સ્પિરિચ્યુઅલ અને ધાર્મિક આસ્થાના પ્રતિનિધિ સમાન કેતુ ગ્રહ સમય પહેલાં પોતાનું કાર્ય શરૂ ન કરે એ જોવાની જવાબદારી માબાપની છે. કેતુના કારણે જ નાની ઉંમરે સંન્યાસ લેવાનો ભાવ મનમાં જન્મી શકે છે
શુક્ર-શનિ
પ્રતીકાત્મક તસવીર
સંન્યાસ ખરાબ કે ખોટો નથી પણ અયોગ્ય સમયે લેવામાં આવતો સંન્યાસ ગેરવ્યાજબી પુરવાર થઈ શકે છે. આપણે ત્યાં અગાઉના સમયમાં અનેક ઋષિઓએ નાની ઉંમરના સંન્યાસને પાપ ગણાવ્યો છે. આ આખી વાતને જો વાસ્તવવાદી બનીને વિચારો તો એ સાચી પણ લાગે. રાષ્ટ્રહિત માટે કામ કરવાનું હોય, પારિવારિક ભાવનાઓ સાથે કામ કરવાનું હોય એવા સમયે સંસાર ત્યજીને ભગવાં કે શ્વેત વસ્ત્રો ધારણ કરે એ વાજબી નથી. ઋષિઓ પહેલાંના સમયમાં અમુક ચોક્કસ સમય સુધી શિષ્યને સાથે રાખતા, પણ તેને સંન્યાસ આપતા નહીં. એની પાછળનું કારણ એ જ કે રાષ્ટ્રએ જે આપ્યું છે, સમાજ અને પરિવારે જે આપ્યું છે એનું વળતર ચૂકવીને જ કેતુચીંધ્યા માર્ગે આગળ વધવું જોઈએ.