ઇલેક્શન ડ્યુટીમાં ૬૫ ટકા સ્ટાફ મહિલાઓનો હશે. દરેક વૉર્ડમાં ‘સખી’ મતદાન મથકો ગોઠવવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં વોટર લિસ્ટમાં ૮૫,૦૦૦ જેટલા મતદારોનાં નામની ડુપ્લિકેટ એન્ટ્રી હોવાનું જણાઈ આવ્યું છે અને એને સુધારવાનું કામ ચાલી રહ્યું છે એવી માહિતી થાણે મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવે ગઈ કાલે આપી હતી. આ ઉપરાંત તેમણે ઇલેક્શન વિશે વધુ જાણકારી આપતાં કહ્યું હતું કે ૧૫ જાન્યુઆરીએ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ૩૩ વૉર્ડમાં ૧૩૧ કૉર્પોરેટરોને ચૂંટવા માટે ઇલેક્શન થવાનું છે. કૉર્પોરેશનના કુલ મતદારોની સંખ્યા ૧૬,૪૯,૮૬૭ છે, જેમાં ૮,૬૩,૮૭૮ પુરુષ અને ૭,૮૫,૮૩૦ મહિલાઓ છે. કૉર્પોરેશનના કુલ ૨૦૧૩ વોટિંગ બૂથને હૅન્ડલ કરવા માટે ૧૨,૬૫૦ ઑફિસર્સ અને કર્મચારીઓ ઑન-ડ્યુટી રહેશે. આ ઉપરાંત ૫૫૦૦ પોલીસ, SRPF અને NCC સ્વયંસેવકોને તહેનાત કરવામાં આવશે.
મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત થશે સખી મતદાન મથક- ઇલેક્શન ડ્યુટીમાં ૬૫ ટકા સ્ટાફ મહિલાઓનો હશે. દરેક વૉર્ડમાં ‘સખી’ મતદાન મથકો ગોઠવવામાં આવશે, જે સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા હૅન્ડલ કરવામાં આવશે.


