FDAના કમિશનરે સ્પષ્ટતા કરી કે મેં એમ કહ્યું હતું કે હું આ સાવજી ફૂડ ખાઉં તો એક મહિનામાં બીમાર પડું અને મારે હૉસ્પિટલમાં જવું પડે
તુકારામ મુંઢે
વિદર્ભના સાવજી મટન વિશે કરેલી કમેન્ટને લઈને રાજ્ય સરકારે ગુરુવારે પહેલી પબ્લિક વૉર્નિંગ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેને મોકલી હતી. રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળેએ તુકારામ મુંઢેનું નામ ન લેતાં સરકારી અધિકારીઓને કહ્યું હતું કે આખા બિઝનેસ સેક્ટરને અસર થાય એવી જનરલ કમેન્ટ કરવાનું ટાળો. તેમણે કહ્યું હતું કે ‘સાવજી
ફૂડ-ઇન્ડસ્ટ્રી વિદર્ભનું ગૌરવ છે અને હજારો પરિવારોને રોજગાર પૂરો પાડે છે. સાવજી ખાવાનું અને મસાલા બનાવવાની ખાસ પરંપરાગત પદ્ધતિ છે. આજે સાવજી વાનગીઓની ડિમાન્ડ ઘણાબધા દેશોમાં છે. આખી ઇન્ડસ્ટ્રી માટે આવી જનરલ અને નેગેટિવ રિમાર્ક આપવી એ અનુચિત છે. અધિકારીઓ કોઈ રેસ્ટોરાં ભેળસેળિયું કે પછી અનસેફ ફૂડ પીરસતી હોય તો એની સામે કાયદાકીય પગલાં લે એમાં કશું ખોટું નથી, પણ આખા સાવજી બિઝનેસને ટાર્ગેટ કરવો એ ખોટું છે.’
તુકારામ મુંઢેએ આ વિશે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે મેં એ કમેન્ટ ફક્ત મારા પર્સનલ પ્રેફરન્સ સંદર્ભે કરી હતી, નહીં કે સાવજી મટનને બદનામ કરવા. એક પબ્લિક ઇવેન્ટમાં તુકારામ મુંઢેએ કહ્યું હતું કે હું સાવજી ફૂડ ખાઉં તો એક મહિનામાં બીમાર પડું અને મારે હૉસ્પિટલમાં જવું પડે.
ADVERTISEMENT
એ ઘટના વિશે જણાવતાં તુકારામ મુંઢેએ કહ્યું હતું કે ‘મારો એક મિત્ર સાવજી મટન લઈને આવ્યો હતો. એ જોઈને મને લાગ્યું કે હું એ ખાઈ નહીં શકું. મારા મિત્રએ કહ્યું કે એ લાલ દેખાય છે, પણ એટલું તીખું નથી. મેં એમાંથી એક જ બાઇટ લીધી અને પછી મૂકી દીધું. મને એ બહુ જ તીખું અને ઑઇલી લાગ્યું. આમ ફક્ત હું એ તીખું-તમતમતું ન ખાઈ શકું એવી કમેન્ટ કરી હતી. મેં એ ભોજન કે ઇન્ડસ્ટ્રી પર કમેન્ટ કરી નહોતી.’
