંગ છે અને આ શોમાં નવા ટ્વિસ્ટ માટે તૈયાર રહો.’
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	