° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

24 October, 2021 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : આજે આપ આર્થિક બાબતો અંગે ચિંતા અનુભવશો. ભવિષ્યને સુરક્ષિત બનાવવા પોતાની બધી શક્તિઓને કામે લગાડશો. આપ પોતાના લક્ષ્ય અંગે સ્પષ્ટ અને દૃઢ હોવાથી યોગ્‍ય નિર્ણય લઈ શકશો.
ટૉરસ : આજે આપ સંપૂર્ણ૫ણે આત્‍મકેન્‍દ્રી બનશો. આ સ્‍વા‍ર્થીપણું આપનામાં અસલામતી અને માલિકીભાવ ઊભો કરે એવી સંભાવના છે. આપનું આ વલણ જીવનસાથી સાથેના સંબંધોમાં ઘર્ષણ પેદા કરશે.
જેમિની : આજે આપના મન ૫ર ઉદાસી અને નિરાશાનાં વાદળ છવાયેલાં રહેશે એમ ગણેશજીને લાગે છે. મનની ઊંડે-ઊંડે રહેલી તીવ્ર ઇચ્‍છાઓ અને આધ્‍યાત્મિકતા આપના મિજાજ ૫ર અસર કરશે.
કેન્સર : આજે આપના વિચારો જ આપને ઊર્જા પૂરી પાડશે. આપે અઘરા નિર્ણયો લેવા પડે એવી શક્યતા છે. પારસમણીની જેમ જ્યાં સ્પર્શ કરશો ત્યાં સફળતા મળશે. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.
લિઓ : ગણેશજી કહે છે કે ૫રિવારનું વાતાવરણ આજે થોડું અશાંત રહેશે, ૫રંતુ આપનું બાંધછોડભર્યું વલણ ઘરની સમસ્‍યાઓને ઉકેલવામાં આપને મદદ કરશે. સુલેહ સં૫થી બધું પાર પડી જશે.
વર્ગો : આપ આપની અંદર રહેલા સર્જક કે કલાત્મક પ્રતિભાને બહાર લાવવાની અને એને વિકસાવવાની કોશિશ કરશો. કોઈ ૫ણ બાબતને બૌદ્ધિક રીતે વિચારીને એનું વિશ્લેષણ કરતા શીખશો.
લિબ્રા : સમાજમાં આપના માન-પાનમાં વધારો થશે. આજનો દિવસ નવું વેપારીસાહસ શરૂ કરવા ઘણો સારો છે. સૌંદર્ય પ્રસાસેજિટેરિયસ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જેવા વ્‍યવસાયમાં પણ ફાયદો થઈ શકે.
સ્કૉર્પિયો : બિઝનેસ કે માર્કેટિંગ જેવાં ક્ષેત્રો સાથે જોડાયેલી વ્‍યક્તિઓ નવું કામ કે ભાગીદારી શરૂ કરી શકશે. જોકે કોઈ બીજી કં૫ની સાથેનું જોડાણ કે ભાગીદારી આપને જોઈએ એવું ફળ નહીં આપી શકે.
સેજિટેરિયસ : સામાજિક આદાનપ્રદાન માટે આજનો દિવસ અનુકૂળ ન હોવાથી સમાજમાં બધાને હળવામળવાની આપની તીવ્ર ઇચ્‍છા હોવા છતાં એ શક્ય નહીં બને એવો નિર્દેશ ગણેશજી આપે છે.
કેપ્રિકોર્ન : આજે નસીબ આપની તરફેણમાં છે. આપ રસ ધરાવશો તો શૅર-સટ્ટામાં આકસ્મિક સેજિટેરિયસ લાભ થવાની શક્યતા છે. ગણેશજી કહે છે કે ઉચ્‍ચ શિક્ષણ માટે વિદેશ જવા માગતા લોકોને સફળતા મળશે.
એક્વેરિયસ : આપે લાંબા સમયથી જે યોજનાઓ વિચારી હોય એનો આરંભ થવાની શક્યતા ગણેશજી જોઈ રહ્યા છે. આપને નોકરીમાં પદોન્નતિની આશા છે અને આપ એ માટે સારું કામ કરી શકશો.
પાઇસિસ : આજે આપના હૃદયના ખૂણામાં કોઈ વિજાતીય પાત્ર માટે પ્રેમનાં અંકુર ફૂટે એવી શક્યતા છે. જૂના સંબંધોમાં નવો વળાંક આવે અથવા નવા સંબંધો આકાર લેશે. આ પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધશે.

24 October, 2021 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

ઘણી વાર અપાપને પાપ તથા અપુણ્યને પુણ્ય માનવામાં આવે છે

સાંભળનારા જરા પણ પૂરી તપાસ કર્યા વિના તરત જ આવી વાતો માની લેતા હોય છે અને પછી એ વાતોનો વંટોળિયો ઠેઠ આકાશ સુધી ઘૂમરીઓ લેવા લાગે છે. જોતજોતામાં એક વ્યક્તિનું જીવન ધૂળધાણી થતું હોય છે, જેનાથી બચવા અનેક દંભો ઊભા કરાયા છે. 

29 November, 2021 08:43 IST | Mumbai | Swami Sachidanand
એસ્ટ્રોલૉજી

બધી અહલ્યાઓને રામ નથી મળતા, ધોબી જોઈએ એટલા મળે

આ રીતે આપણે પ્રજાના એક પ્રશ્નનું સમાધાન કરવા સદીઓથી મથી રહ્યા છીએ. જ્યાં સુધી કોઈ બીજો ઉત્તમ માર્ગ ન નીકળે ત્યાં સુધી આ માર્ગ ખોટો નથી.    

28 November, 2021 09:44 IST | Mumbai | Swami Sachidanand
એસ્ટ્રોલૉજી

જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

આપ દરેક કાર્ય સમય કરતાં વહેલું પૂરું કરવાના પ્રયત્નમાં રહેશો.

28 November, 2021 07:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK