કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?
અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
ભૂતકાળ ભૂલીને તમારી સાથે ખરાબ વ્યવહાર કરનારને માફી આપી દો. દરેક પરિસ્થિતિને અનુભવી વ્યક્તિની નજરે મૂલવવાની તૈયારી રાખવી.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ નવો વિચાર સંભાવનાઓથી ભરેલો હોય છે, પરંતુ એ માર્ગ પર પડકારો પણ હોઈ શકે છે. મિત્ર કે પરિવારજન સાથે બિઝનેસ સાહસ વખતે સાવચેત રહેજો.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
મિત્રોની જોડે હો ત્યારે સાચવીને બોલજો. અગત્યની ન હોય એવી બધી બાબતોને છોડી દેવી. અવિચારીપણે ખર્ચ કરવો નહીં.
કારકિર્દી વિશે સલાહ : આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કરનારાઓ અથવા બિઝનેસનો આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપ વધારવા માગતા હોય એવા લોકો માટે સાનુકૂળ સમય છે. બજેટને વળગી રહેવું અને બિનજરૂરી ખર્ચ પર કાપ મુકવો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
પરિસ્થિતિ સ્વીકારી લેવી અને જો લાગણીવશ હો તો બોલવામાં સાચવવું. જટિલ રોકાણો કરવાં નહીં અને રોકાણમાં વધુપડતા ફેરફાર કરવા નહીં.
કારકિર્દી વિશે સલાહ : જેઓ નોકરી બદલવા માગતા હોય તેમણે નવી નોકરી શોધી લીધા બાદ જ જૂની જગ્યાએથી રાજીનામું આપવું. સહકર્મીઓ સાથેના મેળમિલાપ વખતે બોલવામાં સાચવવું.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
ફોન કૉલ અને મેસેજનો ભરાવો થવા દીધા વગર જલદીથી પ્રત્યુતર આપવો. વ્યસ્ત હો અને કામનો ભરાવો થઈ ગયો હોય તોપણ જાત માટે સમય ફાળવવો.
કારકિર્દી વિશે સલાહ : પોતાનું નેટવર્ક વધારવા માટેની દરેક તકનો મહત્તમ ઉપયોગ કરી લેવો. પોતાનો બિઝનેસ કરનારાઓ અને એનો વિસ્તાર કરવા ઇચ્છતા લોકો માટે સારો સમય છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
જટિલ પરિસ્થિતિમાં કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો અને બૃહદ ચિત્ર નજર સમક્ષ રાખવું. જેમને તમારી પડી હોય એવા જ લોકો સાથે સમય વિતાવવો.
કારકિર્દી વિશે સલાહ : જો આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ અથવા સહકર્મીઓ સાથે સંભાળીને બોલજો. બજેટની મર્યાદામાં રહેજો અને મર્યાદિત સાધનોનો બગાડ કરતા નહીં.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ નિયંત્રણો કે મર્યાદાઓને સારામાં સારી રીતે સાચવી લેવાં. સંબંધો સાચવવા માટે સારો સમય છે. મિત્રો સાથે રહીને આનંદ કરી શકાશે.
કારકિર્દી વિશે સલાહ : તમારે કોઈ માહિતીની જરૂર હોય તો પોતાના પ્રોફેશનલ નેટવર્કનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો. અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની આવે ત્યારે લક્ષ્યનો વિચાર કરીને ચાલવું.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
પડકારભરી પરિસ્થિતિમાં ઊંડાણમાં ઊતરીને વિચાર કરવો. અધવચ્ચેથી જ હાર માની લેવી નહીં. મિત્રો અને પરિવારજનો સાથેની વાતચીતમાં સાચવજો.
કારકિર્દી વિશે સલાહ : કોની પાસેથી સલાહ લેવી એનો વિચાર સમજી-વિચારીને કરવો. નિર્ણયો લેતી વખતે પોતાની મુનસફીનો ઉપયોગ કરવો. ઑફિસમાં થતી ગપસપ અને નાટકબાજીથી દૂર રહેવું.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
ભૂતકાળને ભૂલી જવા જેટલું જ અગત્યનું ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન નહીં કરવાનું. ચીડ હોય એ સમયે એલફેલ બોલાઈ જાય નહીં એનું ધ્યાન રાખવું.
કારકિર્દી વિશે સલાહ : વિશાળ કંપનીમાં કામ કરનારાં જાતકોએ સંવેદનશીલ પરિસ્થિતિમાં સંસ્થાકીય શિષ્ટાચારનું ભાન રાખવું જરૂરી છે. તમે કરેલી મહેનતનું મૂલ્ય ઊંચું-ઓછું અંકાવા દેવું નહીં.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈને પણ જવાબ આપતી વખતે સાચવવું અને સત્ય કહેતી વખતે પણ નમ્રતા જાળવી રાખવી. લાગણીવશ થઈને નાણાકીય નિર્ણયો લેવા નહીં.
કારકિર્દી વિશે સલાહ : સલાહની જરૂર હોય તો માગતાં અચકાશો નહીં. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ અને ક્લાયન્ટ સાથે કામ કરનારાઓ માટે સારો સમય છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
સંબંધોમાં પ્રામાણિકતા બહુ જરૂરી હોય છે. સાથે-સાથે તમારે નમ્રતા પણ રાખવી. નાણાકીય બાબતોમાં, ખાસ કરીને નવાં રોકાણોમાં સાવચેતી રાખવી.
કારકિર્દી વિશે સલાહ : જો તમે પૂરતું ધ્યાન નહીં આપો તો રજનો ગજ થતાં વાર નહીં લાગે. બિનજરૂરી કાર્યો પાછળ સમય બગાડતા નહીં.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
પડકારભરી પરિસ્થિતિમાં અંતરાત્માનો અવાજ સાંભળવો. કુંવારી વ્યક્તિઓએ જીવનસાથીમાં કયા ગુણો જોઈએ છે એ બાબતે સ્પષ્ટતા રાખવી.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ પીછેહઠ કે વિલંબ થાય તો એને ખૂબ જ સારી રીતે સંભાળી લેવાં. દરેક પરિસ્થિતિમાં શું કરવાની જરૂર છે એ બરાબર સમજી લીધું હશે તો કોઈ પણ પડકારનો સામનો કરી શકશો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જો કોઈ વ્યક્તિ તમારી સાથે પ્રામાણિકતાપૂર્વક વર્તતી નથી અથવા તો એનો કોઈ છુપો ઇરાદો છે એવું લાગે તો મનનું કહ્યું સાંભળજો. પરિવારના વડીલો સાથેના સંબંધો સાચવજો.
કારકિર્દી વિશે સલાહ :સામાન્ય લાગતાં હોય એવાં કાર્યોમાં પણ શિસ્ત ટકાવી રાખજો. કોઈ પણ મર્યાદાનો સામનો સારામાં સારી રીતે કરવો અને નાનામાં નાની તકનો મહત્તમ લાભ લેવો.
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : તમારા જીવનમાં આવનારા પડકારો ખરેખર તો તમારા લાભમાં જ રહેશે, પછી ભલે એ સમયે થોડી તકલીફ પડે. અમુક જાતકો નવા શહેરમાં કે નવા દેશમાં વસવાટ કરવા જાય એવી શક્યતા છે. નાનામાં નાની તકનો પણ મહત્તમ ઉપયોગ કરી લેવો. રોકાણો કરવા માટે સારો સમય છે, પરંતુ જોખમી રોકાણો કરવાં નહીં. ઊંચા વળતરની લાલચમાં ફસાવું નહીં. જટિલતાભરી મૈત્રી કે સંબંધોમાં સપડાવું નહીં.
જેમિની જાતકો મિત્ર તરીકે કેવાં હોય છે? જેમિની જાતકો હળવાશથી રહેતાં હોય છે અને બધા સાથે હળીમળીને રહેનારાં હોય છે. તેઓ કોઈ પણ પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેવાની ક્ષમતા ધરાવે છે. આથી જ તેઓ સહેલાઈથી મૈત્રી કેળવી શકે છે. તેમનું મિત્રવર્તુળ ઘણું મોટું હોય છે. ક્યારેક તેઓ બધા મિત્રો માટે સમય ફાળવી શકતા નથી. કહેવાય છે કે જેમિની જાતકો તમારા મિત્ર હશે તો તમને ક્યારેય કંટાળો નહીં આવે.