Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જહાજ પરથી પરિવારને વિડિયો-કૉલ કર્યાના અડધા જ કલાકમાં મિસાઇલ હુમલામાં ઉત્તર પ્રદેશના યુવાનનું મોત

જહાજ પરથી પરિવારને વિડિયો-કૉલ કર્યાના અડધા જ કલાકમાં મિસાઇલ હુમલામાં ઉત્તર પ્રદેશના યુવાનનું મોત

Published : 27 September, 2026 09:39 AM | Modified : 27 September, 2026 09:39 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મર્ચન્ટ નેવીની પહેલી નોકરીમાં જોડાયેલા બાવીસ વર્ષના સૂરજ યાદવે સપનાં પૂરાં થાય એ પહેલાં જ જીવ ગુમાવ્યો

જહાજ પર થયેલો હુમલો

જહાજ પર થયેલો હુમલો


ઉત્તર પ્રદેશના દેવરિયાના બાવીસ વર્ષના સૂરજ યાદવ માટે બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. બપોરે એક વાગ્યે તેણે ભારે ઉત્સાહથી પરિવારને વિડિયો-કૉલ કર્યો હતો. તેણે પહેલી જ વાર પોતાનું મોટું જહાજ, સૂવાની જગ્યા અને જમવાનું બતાવ્યું હતું. આખો પરિવાર અને પાડોશીઓ ખુશીથી આ વિડિયો-કૉલ જોઈ રહ્યા હતા, પરંતુ અડધી જ કલાક બાદ ૧.૩૦ વાગ્યે ઓમાનના દરિયામાં તેમના જહાજ પર અચાનક મિસાઇલ હુમલો થયો અને સૂરજનું કમકમાટીભર્યું મોત થયું હતું.

જહાજ પર મિસાઇલ આવતી જોઈને અલર્ટ મળતાં જ અન્ય ક્રૂ-મેમ્બરો દરિયામાં કૂદી પડ્યા હતા, પરંતુ બ્લાસ્ટમાં જહાજનો મોટો ટુકડો ઊછળીને સૂરજના માથામાં વાગ્યો અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. સૂરજ તેના ગામનો પહેલો યુવાન હતો જે મર્ચન્ટ નેવીમાં ગયો હતો. તે ગત ૧૯ ઑગસ્ટે જ પહેલી નોકરી પર જહાજમાં જોડાયો હતો અને આ જહાજ સુરત આવી રહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે માહિતી આપી હતી કે જહાજ પરના અન્ય ૧૯ ભારતીયોનો આબાદ બચાવ થયો છે અને તેઓ સુરક્ષિત છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 09:39 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK