Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > વાળના સ્વાસ્થ્ય માટે વરદાન છે આફ્રિકાનું બાયોબાબ ઑઇલ

વાળના સ્વાસ્થ્ય માટે વરદાન છે આફ્રિકાનું બાયોબાબ ઑઇલ

Published : 26 February, 2026 12:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાંબા, ઘટ્ટ અને મજબૂત વાળ માટે બાયોબાબ ઑઇલ તમારા હેરકૅર રૂટીનમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. એ માત્ર એક ઉપરછલ્લી ટ્રીટમેન્ટ નથી, એ વાળને અંદરથી પોષણ આપતી એક નૅચરલ થેરપી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પ્રદૂષણયુક્ત વાતાવરણ અને કેમિકલવાળી બ્યુટી પ્રોડક્ટ્સના જમાનામાં વાળ ખરવા સામાન્ય સમસ્યા બની ગઈ છે. વાળની ટ્રીટમેન્ટ પાછળ લોકો હજારો રૂપિયા ખર્ચે છે, પણ ઘણા કેસમાં પરિણામ શૂન્ય મળે છે. પણ આફ્રિકામાં ટ્રી ઑફ લાઇફ તરીકે જાણીતું બાયોબાબ ઑઇલ બ્યુટી વર્લ્ડમાં ચર્ચામાં છે. બાયોબાબ ઑઇલ આફ્રિકાના એડોન્સોનિયા નામના વિશાળ વૃક્ષના બીજમાંથી કાઢવામાં આવે છે. આ વૃક્ષ હજારો વર્ષો સુધી અડીખમ રહી શકે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. આ જ જીવનશક્તિ એના તેલમાં પણ જોવા મળે છે, જે આપણા વાળ માટે લિક્વિડ ગોલ્ડ સમાન સાબિત થઈ રહ્યું છે.

શા માટે છે યુનિક?



મોટા ભાગે આપણે કોઈ પણ તેલ વાળ પર અપ્લાય કરીએ તો એ સપાટી પર જ રહે છે અને ચીકાશ પેદા કરે છે, પણ બાયોબાબ ઑઇલ લાઇટવેઇટ હોવાથી એ વાળના મૂળ સુધી અને વાળની અંદરના ભાગ સુધી ઊંડા ઊતરી શકે છે. એમાં ઑમેગા-3, 6 અને 9 ફૅટી ઍસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત એમાં વિટામિન A, D, E અને F પણ રહેલાં છે જે વાળના કુદરતી કેરાટિનને મજબૂત બનાવે છે. મુંબઈમાં આ તેલ વિવિધ સ્ટોર્સ અને ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર ઉપલબ્ધ હોવાથી સહેલાઈથી મળી જશે.


વાળને થાય છે ઘણા ફાયદા

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમના વાળ એક ચોક્કસ લંબાઈ પછી વધતા નથી. હકીકતમાં વાળ વધતા હોય છે, પણ નીચેથી તૂટી જતા હોવાથી લંબાઈ દેખાતી નથી. બાયોબાબ ઑઇલ વાળની ઇલૅસ્ટિસિટી વધારે છે જેથી વાળ તૂટતા નથી.


વાળની તંદુરસ્તી માટે સ્કૅલ્પ હેલ્ધી હોવું બહુ જરૂરી છે. બાયોબાબ ઑઇલ સ્કૅલ્પમાં થતા સોજા અને બળતરાને શાંત કરે છે અને બ્લડ-સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે જેથી વાળના મૂળ મજબૂત થાય છે.

આ તેલ વાળમાં રહેલા ભેજને લૉક કરવાનું કામ પણ કરે છે. નહાયા પછી ભીના વાળમાં આ તેલનાં બે-ત્રણ ટીપાં વાળમાં લગાવવામાં આવે તો નૅચરલ શાઇન આવે છે અને ફ્રિઝીનેસ પણ દૂર કરે છે.

બાયોબાબ ઑઇલને થોડું નવશેકું ગરમ કરી સ્કૅલ્પ પર ૧૦ મિનિટ માલિશ કરો અને એક કલાક પછી વાળ ધોઈ નાખવા. આ હૉટ ઑઇલ ટ્રીટમેન્ટ વાળની હેલ્થને સારી રાખશે. આ ઉપરાંત એનો ઉપયોગ પ્રી-વૉશ કન્ડિશનર તરીકે પણ કરી શકો છો. વાળ ધોવાના પોણા કલાક પહેલાં આ ઑઇલ લગાવવાથી શૅમ્પૂમાં રહેલા હાર્શ કેમિકલથી વાળને બચાવી શકાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK