Sharad Purnima 2024: આજે શરદ પૂર્ણિમાનું વ્રત પણ રાખવામાં આવતું હોય છે. કઈ રાશિના જાતકોએ આજે શેનું દાન કરવું જોઈએ?
પ્રતીકાત્મક તસવીર
આજે શરદ પૂર્ણિમા (Sharad Purnima 2024)નો શુભ દિવસ છે. ત્યારે આજે જાણીએ કે આજના દિવસે કઈ રીતે પૂજા વિધિ કરવી જોઈએ? આજના દિવસની ઉજવણી કરવાની સાચી પધ્ધતિ શું છે?
અશ્વિન મહિનામાં આજના દિવસે આવતી શરદ પૂર્ણિમા (Sharad Purnima 2024)નું હિન્દુ ધર્મમાં અનોખુ તેમ જ આગવું મહત્વ છે. આજની પૂર્ણિમાને અનેક ઠેકાણે કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે શરદ પૂર્ણિમાનું વ્રત પણ રાખવામાં આવતું હોય છે. જેથી જીવનમાં સુખ, સંપતિ તેમ જ અપાર ખુશીઓ આવે. રાશિ અનુસાર આજે શું ઉપાય કરવા જોઈએ. આવો, જાણીએ કે કઈ રાશિના જાતકોએ આજે શેનું દાન કરવું જોઈએ?
ADVERTISEMENT
મેષ- આજના દિવસે આ રાશિના જાતકોએ મા લક્ષ્મીની કૃપા માટે ખીરનું દાન કરવું જોઈએ.
વૃષભ- આ રાશિ સ્વામીનો શુક્ર છે. આ રાશિ ધરાવતા લોકોએ આજની પૂર્ણિમા (Sharad Purnima 2024)ના દિવસે જરૂરિયાતમંદ લોકોને દહીં અથવા ઘી જેવા પદાર્થનું દાન કરવું જોઈએ. આ લોકોના માથે દેવું હોય તો તે પણ પૂરું થશે. એવી સંભાવના છે.
મિથુન- આ રાશિના જાતકો માટે આજના દિવસે દૂધ તેમ જ ચોખાનું દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ રાશિના જાતકો માટે સોફ્ટવેર સાથે જોડાયેલા લોકોને નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળે એવા ચાંસ છે.
કર્ક- કર્ક રાશિના જાતકોએ દૂધની દાન કરવું જોઈએ. પણ એમાં પણ આ જાતકો જો તેમાં સાકર ભેળવીને દાન કરે છે તો તે વધારે ફળદાયી સાબિત થાય છે.
સિંહ- સિંહ રાશિના જાતકો માટે ગોળનું દાન ખૂબ જ યથોચિત માનવામાં આવે છે.
કન્યા- આજના દિવસે આ જાતકોએ ખીરનું દાન કરવું જોઈએ. આ રાશિના જાતકો માટે આ સમય સારો છે. તેઓને દહન લાભ થઈ શકે છે.
તુલા- આ રાશિના જાતકોએ પણ આજે પૂર્ણિમા (Sharad Purnima 2024)એ દૂધ, ચોખા અને ઘીનું દાન કરવામાં આવે તો અપાર સુખ પ્રાપ્ત મળે છે. આ રાશિના જાતકો માટે પણ વ્યવસાય ક્ષેત્રમાં નવી પ્રગતિના ચાંસ છે.
વૃશ્ચિક- આજના દિવસે આ જાતકોને માટે લાલ રંગની કોઈપણ વસ્તુનું યથાશક્તિ દાન કરવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે.
ધનુ- આજના દિવસે આ રાશિના જાતકોએ કઠોળનું દાન કરવું જોઈએ.
મકર- આ રાશિના જાતકો માટે વહેતા પાણીમાં અક્ષંત પધરાવવામાં આવે તો તે ફળદાયી સાબિત થતાં હોવાનું કહેવાય છે.
કુંભ- આ રાશિના લોકોએ શરદ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ.
મીન- આ રાશિના જાતકો માટે આજે બ્રાહ્મણ ભોજનનો ઉપાય સૂચવવામાં આવે છે. વળી આ રાશિના જાતકોને ઘણી નવી તકો મળશે એવા સંકેત છે. તેઓને તેમનાં વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળી શકે છે.