એક જ વાર ટિકિટ કઢાવીને ત્રણે રૂટ પરની બસમાં સફર કરવાનો આનંદ લઈ શકે એવી ગોઠવણ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં આવતા પંદરથી ૨૦ દિવસમાં ૧૦ નવી ડબલ ડેકર AC બસ દોડતી થાય એવી શક્યતા છે. ટેક્નિકલ ટીમ પહેલાં આ AC બસનું ઇન્સ્પેક્શન કરશે અને એ પછી સોમવારે એની ટ્રાયલ રન યોજવામાં આવશે. ત્યાર બાદ એને થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (TMT)ના કાફલામાં સામેલ કરવામાં આવશે. આ ડબલ ડેકર AC બસ માટે ૩ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
આ બસમાં સિનિયર સિટિઝનો અને સ્ટુડન્ટ્સને ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત પરિવાર સાથે શનિ-રવિમાં જૉયરાઇડ કરવા માગતા લોકો પણ વીક-એન્ડ ટૂરિઝમ અંતર્ગત એક જ વાર ટિકિટ કઢાવીને ત્રણે રૂટ પરની બસમાં સફર કરવાનો આનંદ લઈ શકે એવી ગોઠવણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
હાલ શરૂ થનારા ત્રણ રૂટ
તીન હાથ નાકાથી ઘોડબંદર રોડ, ગાયમુખ
શિળફાટા દત્ત મંદિરથી ડોમ્બિવલી એન્ટ્રી પૉઇન્ટ
પારસિક નાકા વાયા કલવાથી શિવાજીનગર
