Maharashtra ATS: ગઈ મોડી રાત્રે મુંબઈના ગોવંડી અને કુર્લા વિસ્તારોમાં પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન સાથે સંબંધ હોવાની શંકાના આધારે ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરીઝમ સ્કવોડ (Maharashtra ATS) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈ મોડી રાત્રે મુંબઈના ગોવંડી અને કુર્લા વિસ્તારોમાં પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન સાથે સંબંધ હોવાની શંકાના આધારે ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ બાબતે ચાર લોકોની પૂછપરછ માટે અટકાયત પણ કરવામાં આવી છે.
ચાર ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરીઝમ સ્કવોડ (ATS) (Maharashtra ATS) દ્વારા પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન સાથે શંકાસ્પદ કનેક્શનને લઈને મુંબઈના ઉપનગરોમાં ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. ATSએ મળેલી ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી બજાવી હતી. જેમાં ગોવંડીના પૂર્વીય ઉપનગરોમાં ત્રણ અને કુર્લા ખાતે આવેલ એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીએ ઓપરેશન વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાર શંકાસ્પદોને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે.
ગુનાહિત પુરાવા પણ મળી આવ્યા છે
તેમણે આ વિશે વાત કરતાં વધુમાં (Maharashtra ATS) ઉમેર્યું હતું કે શંકાસ્પદ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ ભારતમાં પ્રતિબંધિત પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. ATSને આ શંકાસ્પદ લોકો પાસેથી ગુનાહિત પુરાવા સુદ્ધાં મળી આવ્યા છે. જેમની પ્રતિબંધિત સંગઠન સાથેના કથિત કનેક્શન માટે પૂછપરછ કરવામાં આવી રહી છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
તપાસ ચાલી રહી છે
હાલમાં આ મામલે (Maharashtra ATS) શંકાસ્પદ લોકો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
DRI મુંબઈએ સોનાની દાણચોરી પકડી પાડી
ગયા મહિનાની શરૂઆતમાં સોનાની દાણચોરી રોકવામાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) મુંબઈને સફળતા મળી હતી. DRI મુંબઈએ આંતરરાષ્ટ્રીય કુરિયર ચેનલ દ્વારા દેશમાં ગેરકાયદેસર રીતે સોનાની આયાત (Maharashtra ATS)કરવાના એક નવા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ખાસ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતાં ડીઆરઆઈ અધિકારીઓએ સાઉદી અરેબિયાના રિયાધથી આંતરરાષ્ટ્રીય કુરિયર ટર્મિનલ (આઇસીટી) મુંબઇ પહોંચેલા કુરિયર કન્સાઇનમેન્ટમાંથી આશરે 2.89 કરોડ રૂપિયાનું વિદેશી મૂળનું 1.815 કિલો સોનું જપ્ત કર્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ માલને ઘરગથ્થુ સાધન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને તેમાં માંસ-ગ્રાઇન્ડીંગ મશીન હતું. જોકે, પાર્સલ અંગેની વિગતવાર તપાસથી શંકા ઊભી થઈ હતી, જેના કારણે ડીઆરઆઈના અધિકારીઓએ અધિકારીઓએ સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. મીટ ગ્રાઇન્ડરને તોડવામાં આવ્યું ત્યારે તેમાંથી અધિકારીઓને વિવિધ કદના સોનાના 32 કટ ટુકડાઓ મળી આવ્યા હતા. જે ગિયરમાં છુપાવવામાં આવ્યા હતા. આ રીતે સોનું છૂપાવવાની પદ્ધતિ કુરિયર ટર્મિનલ્સ પર પરંપરાગત સ્કેનીંગ અને સર્ચ ઓપરેશનોને ટાળવા માટે તૈયાર કરવામાં આવી હતી.
