Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નેક્સ્ટ વેડિંગ સીઝનનો ટ્રેન્ડ બનશે આલિયા ભટ્ટનો મોગરા પલ્લુ

નેક્સ્ટ વેડિંગ સીઝનનો ટ્રેન્ડ બનશે આલિયા ભટ્ટનો મોગરા પલ્લુ

Published : 29 April, 2026 02:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં જ આલિયા ભટ્ટે મોગરા પલ્લુ સાડી પહેરીને ટ્રેડિશનલ સાડીને મૉડર્ન ટ્‍વિસ્ટ આપ્યો હતો

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


જ્યારે પણ એમ લાગે કે હવે સાડીમાં નવું શું હોઈ શકે ત્યારે આલિયા ભટ્ટ પોતાની સ્ટાઇલથી બધાને સરપ્રાઇઝ કરી દે છે. તાજેતરમાં જ તેણે મોગરા પલ્લુ સાડી પહેરીને ટ્રેડિશનલ સાડીને મૉડર્ન ટ્‍વિસ્ટ આપ્યો હતો. અત્યારે હેવી વર્ક કરતાં ક્રીએટિવ એલિમેન્ટ્સનો જમાનો છે એ વાત આલિયાએ સાબિત કરી છે. માત્ર દેખાવમાં જ નહીં, ફીલિંગમાં પણ એકદમ ફ્રેશ એવી આ સાડી આગામી વેડિંગ સીઝનમાં દુલ્હનથી લઈને તેની સખીઓ સુધી ટ્રેન્ડમાં રહેશે એ તો પાકું છે.

મોગરા પલ્લુ ફૅશન લુકની સૌથી મોટી ખાસિયત એની મોગરા ડીટેલિંગ છે. આ સાડી પર લગાવેલા મોગરા કુદરતી ફૂલો નથી, પરંતુ કલાત્મક રીતે બનાવેલાં આર્ટિફિશ્યલ ફૂલો છે. આ ફૂલોને 3D હૅન્ડ-એમ્બ્રૉઇડરી ટેક્નિકથી બનાવવામાં આવ્યાં છે. આ મોગરા બનાવવા માટે કીમતી મોતી, ક્રિસ્ટલ્સ અને રેશમના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાચા મોગરાનાં ફૂલો થોડા જ કલાકોમાં કરમાઈ જાય છે અને એનો રંગ બદલાઈ જાય છે. વળી એ સાડીના ફૅબ્રિક પર ડાઘ પણ પાડી શકે છે. તેથી એને કાયમી અને લક્ઝુરિયસ લુક આપવા માટે જ્વેલરી વર્ક જેવી ઝીણવટભરી એમ્બ્રૉઇડરીથી તૈયાર કરવામાં આવ્યાં છે.



આલિયાએ સફેદ કલરની સાડી પહેરી છે જે સિલ્ક સૅટિનની છે. સાડીની બ્યુટી પાલવમાં છુપાયેલી છે. પાલવ પર કરાયેલું 3D ફ્લોરલ વર્ક જાણે મોગરાનાં ફૂલો જ સાડી પર ખીલ્યાં હોય એવો ભાસ કરાવે છે. આ ડિઝાઇન લુકમાં એક પ્રકારની સૉફ્ટનેસ અને રૉયલ્ટી ઉમેરે છે. આ સાથે તેણે પેર કરેલું મોતી-સ્ટડેડ બ્લાઉઝ લુકને કન્ટેમ્પરરી બનાવે છે. સાડી પર આ મોગરાનું પ્લેસમેન્ટ ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવ્યું છે જેને કૅસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય છે. મોગરાની આખી વેલ ખભાના ભાગથી શરૂ થાય છે અને પાલવના છેડા સુધી નીચે ઊતરે છે. એ એવી રીતે ગોઠવાયેલાં છે જાણે કોઈ ઝરણાની જેમ ફૂલો નીચે વહી રહ્યાં હોય. સાડીના નીચેના ભાગમાં આ મોગરા છૂટાછવાયા છે, જ્યારે પાલવ પર એનું પ્રમાણ ઘણું વધારે છે જે એને ગૌરવ ગુપ્તાની સિગ્નેચર ‘સ્કલ્પ્ચરલ’ સ્ટાઇલ આપે છે. આ ફૂલો સાડી સાથે સપાટ રીતે ચોંટેલાં નથી પણ સાડીની સપાટીથી થોડાં ઊપસેલાં દેખાય છે જેને કારણે એ જીવંત લાગે છે.


તમે કેવી રીતે કરશો સ્ટાઇલ?

જો તમારે આ લુક બજેટમાં જોઈતો હોય તો તમે હાઈ-ક્વૉલિટીના ફૅબ્રિક મોગરા લાવીને પ્લેન સાડીના પાલવ પર રૅન્ડમ પ્લેસમેન્ટમાં લગાવી શકો છો. આલિયાએ સાડી પર આર્ટિફિશ્યલ મોગરા પહેર્યા છે, પણ લુકને વધુ નૅચરલ બનાવવા માટે તેણે હેરસ્ટાઇલમાં સાચા મોગરાના ગજરાનો ઉપયોગ કર્યો છે. તમે પણ આવું કૉમ્બિનેશન કરી શકો છો. જો પાલવ પર મોગરાની પ્લેસમેન્ટ હેવી હોય તો સાડીના બાકીના ભાગને એકદમ પ્લેન રાખો, જેથી પ્લેસમેન્ટ ઊભરીને આવે. આ લુકની સુંદરતા જ એ છે કે એમાં મોગરાનાં ફૂલોને ફૅશનની ભાષામાં એક જ્વેલરી તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.


જો સાડી પ્લેન હોય અને ફક્ત પાલવ જ હાઇલાઇટ થતો હોય તો બ્લાઉઝમાં એમ્બ્રૉઇડરી અથવા આલિયાની જેમ પર્લ વર્ક કરાવો. હાઈ નેક અથવા સ્લીવલેસ બ્લાઉઝ આ લુકમાં ૪ ચાંદ લગાવી દેશે. આ સાડી સાથે ગળામાં કંઈ ન પહેરવું અથવા માત્ર સાદું મોતીનું એક ચૉકર પહેરવું હિતાવહ છે. કાનમાં ડ્રૉપ ઇઅર-રિંગ્સ અથવા પર્લ સ્ટડ્સ લુકને વધુ એલિગન્ટ બનાવશે. મોગરાની સફેદ આભા સાથે ડ્યુઈ અથવા ગ્લૉસી મેકઅપ ખૂબ સુંદર લાગે છે. હોઠ પર ન્યુડ કે સૉફ્ટ પિન્ક શેડ્સનો ઉપયોગ કરો. હેરસ્ટાઇલમાં સ્લિક બન અથવા ખુલ્લા સૉફ્ટ વેવ્ઝ સારા લાગશે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK