Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જેલમાં કેદ પોતાના જૂના સાથી ઇમરાન ખાનના સ્વાસ્થ્ય વિશે વસીમ અકરમે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે...

જેલમાં કેદ પોતાના જૂના સાથી ઇમરાન ખાનના સ્વાસ્થ્ય વિશે વસીમ અકરમે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે...

Published : 10 September, 2026 01:06 PM | IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકીય રીતે ઇમરાન ખાન સાથે જે થઈ રહ્યું છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ, મને તેની ખૂબ યાદ આવે છે

વસીમ અકરમ અને ઇમરાન ખાન

વસીમ અકરમ અને ઇમરાન ખાન


ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કૅપ્ટન અને નજીકના મિત્ર ઇમરાન ખાનના સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરતા અગ્રણી ક્રિકેટરોમાં જોડાયો છે. ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા પછી પાકિસ્તાનનો ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ૨૦૨૩થી જેલમાં છે.
વસીમ અકરમ કહે છે, ‘મેં ત્રણ વર્ષમાં તેમની સાથે વાત કરી નથી. રાજકીય રીતે ઇમરાન ખાન સાથે જે થઈ રહ્યું છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અદાલત તો અદાલત છે, પરંતુ જ્યાં સુધી તેના સ્વાસ્થ્યનો સવાલ છે ત્યાં કોઈ સમાધાન થઈ શકે નહીં. હું દિલથી બોલી રહ્યો છું કારણ કે હું તેના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છું. આપણે તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. અમને ખબર નથી કે શું થઈ રહ્યું છે. સરકાર કહે છે કે તેનું સ્વાસ્થ્ય સારું છે, પણ હું ચિંતિત છું. મને તેની ખૂબ યાદ આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 01:06 PM IST | Karachi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK