Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > જૉબ્ઝ અને કરિયર > PSSSB Recruitment 2023: અરજી કરવાનું ચૂકી ગયા છો? લૉ ઓફિસર સહિતની પોસ્ટ માટે અરજીઓ ફરી શરૂ

PSSSB Recruitment 2023: અરજી કરવાનું ચૂકી ગયા છો? લૉ ઓફિસર સહિતની પોસ્ટ માટે અરજીઓ ફરી શરૂ

Published : 28 November, 2023 04:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

PSSSB Recruitment 2023: પંજાબ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા લૉ ઓફિસર, સિનિયર આસિસ્ટન્ટ ક્વોલિટી મેનેજર અને અન્ય જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી છે.

અરજી માટેની પ્રતીકાત્મક તસવીર

અરજી માટેની પ્રતીકાત્મક તસવીર


પંજાબ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (PSSSB) દ્વારા લૉ ઓફિસર, સિનિયર આસિસ્ટન્ટ ક્વોલિટી મેનેજર અને અન્ય જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા (PSSSB Recruitment 2023) ફરીથી શરૂ કરવામાં આવી છે. જે પણ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 4 ડિસેમ્બર 2023ની છેલ્લી તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.


સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અ સારા સમાચાર છે. લૉ ઓફિસર, સિનિયર આસિસ્ટન્ટ, ક્વોલિટી મેનેજર, જુનિયર ઑડિટર અને અન્ય જગ્યાઓ પરની ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પંજાબ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (PSSSB) દ્વારા 5 ઑક્ટોબર 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ હવે PSSSB દ્વારા આ ભરતી (PSSSB Recruitment 2023) માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી છે. અરજીઓ ફરીથી શરૂ થતાં વિભાગ દ્વારા ખાલી જગ્યાઓમાં પણ પણ વધારો કર્યો છે.



જે ઉમેદવારો અગાઉ આ ભરતીમાં ભાગ લઈ શક્યા ન હતા તેઓને માટે જ હવે વધુ એક તક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ફરીથી આ પોસ્ટ માટે અરજી કરી શકાય છે. આ માટે ઉમેદવારોએ નિયમો અને શરતો અચૂક વાંચી લેવા જોઈએ. આ સાથે જ તેમાં થયેલા ફેરફારોની પણ નોંધ લેવી જોઈએ. 


રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 28 નવેમ્બર 2023થી 4 ડિસેમ્બર 2023 સુધી ફરીથી અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારે અધિકૃત વેબસાઇટ sssb.punjab.gov.in પર જઈને જે-તે અરજી માટેનું ફૉર્મ ભરવાનું રહેશે. જાણો, આ માટેના લાયકાત માપદંડો અને જગ્યાઓની સંખ્યાઓ કેટલી છે?

શું છે લાયકાત માપદંડો?


આ ભરતી (PSSSB Recruitment 2023)માં ભાગ લેવા માટે ઉમેદવારે પોસ્ટ મુજબ મેટ્રિક/10+2/ સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન ડિગ્રી/ પીજી ડિગ્રી/ એન્જિનિયરિંગ ડિગ્રી વગેરે કરેલ હોવું જરૂરી છે. આ સાથે 1 જાન્યુઆરી, 2023 મુજબ ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષથી વધુ અને મહત્તમ વય 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. નિયમ મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. એની ખાસ નોંધ લેવી.

કુલ કેટલી પોસ્ટ છે?

તમને જણાવી દઈએ કે પહેલા આ જ ભરતી (PSSSB Recruitment 2023) કુલ 157 જગ્યાઓ માટે કરવામાં આવી હતી, જેમાં હવે 68 પોસ્ટનો વધારો કરવામાં આવ્યો છે. હવે આ ભરતી દ્વારા કુલ 225 જગ્યાઓ માટે ભરવામાં આવશે.

અરજી ફી કેટલી છે?

સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 1000, SC/ST/EWS શ્રેણી માટે રૂ. 250, PWD ઉમેદવારો માટે રૂ. 500 અને ESM અને ડીપેન્ડેન્ટ ઉમેદવારો માટે રૂ. 200 નક્કી કરવામાં આવી છે. ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2023 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK