Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ૧૯૬૦ના દાયકાના બગ આઇ સનગ્લાસિસ ફરી આવ્યા ટ્રેન્ડમાં

૧૯૬૦ના દાયકાના બગ આઇ સનગ્લાસિસ ફરી આવ્યા ટ્રેન્ડમાં

Published : 20 April, 2026 02:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વખતે ૧૯૬૦ના દાયકાનાં સુપરહિટ આઇવેઅર ફરી એક વાર ટ્રેન્ડમાં આવ્યાં છે

તાજેતરમાં ઍક્ટ્રેસ તમન્ના ભાટિયા બગ આઇ ફ્રેમમાં જોવા મળી હતી

તાજેતરમાં ઍક્ટ્રેસ તમન્ના ભાટિયા બગ આઇ ફ્રેમમાં જોવા મળી હતી


ફૅશનનું ચક્ર ગોળ ફરે છે અને આ વખતે ૧૯૬૦ના દાયકાનાં સુપરહિટ આઇવેઅર ફરી એક વાર ટ્રેન્ડમાં આવ્યાં છે. તાજેતરમાં ઍક્ટ્રેસ તમન્ના ભાટિયા બગ આઇ ફ્રેમમાં જોવા મળી હતી. ઉનાળાની ગરમીમાં સ્ટાઇલ અને પ્રોટેક્શનનું પર્ફેક્ટ કૉમ્બિનેશન ગણાતા આ સનગ્લાસિસ હવે માત્ર વિન્ટેજ રહ્યા નથી, આધુનિક ફૅશન-સ્ટેટમેન્ટ બની ગયાં છે.

બગ આઇ સનગ્લાસિસનું નામ એના વિશિષ્ટ આકાર પરથી પડ્યું છે. અંગ્રેજીમાં બગ એટલે જીવડું. માખી કે મધમાખી જેવાં જીવડાંઓની આંખો એમના માથાના પ્રમાણમાં ઘણી મોટી, ગોળ અને બહાર ઊપસેલી હોય છે. આ સનગ્લાસિસની ફ્રેમ પણ સામાન્ય ચશ્માં કરતાં ઘણી મોટી હોય છે અને એ ચહેરાના ઉપરના મોટા ભાગને કવર કરી લે છે, જે દેખાવમાં જીવડાની મોટી આંખો જેવો ભાસ કરાવે છે. તેથી ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં એને બગ આઇ સનગ્લાસિસ તરીકે ઓળખવામાં આવે છે.



બગ આઇ સનગ્લાસિસ એટલે એવાં ચશ્માં જે કદમાં મોટાં હોય અને આંખોની આસપાસના મોટા ભાગના એરિયાને કવર કરી લેતાં હોય. ૧૯૬૦ના દાયકામાં અમેરિકાનાં ફર્સ્ટ લેડી જૅકી કેનેડી જેવી આઇકૉનિક હસ્તીઓએ આ સ્ટાઇલને લોકપ્રિય બનાવી હતી. આજે તમન્ના જેવી અભિનેત્રીઓ એને ફરીથી મેઇનસ્ટ્રીમમાં લાવી રહી છે. આ ચશ્માં માત્ર ગ્લૅમરસ જ નથી દેખાતાં, એ સૂર્યનાં હાનિકારક કિરણો અને ધૂળ-ડસ્ટ સામે ચહેરાને વધુ સુરક્ષા પણ આપે છે.


કોના પર સૌથી વધુ સૂટ થશે?

જો તમારો ચહેરો ઓવલ અથવા હાર્ટ શેપનો છે તો તમે નસીબદાર છો. આ ફ્રેમ તમારા પર ખૂબ જ ક્લાસી લાગશે. જેમનો ચહેરો ચોરસ છે અને જૉ લાઇન શાર્પ છે તેમના માટે આ રાઉન્ડિશ મોટી ફ્રેમ્સ ચહેરાનાં ફીચર્સને સૉફ્ટ બનાવવાનું કામ કરે છે. જો તમારો ચહેરો નાનો હોય તો અતિશય મોટી ફ્રેમ પસંદ ન કરવી, કારણ કે એનાથી ચહેરો ચશ્માં પાછળ છુપાઈ જશે. મધ્યમ કદની ઓવરસાઇઝ્ડ ફ્રેમ તમારા માટે બેસ્ટ રહેશે.


ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખશો?

તમે જ્યારે પણ તમન્ના જેવો લુક મેળવવા માર્કેટમાં જાઓ ત્યારે માત્ર દેખાવ નહીં, ક્વૉલિટી પર પણ ધ્યાન આપો. આ ચશ્માં દેખાવમાં મોટાં હોય છે તેથી એ હળવા મટીરિયલનાં બનેલાં હોય એ જરૂરી છે. જો ફ્રેમ ભારે હશે તો એ નાક પર નિશાન પાડી શકે છે અથવા માથામાં દુખાવો કરી શકે છે. હંમેશાં ૧૦૦ ટકા UV પ્રોટેક્શનવાળા લેન્સ જ પસંદ કરો. જો તમે પહેલી વાર આ સ્ટાઇલ ટ્રાય કરી રહ્યા હો તો બ્લૅક અથવા બ્રાઉન જેવી ક્લાસિક ફ્રેમ પસંદ કરો. જો તમને એક્સપરિમેન્ટ ગમતા હોય તો પેસ્ટલ કલર્સ અથવા ટ્રાન્સપરન્ટ ફ્રેમ્સ અત્યારે ઇન-થિંગ છે. ખાતરી કરો કે ફ્રેમ તમારા ગાલને અડતી ન હોય. હસતી વખતે જો ચશ્માં ઉપર તરફ ખસતાં હોય તો સમજવું કે એ ફિટિંગમાં યોગ્ય નથી.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK