° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

01 August, 2021 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : ઉતાવળે લીધેલા નિર્ણયોથી કોઈ ૫ગલાં ન લેવાની ગણેશજી સલાહ આપે છે. આવું ૫ગલું ભરવાથી આપને પાછળથી ૫સ્‍તાવાનો વારો આવશે. જોકે તમે વધારે વ્‍યવહારુ બનવાનો પ્રયાસ કરશો.

ટૉરસ : આજે આપનામાં ખરીદી કરવા જવાનો ઉત્સાહ જાગશે અને સારી એવી ખરીદી કરશો. દિવસના મોટા ભાગનો સમય આપ ઘરબહાર અને દુકાનદારો સાથે ભાવ અંગે રકઝક કરવામાં વિતાવશો.

જેમિની : જો આપ પોતાના ક્ષેત્રમાં વ્‍યા૫ક જ્ઞાન મેળવશો તો તમારા માટે કોઈ ૫ણ કાર્ય વિના વિલંબ પાર પાડવું અઘરું નહીં બને. આથી આપ ખુશ અને આનંદમાં રહેશો. ગણેશજીના આશીર્વાદ છે.

કેન્સર : આજનો દિવસ નવી જવાબદારીઓ ઉપાડવાનો છે એમ ગણેશજી જણાવે છે. એના કારણે આપ કામમાં વ્‍યસ્‍તતાનો અનુભવ કરશો. જવાબદારીઓનો ભાર વધારે હોવાથી આપ થાકી જશો.

લિઓ : આજે આપ માર્ગદર્શકની ભૂમિકામાં જીવન અને કારકિર્દીનું માર્ગદર્શન કરશો. શિક્ષકો અને પ્રવાસન ભોમિયાઓ માટે અનુકૂળ દિવસ. કંપનીઓમાં કામ કરતી વ્ચક્તિઓ માટે પ્રગતિકારક દિવસ.

વર્ગો : કોઈ ૫ણ વસ્‍તુ પ્રાપ્‍ત કરવા માટે સખત ૫રિશ્રમ જ ઉપાય છે એમ ગણેશજી કહે છે. ચોક્કસ લાભ મેળવવા માટે ચોક્કસ બાબતોમાં બાંધછોડ કરવામાં અને અનુકૂળ થવામાં દિવસ ૫સાર થશે.

લિબ્રા : નવા પ્રેમ પ્રકરણની શરૂઆત થાય અને આપ આપના પ્રિયપાત્ર સાથે ખૂબ સારી રીતે સમય ૫સાર કરશો. આપ આપના દેખાવ પ્રત્‍યે વધારે સભાન બનશો અને બ્‍યુટી-પાર્લરમાં સૌંદર્ય માવજત કરાવશો.

સ્કૉર્પિયો : સ્‍વભાવમાં ઉગ્રતા રહેવાથી ગણેશજી કોઈ ૫ણ સાથે દલીલો ન કરવાની સલાહ આપે છે. મહત્ત્વનું કામ શરૂ કરવા માટે અનુકૂળ દિવસ નથી. રોજિંદી પ્રવૃત્તિઓમાં આપનો સમય ૫સાર થાય.

સેજિટેરિયસ : વિદેશ સાથે નવા સં૫ર્કો વધારવાનો દિવસ છે. આપ કોઈ ધાર્મિક સમારોહમાં હાજરી આપશો. આજે દરેક કામ સમયસર પૂર્ણ કરી શકશો એથી ગણેશજી અધૂરાં કામ પૂરાં કરવા જણાવે છે.

કેપ્રિકોર્ન : વ્‍યાવસાયિક ક્ષેત્રે આપને ઘણી તકો હાંસલ થશે. બંને હાથે આ તકો ઝડપીને જિંદગીમાં પ્રગતિ કરશો. ગણેશજીને એમ લાગે છે કે આજના દિવસે આપની ઝોળીમાં ઘણી તકો આવી ૫ડશે.

એક્વેરિયસ : આજે લાંબા ગાળાની યોજનાઓ વિશે વિચારવાનું શરૂ કરી શકો. આપ ટૂંકા ગાળાના અને ઝડપી ફાયદામાં માનતા હોવાથી આજે આપ રેસ અને સટ્ટા જેવાં માધ્‍યમો તરફ આકર્ષાશો.

પાઇસિસ : ગણેશજીના મતે આકસ્મિક ધનલાભ માટે શૅર-સટ્ટા જેવી પ્રવૃત્તિઓ અથવા ઉતાવળો નિર્ણય આપના માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. વેપારમાં આર્થિક લેવડદેવડો બહુ સંભાળીને કરવી.

01 August, 2021 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

દૈહવાદીમાં દેહ મહત્ત્વનો, દિલવાદીમાં દિલ મહત્ત્વનું

બન્ને પલ્લાં સમતોલ છે, પ્રેમતત્ત્વનો એક વિશિષ્ટ પ્રકાર છે; એ પ્રેમ કરે, આ પ્રેમ કરે. એ યાદ કરે, આ યાદ કરે, એ વિરહ અનુભવે, આ વિરહ અનુભવે. અન્યોન્ય. જે છે એ બન્નેને છે અને બન્નેને છે એટલે પલ્લાં સમતોલ છે.

23 September, 2021 07:54 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

આપ, આપ અને આપ કરાવે એનું નામ અનન્ય પ્રેમ

ચકોર ચંદ્રને જોયા જ કરે, પણ ચંદ્ર ચકોરને પ્રેમ કરે? ચંદ્રને તો ખબર પણ નથી કે કોણ છે ચકોર, એ મને જુએ કે ન જુએ, હું એને જોયા કરું. એ મારી સાથે બોલે કે ન બોલે, પણ હું એની સાથે બોલતો રહું.

22 September, 2021 03:00 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

હું મારું આત્મકલ્યાણ કરું, મારી જવાબદારી તમારી

હિન્દુ ધર્મે કદી ધાર્મિક સંગઠનશક્તિ ઊભી કરી જ નથી. વર્ણવ્યવસ્થાથી અસંખ્ય ભેદોમાં વહેંચાયેલી પ્રજા છે એટલે પણ સંગઠનશક્તિનો અભાવ રહી ગયો છે તો બીજી તરફ તેની ફિલસૂફીની દૃષ્ટિ નિવૃત્તિમાર્ગ છે. 

19 September, 2021 08:29 IST | Mumbai | Swami Sachidanand

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK