ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
ચાલાકી કર્યા વિના પરિસ્થિતિનો શ્રેષ્ઠ લાભ લો. કૉન્ટ્રૅક્ટ અને સત્તાવાર દસ્તાવેજોના સંદર્ભમાં ખૂબ જ સાવચેત રહો અને ખાતરી કરો કે તમે કોઈ પણ રીતે ગેરમાર્ગે દોરાઈ રહ્યા નથી. કોઈ પણ પ્રકારની લાંબી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકો જો પોતાની સંભાળ નહીં રાખે તો તેમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
જીવનસાથી
તરીકે જેમિની
જેમિની રાશિના લોકો એવા જીવનસાથીની શોધમાં હોય છે જેની સાથે રહેવામાં મજા આવે અને તેમને ઇચ્છા મુજબની સ્વતંત્રતા પણ આપે. ભલે તેઓ નાટકીય અને ઇમોશનલ હોઈ શકે, પરંતુ તેઓ લાંબા સમય સુધી ગુસ્સો રાખતા નથી. આની બીજી બાજુ તેઓ પોતાના જીવનસાથી પાસેથી પણ સમાન સહિષ્ણુતાની અપેક્ષા રાખે છે. તેમના વ્યક્તિત્વની બન્ને બાજુઓ તેમના પાર્ટનર માટે સમાન રીતે મનોરંજક અને નિરાશાજનક હોઈ શકે છે, કારણ કે તમે ક્યારેય જાણતા નથી કે કોઈ પણ પરિસ્થિતિમાં કયું ટ્વિન નજરે પડશે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
ઘણીબધી જવાબદારીઓનું સંતુલન કરવું પડકાર હોઈ શકે, પરંતુ જ્યાં સુધી તમે ધ્યાન કેન્દ્રિત રાખશો ત્યાં સુધી એને અસરકારક રીતે સંભાળી શકશો. તમારી નાણાકીય બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે.
જીવન ટિપ : તમને મળેલા અનુભવમાંથી જે જ્ઞાન મળ્યું છે એનો ઉપયોગ કરો અને પરિસ્થિતિનો સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી સામનો કરો. ભલે માર્ગ મુશ્કેલ હોય એમ છતાં પ્રામાણિક રહેવાનું યાદ રાખો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
તમારા અંતરના અવાજને સાંભળો અને બીજા લોકોના ડરથી ગભરાઓ નહીં. તમારી નાણાકીય બાબતોમાં સ્થિર વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઝડપી ધનવાન બનાવતી કોઈ પણ યોજનાઓને ટાળી દો.
જીવન ટિપ : જીવન પસંદગીઓ કરવા વિશે છે અને તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું અથવા તમારા હૃદયને અનુસરવાનું પસંદ કરી શકો છો. જીવનમાં સપનાં જોવાને બદલે તમારી વાત પર ચાલો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ પણ નવા કરારની વાટાઘાટો કરતી વખતે નાની વિગતો પર ધ્યાન આપો. જેઓ તેમની જીવનશૈલીમાં કસરત વધારવા અથવા લાઇફ-સ્ટાઇલમાં ફેરફાર કરવા ઇચ્છે છે તેમણે ધીમે-ધીમે અને પ્લાનિંગ સાથે એ કામ કરવું જોઈએ.
જીવન ટિપ : તમે ઇચ્છો છો એ સફળતા પ્રાપ્ત કરવા માટે તમારા મન તેમ જ હૃદયનો ઉપયોગ કરો, પરંતુ બીજાઓની સેવા કરવાની તકો શોધવાનું પણ યાદ રાખો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
જો તમે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો તમારા મિત્રો તમને સહાય કરી શકે છે. તમે સફળતાના બિંદુ પર પહોંચો એ પહેલાં ધ્યાન કેન્દ્રિત કરો અને કદી હાર માનશો નહીં.
જીવન ટિપ : તમને તમારી મર્યાદાઓ શું લાગે છે એનાથી આગળ જુઓ અને તમારી પાસે જે પસંદગીઓ છે એના પર ધ્યાન આપો. પરિસ્થિતિનો તમે કેવી રીતે પ્રતિભાવ આપો છો એના પર તમારું સંપૂર્ણ નિયંત્રણ છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમે શું વિચારો છો એને બદલે તમારી પાસે શું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જે લોકો બાળકને જન્મ આપવા માગે છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે.
જીવન ટિપ : જીવનમાં કોઈ પણ પ્રકારના વિરોધથી ડરો નહીં. વિરોધ અથવા પડકારનો ઉપયોગ તમારી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનાવવામાં કરો. સ્પર્ધામાં અટકી જવાને બદલે શ્રેષ્ઠ બનવાનું પસંદ કરો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જો તમને લાગે કે તમારે કોઈ વ્યક્તિ અથવા કોઈ પરિસ્થિતિથી પોતાને અલગ રાખવાની જરૂર છે તો તમારી અંતઃપ્રેરણા પર ધ્યાન આપો. સિંગલ લોકોએ જટિલ ગૂંચવણોમાં પડવાનું ટાળવું જોઈએ.
જીવન ટિપ : કોઈ પણ એવી પરિસ્થિતિને છોડી દો જેમાં તમે તમારી તાકાત ગુમાવો છો. જે પહેલાંથી જ ગતિ મેળવી રહી છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. બધી શક્યતાઓને અપનાવો અને અપીઅરન્સની આગળ જુઓ.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
યોગ્ય તકની રાહ જુઓ અને જ્યારે એ ઊભી થાય ત્યારે એનો મહત્તમ ઉપયોગ કરો. જે લોકો રિલેશનશિપમાં અથવા મિત્ર સાથે પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેમણે ધીરજ રાખવાની અને પોતાના અહંકારને બાજુ પર રાખવાની જરૂર છે.
જીવન ટિપ : તમે પોતે કરેલી પ્રગતિની પ્રશંસા કરો અને શાઇન મારવામાં અચકાશો નહીં. તમારે જેને પ્રભાવિત કરવાની જરૂર છે તે પ્રથમ વ્યક્તિ તમે પોતે છો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
તમારા ખરાબ મૂડને કારણે બીજા લોકો સાથેના તમારા વ્યવહારમાં અસર થાય નહીં એનું ધ્યાન રાખો. પ્રૉપર્ટીની બાબતોમાં ખરીદી અને વેચાણ બેઉ માટે આ સકારાત્મક સમય છે.
જીવન ટિપ : તમારા જીવનમાં શેનો અભાવ છે એને બદલે તમારી પાસે શું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી વ્યક્તિગત શક્તિને ફરીથી મેળવવાને પ્રાથમિકતા આપો અને તમે જે પરિસ્થિતિમાં છો એમાં તક શોધો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમારા વ્યક્તિગત તેમ જ પ્રોફેશનલ જીવનમાં તમે તમારી પાસેથી શું અપેક્ષા રાખો છશે એ બાબતે સ્પષ્ટ રહો. વધુ વળતરની આશાએ જટિલ રોકાણો અથવા નાણાકીય વ્યવહારોમાં પડવાનું ટાળો.
જીવન ટિપ : કોઈ પણ નાનો સ્લોડાઉન અથવા તમને લાગે છે કે આ આંચકો છે તો એનાથી નાસીપાસ થશો નહીં. ખરેખર એ આંચકો તમને તમારી કાર્ય યોજનાને સુધારવાની તક આપી રહ્યો છે એમ સમજો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમે કોઈ કૌટુંબિક કે રિલેશનશિપની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા અંતરના અવાજને સાંભળો. કૌટુંબિક નાણાકીય બાબતોનું સંચાલન કરતી વખતે જો તમારે બીજાનાં મંતવ્યો ધ્યાનમાં લેવાં પડતાં હોય તો ખૂબ જ સચેત રહો.
જીવન ટિપ : તમે જેટલી વસ્તુઓને છાતીસરસી પકડી રાખશો એટલી ઓછી એને મેળવી શકશો. કોઈ પણ નકારાત્મક લાગણીઓ ફક્ત બિનજરૂરી માનસિક અવરોધો ઊભા કરશે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમારા માટે સારી નથી એવી આદતોમાં વ્યસ્ત રહેવા માટે કોઈ પણ તમને પ્રોત્સાહિત કરે છે એવા મિત્રોને ટાળવાનો પ્રયાસ કરો. કોઈ નવા સર્જનાત્મક વિચારમાં સંભાવના હોય તો તમારે એના માટે ખૂબ જ સખત મહેનત કરવાની જરૂર પડશે.
જીવન ટિપ : તમારા વિચારોને સમજવા અને બરાબર ગોઠવવામાં સમય પસાર કરો અને ખાતરી કરો કે તમે યોગ્ય દિશામાં પ્રયાસ કરી રહ્યા છો. તમારી જાતને વિચલિત થવા દેશો નહીં.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
પસંદગી કરતી વખતે તમે શું ઇચ્છો છો એ વિશે ખૂબ સ્પષ્ટ રહો અને તમે અને તમારા નિર્ણયથી પ્રભાવિત થનારા લોકોે જે પરિણામોનો સામનો કરશે એના વિશે પણ ધ્યાન રાખો. માત્ર પોતાનું નહીં, આસપાસના લોકોનું પણ વિચારો.
જીવન ટિપ : ભૂતકાળમાં તમે જે અનુભવ્યું છે એમાં શાણપણ છે, પરંતુ તમે જેમાંથી પસાર થયા છો એની સાથે ઓળખાવવાનો પ્રયાસ ન કરો. એમાંથી શીખો અને વર્તમાનમાં યોગ્ય પસંદગી કરો.

