Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સિંહ (મ, ટ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

સિંહ (મ, ટ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

Published : 21 October, 2025 01:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિક્રમ સંવત ૨૦૮૨ મેષ સિંહ (મ, ટ)નું કેવું જશે એ વાંચો અહીં

સિંહ

સિંહ


સિંહ (મ, ટ)

अचलकाननयानमनोरथं गृहकलिं च गलोदरपीडनम् 
द्विजपतिर्मृगराजगतो नृणां वितनुते तनुतेजषाम



સિંહ રાશિગત ચંદ્રમાં જન્મ હોય તો તે જાતક વન-પહાડમાં વિહાર કરનારો, ઘરમાં કજિયા- કંકાસ કરનારો, કંઠ તેમ જ ઉદર (પેટ)ના રોગવાળો અને શરીરના તેજ (કાન્તિ) વગરનો હોય છે.
સિંહ જાતકો માટે આ શ્લોક  वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपि બહુ બંધબેસતો છે કે સિંહ જાતકો બહારથી વજ્ર જેવા કઠોર હોય છે, પરંતુ અંદરથી તેમનું હૃદય ફૂલ જેવું કોમળ હોય છે.


નૂતન વર્ષની પહેલી પરોઢની આપને ખૂબ જ શુભેચ્છા. આ વિક્રમ સંવતનું વર્ષ આપના માટે ખૂબ જ મંગલકારી રહે એવી પ્રાર્થના. આ વર્ષ તમને આશ્ચર્યચકિત કરી શકે છે અને એક અનોખું વર્ષ સાબિત થશે. એક કાર્યલક્ષી અને ધ્યેયલક્ષી વર્ષ તમારી રાહ જોઈ રહ્યું છે. તમે તમારાં સપનાંઓનો પીછો કરશો, તમારાં લક્ષ્યોને પ્રાપ્ત કરશો તેમ જ તમે જે કંઈ માટે પ્રયત્નશીલ હતા એ બધું પ્રાપ્ત કરશો. તમે ભૂતકાળમાં શીખેલું તેમ જ તમારા વિચારો અને વ્યૂહરચનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકો છો. સાધનોની તમારી કાર્યક્ષમતા અને સમજ તમને નવું કૌશલ્ય વિકસાવવામાં અને તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવામાં મદદ કરી શકે છે. સિંહ રાશિના જાતકો માટે આ વર્ષમાં તકો ગુમાવવાની ઉચ્ચ સંભાવના છે. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં બે વાર વિચારવું. તમે જે પણ કાર્ય કરી રહ્યા છો એના પર ધ્યાન આપવું. કોઈ અન્ય તમારા કામ પર બિનજરૂરી ટીકા-ટિપ્પણી કરે તો એના પર બહુ ધ્યાન આપવું નહીં. ખાસ કરીને વર્ષના પહેલા બે મહિના દરમ્યાન તમે અન્ય લોકોના મામલામાં દખલ ન કરો તો તમારા માટે વધુ સારું રહેશે, કારણ કે આમ કરવાથી તમે બિનજરૂરી મુશ્કેલીઓને આમંત્રણ આપશો અને પાછળથી પસ્તાશો. પોતાને મનાવવાનો પ્રયાસ કરવાને બદલે તમારાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તમે જે પ્રાપ્ત કરવા ઇચ્છો છો એના પ્રત્યે તમારા સંકલ્પમાં મક્કમ રહેવું. શરૂઆતના થોડા મહિનાઓ પછી પરિસ્થિતિ અનુકૂળ બનશે અને તમારી ઇચ્છાઓ પૂરી થવા લાગશે. આધ્યાત્મિક કાર્યમાંથી આવક મેળવવાની સારી શક્યતાઓ રહેશે અને તમે આધ્યાત્મિક કાર્ય શરૂ કરી શકો છો. દિલના પારસ્પરિક સંબંધોમાં સાવચેત રહેવું, કારણ કે એક કરતાં વધુ વખત પ્રેમમાં પડવું નુકસાનકારક રહી શકે છે. પરિવારથી અંતરને તમારા પર હાવી ન થવા દેવું અને પરિવારના સભ્યો સાથે બેસીને તેમની વાત સાંભળવા માટે સમય કાઢવો. તમારી ક્ષમતા વિશે બડાઈ મારવાને બદલે પોતાની જાતને સાબિત કરવાનો પ્રયાસ કરવો. નોકરી માટે વિદેશ જવું ફાયદાકારક રહી શકે છે. જોકે મુસાફરીમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને તમે કોઈ મોટી બીમારીનો ભોગ બની શકો છો. આ વર્ષે ધાર્મિક નિયમોનું પાલન કરવું. અન્યથા સમાજ કોઈ પણ પ્રકારે તમને નાસ્તિક કહીને અથવા અન્ય પ્રકારે નિશાન બનાવવાનો પ્રયાસ કરશે. તમારી સંપત્તિનો અમુક ભાગ દાનમાં આપવો. આમ કરવાથી તમને આધ્યાત્મિક સુખ મળશે.

પ્રણય અને સંબંધો


તમારા પ્રિય, ભાઈ-બહેનો, માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને પરિવારની મહિલાઓ પ્રત્યે તમારો પ્રેમ અને કાળજી વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. તેમનું સ્વાસ્થ્ય તમને આખા વર્ષ દરમ્યાન વ્યથિત કરી શકે છે. તે લોકો તમારી પાસેથી વધુ સહકારની અપેક્ષા રાખશે. આ વર્ષે તમારું બ્રેકઅપ થઈ શકે છે. તેથી તમારા દિલને કાબૂમાં રાખો અને તમારા સંબંધો કાળજીપૂર્વક પસંદ કરો. આ વર્ષ સંબંધો વિકસાવવાનું નથી પરંતુ તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ફક્ત તમારા હાથમાં જે છે એને પકડી રાખો અને હાલના સંબંધોને વધુ સારા બનાવવાના પ્રયાસો ચાલુ રાખો. આના કરતાં કોઈક વધું સારું આવશે એમ માનીને સંબંધનો અંત લાવવો તમને નિરાશ કરી શકે છે. જોકે પ્રેમ સંબંધિત તમારા અનુભવો અસાધારણ હશે અને તમારા પ્રિય પણ તમારા પ્રયત્નોની પ્રશંસા કરી શકે છે.

નાણાકીય બાબતો

તમે આખા વર્ષ દરમ્યાન સરળતાથી નાણાં કમાઈ શકશો અને થોડાં વધારાનાં નાણાં કમાવાનો પ્રયાસ કરશો. સિંહ રાશિ માટે વર્ષની શરૂઆતમાં તમે તમારા પરિવારમાં કોઈ ઉજવણી માટે અથવા તમારાં બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વધારાનાં નાણાં ખર્ચી શકો છો. આમ કરવાથી તમને ખૂબ ખુશી થશે. તેથી ઘણી વાર સમજાવ્યા પછી પણ તમે ખર્ચ કરવા માટે સંમત થશો. જોકે સારી વાત એ છે કે આ ખર્ચ તમને ખુશ કરશે. મેથી જૂન સુધીમાં તમારી પાસે નાણાં આવશે અને આ સમયમાં આવનારાં નાણાંનું સારું રોકાણ કરીને તમે ભવિષ્યમાં એને અનેકગણું વધારી શકો છો. બિનજરૂરી મુસાફરી તમારા ખર્ચમાં વધારો કરશે. સાસરિયાં સાથે નાણાંની આપ-લે કરવાનું ટાળવું. અન્યથા નાણાકીય નુકસાન માટે તૈયાર રહેવું. એક કરતાં વધુ સ્રોતોમાંથી આવક તમને ખુશ કરશે.

નોકરી અને વ્યવસાય

વાર્ષિક ફળકથન અનુસાર વર્ષના શરૂઆતના મહિનાઓ તમારા માટે સારા રહેશે અને માર્ચ મહિનો પ્રમોશનના સમાચાર લાવી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ થશે અથવા વિસ્તરણની કોઈ યોજના બની શકે છે જેનો તમે ભાગ હશો. જો તમે સરકાર તરફથી કેટલાક લાભની અપેક્ષા રાખતા હો તો પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ લાગે છે. સત્તાના પદ પર બઢતી મળવાની પણ શક્યતા છે. વ્યવસાયમાં શરૂઆતના થોડા મહિના મુશ્કેલીભર્યા હોઈ શકે છે. તમારા ભાગીદાર તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ વર્ષે તમારા મિત્રો અથવા ભાગીદારો સાથે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરશો નહીં, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. ધીમે-ધીમે અને સાવધાનીથી પગલાં લેવાં. વર્ષના છેલ્લા મહિનામાં તમને સફળતા મળશે.

અભ્યાસ

ઘણી સમસ્યાઓ એકસાથે ક્યારેક એટલી મોટી થઈ જાય છે કે તમે એનો સામનો કરી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તમારે ભગવાનનો આશ્રય લેવો જોઈએ અને પૃથ્વી પર ભગવાન ફક્ત માતા-પિતા અને ગુરુના રૂપમાં જ જોવા મળે છે. તેથી વિદ્યાર્થીઓએ આ વર્ષે તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ જવું જોઈએ. અભ્યાસ સંબંધિત જે પણ કાર્ય તમે સમજી શકતા નથી એને તમારા ગુરુ પાસેથી સમજવાનો પ્રયાસ કરો. સાથે જ તમે માતા-પિતા પાસેથી મદદ પણ માગી શકો છો. આમ કરવાથી તમને તેમના આશીર્વાદ તો મળશે જ, સાથે-સાથે શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરવાથી કોઈ તમને રોકી શકશે નહીં. તમારી પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં. ઉચ્ચ શિક્ષણ મેળવવું તમારા માટે સરળ રહેશે નહીં. તેથી તમારા તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવી.

સ્વાસ્થ્ય

આ વર્ષે બાળકોનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. હકીકતમાં તમારા પરિવારની બધી મહિલાઓને આ વર્ષે થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે. નિયમિત ચેકઅપ કરાવવાનો પ્રયાસ કરવો અને નિવારક આરોગ્ય-સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ વર્ષ સ્વાસ્થ્યની દૃષ્ટિએ મધ્યમ ફળદાયી છે. જોકે તમે સ્વસ્થ દિનચર્યા અને આહાર પર ધ્યાન કેન્દ્રિત કરશો તો ગંભીર બીમારીનું જોખમ ટાળી શકો છો. આ બે બાબતો તમારા માટે આ વર્ષે મૂળભૂત મંત્ર તરીકે કામ કરી શકે છે. તમારી દિનચર્યામાં સુધારો કરવાનો પ્રયાસ કરવો, તમારા દૈનિક આહાર અને ભોજનના સમયને નિયંત્રિત કરવો અને સારા ખોરાક અને પીણાંનું સેવન કરવું.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK