આ બધામાં પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ જોવાનું રહી જાય છે. Self Connection માટે બહારની દુનિયા છોડવાની જરૂર નથી
- પૂ. ધીરજમુનિ મ.સા.
પર્વાધિરાજ પર્યુષણ પર્વને સફળ બનાવવા માટે બજારમાં જીવવું છે તો બુદ્ધિપ્રધાન બનો, ઘરમાં જીવવું છે તો લાગણીપ્રધાન બનો, ધર્મક્ષેત્રમાં જીવવું છે તો નમ્રતાપ્રધાન બનો.
Selfie વધી, Self ઘટ્યો!
આજના કાળનું એક રસપ્રદ વિરોધાભાસ છે. માનવી પાસે પોતાના હજારો ફોટોગ્રાફ છે, પોતાના ચહેરાનો કયો ઍન્ગલ સારો લાગે છે એની ખબર છે. કયું ફિલ્ટર સારું લાગે, કયું Profile Picture રાખવું, લોકો આપણને કેવી રીતે જુએ એની સતત ચિંતા છે!
અર્થાત્ Selfie સાથે Connection ખૂબ વધી ગયું પરંતુ Self સાથે connection ઘટતું ગયું. બહારનો Mirror આપણો ચહેરો બતાવે છે, ધર્મનો Mirror આપણું અંતર બતાવે છે.
પર્યુષણ એ આ Inner Mirror સામે ઊભા રહેવાનો અવસર છે.
Image અને Identity
જીવનનો ઘણો મોટો ભાગ Image Managementમાં પસાર થાય છે. સમાજમાં મારી Image કેવી છે, લોકો મારા વિશે શું માને છે, મારી પ્રશંસા થાય છે કે નહીં, મારી વાતનું કેટલું વજન પડે છે. ધીમે-ધીમે માણસ પોતાની Actual Identity કરતાં પોતાની Projected Image સાથે વધુ Connected થઈ જાય છે; પરંતુ Image બીજાના મનમાં બેસે છે, Identity પોતાની ભીતર શોધાય છે.
Imageને Applause જોઈએ.
Selfને Awareness જોઈએ.
Image comparisonથી જીવે છે.
Self Observationથી પ્રગટે છે.
Image બહારથી સુંદર બનાવવી પડે છે.
Self ઉપરનાં આવરણો દૂર કરતાં એનું સ્વરૂપ પ્રગટ થાય છે.
પર્યુષણ માત્ર Image સુધારવાનો ઉત્સવ નથી.
પર્યુષણ Identity ઓળખવાનો અવસર છે.
સ્વની સાથે રહેવું અને સ્વની સાથે જોડાવું - બન્ને અલગ છે.
માણસ ૨૪ કલાક પોતાના શરીર સાથે જ હોય છે છતાં તે Self connected હોય એવું જરૂરી નથી. ઘરમાં રહેવું એટલે ઘરના દરેક સભ્ય સાથે આત્મીયતા હોય એવું નથી.
આખો દિવસ ઉપયોગ બહાર દોડતો રહે છે. કોઈએ શું કહ્યું... કોણે માન આપ્યું... કોણે અવગણના કરી... બીજા પાસે શું છે... મારી પાસે શું નથી!
આ બધામાં પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ જોવાનું રહી જાય છે. Self Connection માટે બહારની દુનિયા છોડવાની જરૂર નથી. માત્ર ઉપયોગ-સમજની દિશા બદલવાની જરૂર છે.
જીવનનો ફ્યુઝ ઊડી જાય એ પહેલાં યુઝ કરી લો.
- પૂ. ધીરજમુનિ મ.સા.
