અમુક બાબતોમાં માણસ થોડો લાપરવા કે બેફિકર થઈને વર્તતો હોય છે; પણ તેની એ બેફિકરાઈ માત્ર તેને જ નહીં, ગ્રહો અને વાસ્તુદેવને પણ નકારાત્મકતા આપે છે; જ્યારે જોઈએ એવા સમયે પરિણામ નથી મળતું
શુક્ર-શનિ
પ્રતીકાત્મક તસવીર
ઘરમાં પડેલો કચરો ફેંકવા માટે રોકડી પાંચ મિનિટની જરૂર હોય પણ આળસ એવું કરે કે એ કચરો પંદર દિવસ સુધી ઘરમાં જ પડ્યો રહે. અસ્તવ્યસ્ત પડેલા ટેબલને વ્યવસ્થિત કરવામાં દસ મિનિટ પણ ઘણી થઈ જતી હોય પણ મન પર કામનું ભારણ વધારે પડતું મોટું કરી લેવાના કારણે અસ્તવ્યસ્ત ટેબલ મહિનો ખેંચી કાઢે. આ તો ઉદાહરણ છે અને કામનાં આવાં અનેક ઉદાહરણો એવાં છે જે થોડા અમસ્તા સમયના અભાવે ખેંચાયા કરતા હોય છે પણ શાસ્ત્રોમાં અમુક કામોને કે પછી અમુક પ્રક્ર્યિાને પાછી ઠેલવાની ના પાડવામાં આવી છે. જો એ પાછળ ઠેલવામાં આવે તો એને લીધે ગ્રહ અને વાસ્તુદેવ નારાજ થાય છે અને એ નકારાત્મક રિઝલ્ટ આપે છે. એ કયાં કામો છે જેને પ્રાથમિકતા આપીને પહેલાં કરવાં જોઈએ એના પર નજર નાખીએ.