Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 27 September, 2026 09:13 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જો તમે કોઈ કરાર, કાનૂની બાબતો અથવા અન્ય દસ્તાવેજી કામકાજ સાથે સંકળાયેલા છો તો હાલમાં આ બાબતે પૂરતું ધ્યાન આપો. જેઓ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ કદાચ સંબંધને આગળના તબક્કે લઈ જવા વિશે વિચારી શકે છે. તમારી ઇચ્છા મુજબ કામ ન થાય તો પણ એને સ્વીકારવાની તમે તૈયારી રાખો. સારી રીતે વિચારી-સમજીને જ જોખમ લો. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, પરંતુ એના વિશે અતિશય ચિંતા કે વળગણ ન રાખો.

ફ્રેન્ડ તરીકે લિબ્રા
લિબ્રા રાશિ સંબંધોનું પ્રતિનિધિત્વ કરતી રાશિ છે અને આ રાશિના જાતકોને તેમના મિત્રોના જીવનના કેન્દ્રસ્થાને રહેવું ખરેખર ગમે છે. તેઓ હંમેશાં મજા-મસ્તી માટે તૈયાર હોય છે અને લોકોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. જોકે તેઓ ઘણી વાર પોતાની જરૂરિયાતોને અન્યની જરૂરિયાતો કરતાં વધુ મહત્ત્વ આપે છે અને જો આ આપ-લે કે કાળજી રાખવાની પ્રક્રિયા માત્ર એકતરફી રહે તો સમય જતાં તેમના મનમાં કડવાશ પેદા થઈ શકે છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના કોઈ પણ વધારાના કામને શક્ય એટલી કાર્યક્ષમતાથી સંભાળો. અતિરેક કર્યા વિના તમારા સ્વાસ્થ્યનું થોડું વિશેષ ધ્યાન રાખો.
રિલેશનશિપ ટિપ : જો તમને લાગે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે પ્રામાણિક નથી તો તમારા અંતરાત્માનો અવાજ સાંભળો. જટિલ સંબંધોમાં રહેલા લોકોને કોઈ નિર્ણય લેવો પડે એમ છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિનો સામનો કરવા માટે તાર્કિક છતાં ચતુર અભિગમ અપનાવો. પારિવારિક રોકાણો અને નાણાકીય બાબતોનું સંચાલન કુશળતાપૂર્વક કરો.
રિલેશનશિપ ટિપ : તમે બોલો એ વિશે સાવચેત રહો, તમારી વાતનો ખોટો અર્થ નીકળી શકે છે. સિંગલ્સ અલગ-અલગ લોકો સાથે ડેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

જો તમે શું કરવાનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમને નડતી કોઈ પણ મુશ્કેલીઓ કે અવરોધો દૂર થઈ શકે છે. સ્વતંત્ર વ્યવસાય કરનારાઓ માટે આ સમય સકારાત્મક છે.
રિલેશનશિપ ટિપ : કોઈ મહત્ત્વપૂર્ણ સંબંધમાં ખોટી વાત કહેવાથી બિનજરૂરી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવો જોઈએ.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જે લોકો સ્વાસ્થ્ય-સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમણે દવા લેવાની સાથે-સાથે જીવનશૈલીમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.
રિલેશનશિપ ટિપ : મિત્રની સલાહ વિચારવા જેવી હોઈ શકે, પરંતુ તમારે પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે સાવચેત ન રહો તો કોઈ પણ દલીલ બેકાબૂ બની શકે છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

સમજી-વિચારીને જ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લો. પ્રૉપર્ટીના મામલાઓ માટે આ એક સકારાત્મક સમય છે, પરંતુ તમારે ખાતરી કરવી જોઈએ કે તમામ દસ્તાવેજ યોગ્ય રીતે કરવામાં આવ્યા છે.
રિલેશનશિપ ટિપ : જો તમને લાગતું હોય કે કોઈ વ્યક્તિ ખૂબ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ અથવા ચાલાકી કરે છે તો તમારા મનની વાત કહો. કઠોરને બદલે પ્રામાણિક તેમ જ રાજદ્વારી બનો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારા બૉસ અથવા કોઈ મહત્ત્વપૂર્ણ ગ્રાહક સાથેની બેઠકો કે ચર્ચાઓ માટે અગાઉથી તૈયારી કરવી અત્યંત આવશ્યક છે. મિલકતને લગતી બાબતો માટે આ સમય સકારાત્મક છે.
રિલેશનશિપ ટિપ : જે લોકો બ્રેક-અપ અથવા છૂટાછેડાના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તેમણે પરિપક્વતા બતાવવાની જરૂર છે. કોઈ પણ તનાવપૂર્ણ પરિસ્થિતિમાં બોલતાં પહેલાં વિચાર કરો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

કોઈ પણ જટિલ પરિસ્થિતિને સંભાળવા માટે ફોકસ ધરાવતો અભિગમ જાળવી રાખો. જેઓ મોટી ટીમ સાથે કામ કરે છે તેમના માટે આ સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : મેસેજ અને ફોનકૉલ્સનો ઝડપથી અને પ્રામાણિકપણે જવાબ આપો. જો કોઈ મિત્રની સલાહ અર્થપૂર્ણ હોય તો એ ધ્યાનમાં લેવાયોગ્ય હોઈ શકે છે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

લાંબા ગાળાનાં પરિણામોને ધ્યાનમાં રાખીને સમજી-વિચારીને નિર્ણયો લો. રોકાણોમાં વારંવાર ફેરફાર કરવાનું ટાળો અને સુરક્ષિત વિકલ્પો પસંદ કરો.
રિલેશનશિપ ટિપ : જેનો ઉકેલ ન હોય એવી પરિસ્થિતિ પાછળ પડવાને બદલે સ્થિરતા પર ધ્યાન આપો. જેઓ પરંપરાગત સંબંધમાં છે તેમણે કોઈ પણ ફેરફાર ધીમી ગતિએ કરવા જોઈએ.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારા વ્યક્તિત્વનું તેજ ઝળકવા દો. તમારી જાતને સીમિત કે ગૌણ ન બનાવો. કોઈને અણગમો થઈ શકે. અમુક પરિસ્થિતિમાં બુદ્ધિપૂર્વક અને સંવેદનાપૂર્ણ પ્રતિભાવની જરૂર પડી શકે છે.
રિલેશનશિપ ટિપ : તમે જેની સાથે સહમત હો અથવા ન પણ હો છતાં એવા કોઈ મિત્રનો દૃષ્ટિકોણ રસપ્રદ હોઈ શકે છે. અન્ય લોકો પર કન્ટ્રોલ રાખવાની વૃત્તિ છોડી દો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ નવા વિચારમાં ક્ષમતા હોય છે, ભલે એમાં ફેરફાર કરવાની જરૂર પડે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો કારણ કે અકસ્માત થવાની શક્યતા રહેલી છે, ભલે એમાં તમારી ભૂલ ન હોય.
રિલેશનશિપ ટિપ : લાંબા અંતરના સંબંધો કે લગ્નજીવનમાં રહેલા લોકો કદાચ હવે સાથે રહેવાનો નિર્ણય કરી શકે છે. જેઓ સિંગલ છે તેમને ફ્રેન્ડસર્કલમાં કોઈ નવી વ્યક્તિ મળી શકે છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કોઈ પરિસ્થિતિમાં કદાચ નવા અભિગમની જરૂર પડી શકે છે. એને ભૂતકાળની જેમ સંભાળવાની રીત કદાચ બહુ અસરકારક ન પણ નીવડે. જે બાબતોનું હવે કોઈ મૂલ્ય નથી એને જતી કરો.
રિલેશનશિપ ટિપ : જો સંબંધને અન્ય લોકોથી છુપાવી રાખવો પડતો હોય તો ખૂબ સાવચેત રહો, કારણ કે કોઈને એની જાણ થઈ શકે છે. આવેશમાં પગલું ભરતા પહેલાં વિચારજો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને મળતી તકોનો શ્રેષ્ઠ લાભ ઉઠાવો. અતિરેક કરવાને બદલે સંતુલિત જીવનશૈલી જાળવો.
રિલેશનશિપ ટિપ : જેઓ લગ્નજીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેમણે પોતે ઇચ્છે છે એ બાબતે સ્પષ્ટ રહેવું જોઈએ. સિંગલ્સ સ્વતંત્ર રહેવાનો આનંદ માણવાનું પસંદ કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 09:13 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK