Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાલઘરની રબર કંપનીમાં સ્ટોરરૂમની દીવાલ ધસી પડી, ૩ કામદારોનાં મોત

પાલઘરની રબર કંપનીમાં સ્ટોરરૂમની દીવાલ ધસી પડી, ૩ કામદારોનાં મોત

Published : 25 September, 2026 08:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિસરમાં સેફ્ટીનાં પૂરતાં પગલાં લેવામાં આવ્યાં હતાં કે કેમ એ પણ હજી સ્પષ્ટ થયું નથી. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલી ટીના રબર કંપનીમાં સ્ટોરરૂમની દીવાલ ધરાશાયી થતાં બે મહિલાઓ સહિત ૩ કામદારોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. કામદારો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક દીવાલ તૂટી પડી હતી અને એના કાટમાળ નીચે કામદારો દબાઈ ગયા હતા. વાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી. સ્ટોરરૂમની દીવાલ કયા સંજોગોમાં ધરાશાયી થઈ એની ચોક્કસ વિગતો હજી સુધી જાણી શકાઈ નથી. તપાસના ભાગરૂપે પોલીસ દીવાલનું સ્ટ્રક્ચર અને ઘટનાને લગતી પરિસ્થિતિની તપાસ કરે એવી અપેક્ષા છે. ઘટના સમયે પરિસરમાં સેફ્ટીનાં પૂરતાં પગલાં લેવામાં આવ્યાં હતાં કે કેમ એ પણ હજી સ્પષ્ટ થયું નથી. 


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK