ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
કંઈક નવું શીખવાની દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, ભલે એ ખૂબ ઉપયોગી ન લાગે. જો તમે સુસંગત રહેશો તો આદતોમાં નાના ફેરફારો તમારા સ્વાસ્થ્ય અને ઊર્જાના સ્તરમાં મોટો સુધારો લાવશે. વિદેશ જવા માગતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે. તમારા પર વિશ્વાસ રાખો.
લિયોની
શૅડો સાઇડ
લિયો રાશિના જાતકો ખૂબ જ સ્પર્ધાત્મક હોઈ શકે છે અને તેમને હંમેશાં શ્રેષ્ઠ અથવા નેતા બનવું ગમે છે. તેઓ એટલા ગર્વથી ભરેલા હોઈ શકે છે કે તેઓ ભૂલ ક્યારે કરી રહ્યા છે એ જોઈ શકતા નથી અને તેમનું વર્તન બદલી શકતા નથી. આ રાશિના જાતકોને સતત વૅલિડેશનની પણ જરૂર પડી શકે છે અને તેમની સાથે અસંમત કોઈ પણ વ્યક્તિને સંભાળવામાં મુશ્કેલી પડી શકે છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
કોઈ પણ પરિસ્થિતિ જ્યાં તમારા પર પ્રતિબંધ મૂકવામાં આવે એને શ્રેષ્ઠ રીતે સંભાળો. પરિવાર અને મિત્રો સાથે તમારો સંદેશવ્યવહાર સ્પષ્ટ અને પ્રામાણિક રાખો.
કરીઅર ટિપ : મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે ઉપલબ્ધ બધાં સંસાધનોનો ઉપયોગ કરો. ભલે સ્રોત માન્ય હોય તો પણ માહિતી અને ડેટાનો ઉપયોગ કરતાં પહેલાં એની ચકાસણી કરો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
જો તમને કોઈ કૌટુંબિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો સ્પષ્ટ વાતચીત મહત્ત્વપૂર્ણ છે. ભૂતકાળની કોઈ પણ સમસ્યાને છોડી દો જે તમને તમારું શ્રેષ્ઠ જીવન જીવતાં અટકાવી રહી છે.
કરીઅર ટિપ : કોઈ પણ સહકર્મચારી જેવો દેખાય છે એવો ન પણ હોય. તમારે તે વ્યક્તિથી થોડા સાવચેત રહેવાની જરૂર છે. ઘરેથી કામ કરતા લોકો માટે આ સકારાત્મક સમય છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જો તમે કોઈ ફેરફાર કરવા માગતા હો તો વ્યક્તિગત ધ્યેય વિશે સ્પષ્ટતા જરૂરી રહેશે. જે વસ્તુનો તમે ઉપયોગ કરતા નથી એના પર બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો.
કરીઅર ટિપ : સંદેશા અને ઈ-મેઇલ્સ પ્રત્યે સચેત રહો અને કંપનીના પ્રોટોકૉલનું પાલન કરો. આંતરરાષ્ટ્રીય ગ્રાહકો ધરાવતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારા કમ્ફર્ટ ઝોનથી થોડું આગળ વધવામાં ડરશો નહીં. જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરો છો તો આ નાણાકીય બાબતો માટે સકારાત્મક સમય છે.
કરીઅર ટિપ : કામ પર કોઈ પડકારનો સામનો કરો છો તો આઉટ ઑફ બૉક્સ વિચારસરણીમાં ફેરફાર કરવાની જરૂર છે. વાટાઘાટો અને કરાર પર હસ્તાક્ષર કરવા માટે આ સકારાત્મક સમય છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
ઉપરછલ્લી બાબતોના આધારે આવેગજન્ય નિર્ણયો લેવાથી પરિસ્થિતિ બિનજરૂરી રીતે જટિલ બની શકે છે. પરિવારના કોઈ વડીલને થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
કરીઅર ટિપ : એક નાના પ્રોજેક્ટમાં તમારા વિચારો કરતાં વધુ સંભાવના હોઈ શકે છે. એના વિશે સ્પષ્ટ થયા વિના ઑફિસના રાજકારણ અને ડ્રામાથી દૂર રહો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
ભલે તમે કોઈ બાબતમાં સાચા હો તો પણ બોલતાં પહેલાં વિચારો. પૈસા ખૂબ જ કાળજીપૂર્વક સંભાળો, ભલે તમારી પાસે સારાએવા પૈસા હોય.
કરીઅર ટિપ : કોઈ પણ પડકારજનક પ્રોજેક્ટને હૅન્ડલ કરવા માટે ટેક્નૉલૉજી અથવા વિદેશનો વિચાર ઉપયોગી થઈ શકે છે. ધ્યાન આપવાની જરૂર હોય એવા કાર્યમાં ઉતાવળ ન કરો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જો તમને લાગે કે કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ બિલકુલ એવી નથી જેવી લાગે છે તો તમારી અંતઃ પ્રેરણાને સાંભળો. નાણાકીય અથવા વારસાગત બાબતોને વ્યવસ્થિત રીતે સંભાળો.
કરીઅર ટીપ : સાથીદારો સાથે ગૉસિપ કરવાનું ટાળો, ભલે એ મોટા ભાગે હાનિકારક ન હોય. ખાસ કરીને નાનાં કાર્યોમાં તમારા ટાઇમ મૅનેજમેન્ટ પ્રત્યે ખૂબ ધ્યાન રાખો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો શાંતિથી અને તર્કસંગત રીતે સામનો કરો. જટિલ રોકાણો કરવાનું ટાળો અથવા એવી લોન લેવાનું ટાળો જે તમે ચૂકવી શકશો નહીં.
કરીઅર ટિપ : જો તમે ડેટા અથવા કોઈ માહિતી બાબતે કામ કરી રહ્યા હો તો તમે જરૂર હોય તો મદદ માટે પૂછી શકો છો. કામ પર કોઈ પણ ભાવનાત્મક ગૂંચવણમાં પડવાનું ટાળો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ પણ લાંબા ગાળાની યોજનાઓ માટે ધીરજ અને આગળ વિચારવાની ક્ષમતાની જરૂર હોય છે. આવેગજન્ય નાણાકીય નિર્ણયો લેવાનું ટાળો જેના પર તમને પસ્તાવો થઈ શકે.
કરીઅર ટિપ : એક પડકાર ખરેખર શીખવાની અને વિકાસ કરવાની તક હોય છે. નવા ગ્રાહકો શોધી રહ્યા છો ત્યારે તમારા પ્રોફેશનલ નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
વધારે પડતું લોકોને મળવાનું અથવા મિત્રોથી પોતાને અલગ રાખવાની ચરમસીમા પર જવાનું ટાળો. તમારી પાસે આવતી તકોનો મહત્તમ ઉપયોગ કરો.
કરીઅર ટીપ : કોઈ પણ મહત્ત્વપૂર્ણ મીટિંગમાં જતાં પહેલાં જરૂરી માહિતી મેળવો. જેના પર તમે વિશ્વાસ ન કરી શકો એવા સહકર્મીઓથી દૂર રહો અને કોઈ પણ નવા વિચારો તમારી પાસે રાખો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
જો તમને લાગે કે તમે ફસાઈ ગયા છો તો દૃષ્ટિકોણમાં ફેરફાર કરવાની જરૂર છે. દરવાજો ખોલવા અથવા વૃદ્ધ વ્યક્તિની બૅગ ઉપાડવા જેવાં લોકોને ઉપયોગી કામ કરો.
કરીઅર ટિપ : પ્રોજેક્ટને આગળ વધારવા જરૂરી કોઈ પણ માહિતી મેળવવા માટે તમારે ખૂબ જ ઝડપથી કામ કરવું પડી શકે છે. સાથીદારો સાથે વ્યાવસાયિક સમીકરણ જાળવો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
આ સમય એવી આદતથી છુટકારો મેળવવાનો છે જે તમને ખબર છે કે તમારા માટે સારી નથી. કોઈ પણ કૌટુંબિક નાણાકીય અને રોકાણોને થોડી વધુ કાળજી સાથે સંભાળો.
કરીઅર ટિપ : હાલમાં એક પડકાર જેવું લાગે તો પણ તમે વિચારો કે તમારી કારકિર્દીને આગળ કેવી રીતે વધારી શકો છો. બિનજરૂરી વસ્તુઓ પર સમય બગાડવાનો પ્રયાસ ન કરો.
