Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 19 April, 2026 07:27 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જીવનશૈલીમાં નાના ફેરફારો ખૂબ જ મોટો ફરક લાવશે અને જો તમે સુસંગત રહેશો તો કોઈ પણ સ્વાસ્થ્ય અને ફિટનેસ લક્ષ્યો પ્રાપ્ત કરી શકો છો. કમિટેડ રિલેશનશિપમાં રહેલા લોકો ઇચ્છે તો આગળ વધી શકે છે. જો તમે કોઈ પણ કારણોસર ચર્ચામાં રહેવા માગતા હો તો તમારા પ્રોફેશનલ નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરો.

ટૉરસ વિશે બધું
વિશ્વાસુ અને મહેનતુ, ટૉરસ જાતિના લોકો સુસંગતતા અને નિયમિતતા પસંદ કરે છે. તેઓ વફાદારીને મહત્ત્વ આપે છે અને તેમના પ્રિયજનોનું ખૂબ રક્ષણ કરે છે. તેઓ સખત મહેનતથી ડરતા નથી અને તેમની પાસે એક એવી દૃઢતા છે જે તેમને શક્તિશાળી વ્યક્તિ બનાવે છે. એમ છતાં આ રાશિના લોકો જીવનની બારીક વસ્તુઓને પણ પસંદ કરે છે અને તેઓ આરામ અને આનંદ કેવી રીતે માણવો એ જાણે છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


મન ઠંડું રાખો અને કાળજીપૂર્વક આયોજન કરો તો કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો તમારા માટે સરળ બનશે. ઘરે કોઈ પણ પ્રકારની દલીલોમાં પડવાનું ટાળજો.
કરીઅર ટિપ : સમયનો બગાડ કરતાં કોઈ પણ કાર્યોમાં કાપ મૂકવાનો પ્રયાસ કરો અને જો શક્ય હોય તો પ્રક્રિયાઓને વ્યવસ્થિત કરો. તમારી કરીઅરનાં લક્ષ્યો સાથે ખૂબ સ્પષ્ટ રહો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


આ અઠવાડિયે તમારું ધ્યાન તમારા ઘર પર રહેશે અને તમે થોડી નવી સજાવટ કરશો અને ઘરમાં રહેલી બિનજરૂરી વસ્તુઓને દૂર કરશો. જોકે વધુ પડતો ખર્ચ કરવાનું ટાળજો.
કરીઅર ટિપ : તમે કરેલા કામને કોઈ સહકર્મચારી અથવા બૉસ નબળું પાડે નહીં એનું ધ્યાન રાખજો. કોઈ પણ કરીઅર-નિર્ણય લેતાં પહેલાં ખાતરી કરો કે તમારી પાસે જરૂરી બધી માહિતી છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

તમારા પ્રોફેશનલ અને પર્સનલ જીવન વચ્ચે સંતુલન શોધો, જે તમારા માટે કોઈ પણ સંજોગોમાં શ્રેષ્ઠ કાર્ય કરે. કોઈ પણ વધારાની જવાબદારીઓ લેવાનું ટાળો.
કરીઅર ટિપ : જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો સ્થિર સિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ઑફિસની ગપસપમાં પર ધ્યાન આપો પણ એમાં સહભાગી થશો નહીં.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

ભલે તમને કોઈ પણ બાબતમાં મુશ્કેલી પડે કે સરળ રસ્તો કાઢવાની લાલચ હોય, જે યોગ્ય છે એ કરો. મિત્રતા અને સંબંધો માટે આ સમય સકારાત્મક છે.
કરીઅર ટિપ : જો તમારે કોઈ પણ જટિલ પ્રોજેક્ટનો સામનો કરવાની જરૂર હોય તો ખાતરી કરો કે તમારી પાસે કોઈ પ્લાન તૈયાર છે. સાથીદારો અને બૉસ સાથે સારાં સમીકરણ જાળવી રાખો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જો તમને કોઈ વાત મજબૂત લાગે તો બોલતાં પહેલાં વિચારો. કૌટુંબિક પરિસ્થિતિ પર તમારું ધ્યાન આપવાની જરૂર પડી શકે છે અને તમારે એને શક્ય એટલી વહેલી તકે ઉકેલી લેવી જોઈએ.
કરીઅર ટિપઃ  કોઈ પણ નવી તકનો મહત્તમ ઉપયોગ કરો, ભલે એ પ્રમાણમાં નાની હોય. તમારા ટાઇમ મૅનેજમેન્ટમાં શિસ્તબદ્ધ બનો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

ભૂતકાળને છોડી દો અને વર્તમાનમાં તમે કેવું વર્તન કરો છો એ નક્કી ન કરો. ઇચ્છિત જીવન બનાવવા માટે તમારી પાસે જે પણ સંસાધનો છે એનો ઉપયોગ કરો.
કરીઅર ટિપ : ઈ-મેઇલ્સ અને મેસેજનો તાત્કાલિક જવાબ આપો, નહીં તો તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બૉસ અથવા સિનિયર તમારી પાસેથી વધુ કામની અપેક્ષા રાખી શકે છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

સરળ રસ્તો પસંદ કરવાથી પરિસ્થિતિ થોડા સમય માટે હળવી થઈ શકે છે, પરંતુ એ લાંબા ગાળાનો ઉકેલ નહીં હોય. સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
કરીઅર ટિપ : એક નાનો પ્રોજેક્ટ મળે. જોકે એ પ્રયત્ન કરવાયોગ્ય ન પણ હોય. સાથીદારો અને તમારા પ્રોફેશનલ નેટવર્કમાં રહેલા લોકોને તમે શું કહો છો એ વિશે ખૂબ કાળજી રાખો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમારા જીવનનાં તમામ પાસાંઓમાં સંયમ રાખવો એ કોઈ પણ દબાણ અથવા તાણનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ રહેશે. સર્જનાત્મક શોખ માટે સમય કાઢો.
કરીઅર ટિપ : કોઈ પણ નવા પ્રોજેક્ટમાં વિગતો પર કાળજીપૂર્વક ધ્યાન આપવાની જરૂર પડશે. સાથીદારો અને બૉસ સાથે સારાં છતાં વ્યાવસાયિક સમીકરણો જાળવી રાખો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

વિચારો અને વાતચીતમાં સ્પષ્ટતા મહત્ત્વપૂર્ણ છે અને તમે શું ઇચ્છો છો એ વિશે ખૂબ જ સ્પષ્ટ હોવું જરૂરી છે. તમે જે પરિવર્તન જોવા માગો છો એ બનો.
કરીઅર ટિપ : કોઈ પણ કરાર પર હસ્તાક્ષર કરતાં પહેલાં અથવા કોઈ પણ કમિટમેન્ટ કરતાં પહેલાં ખૂબ કાળજીપૂર્વક વાંચો. બીજાનાં મંતવ્યોથી પ્રભાવિત ન થાઓ.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

ભૂતકાળને છોડી દો. તમારે જે પણ ફેરફાર કરવાની જરૂર છે એ માટે તમારે શિસ્તબદ્ધ પ્રયાસની જરૂર પડશે અને તમારે અકાળે હાર ન માનવી જોઈએ.
કરીઅર ટિપ : વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતી અથવા ડેટા ચકાસો. પ્રમોશન માટે તૈયાર લોકો સકારાત્મક તબક્કામાં છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જો તમે યોગ્ય રીતે સંભાળશો તો કોઈ પણ તનાવપૂર્ણ પરિસ્થિતિ હળવી થઈ શકે છે. જોખમી રોકાણો અને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું ટાળો.
કરીઅર ટિપ : તમે સાથીદારને શું કહો છો એ અંગે સાવચેત રહો, કારણ કે તમને ગેરસમજ થઈ શકે છે. જે લોકો ઘરેથી કામ કરે છે તેમણે વિક્ષેપો ટાળવાની જરૂર છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

જો તમારે કોઈ નિર્ણય લેવાની જરૂર હોય તો ઝડપથી કાર્ય કરો અને તમારી પસંદગી પર ફરીથી વિચારવાની જરૂર નથી. જે અનુકૂળ છે એના કરતાં જે યોગ્ય છે એ કરો.
કરીઅર ટિપ : કોઈ પણ કરીઅર-નિર્ણય લેતી વખતે લાંબા ગાળાનો વિચાર કરો. વરિષ્ઠ વ્યક્તિની સલાહ અમૂલ્ય રહેશે અને તમારે એના પર ધ્યાન આપવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 07:27 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK