ફૅશનમાં જેમ મિનિમલ અને નૅચરલ લુકનો ટ્રેન્ડ વધી રહ્યો છે એમ હવે નેઇલ્સમાં પણ ઓવર-ધ-ટૉપ ડિઝાઇનને બદલે સૉફ્ટ અને એલિગન્ટ લુક પસંદ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક એવો નેઇલ ટ્રેન્ડ છવાઈ રહ્યો છે જે નખને સફેદ, ચમકદાર અને નૅચરલ ત્રણેય લુક એકસાથે આપે છે
કોકોનટ જેલી નેઇલ્સ
નખને સજાવવા માટે હવે ભડકાઉ કલર કે હેવી નેઇલ આર્ટની જરૂર નથી. ક્યારેક માત્ર હળવો પેસ્ટલ ટચવાળો ન્યુટ્રલ શેડ અને કાચ જેવી ચમક પણ આખા લુકને અપગ્રેડ કરવા માટે પૂરતાં હોય છે. હાલમાં બ્યુટી અને ફૅશન-વર્લ્ડમાં આવો જ સિમ્પલ છતાં અટ્રૅક્ટિવ નેઇલ ટ્રેન્ડ છવાઈ રહ્યો છે જેને નામ આપવામાં આવ્યું છે કોકોનટ જેલી નેઇલ્સ.
શું છે કોકોનટ જેલી નેઇલ્સ?
ADVERTISEMENT
જો સીધા અને સરળ શબ્દોમાં સમજીએ તો આ નેઇલ આર્ટ મિલ્કી વાઇટ રંગનું એક એવું ટ્રાન્સપરન્ટ વર્ઝન છે જે ખૂબ જ ગ્લૉસી અને વેટ-લુક આપે છે.
• નૅચરલ અને મિલ્કી ટેક્સચર: તાજા નારિયેળપાણી જેવો અથવા નારિયેળની વાઇટ કૅન્ડી જેવો હળવો દૂધિયો રંગ.
• ટ્રાન્સલુસન્ટ ફિનિશિંગ : આ શેડ એટલો હળવો અને શિયર હોય છે કે એમાંથી તમારા નૅચરલ નખની સુંદરતા પણ ઝળકી ઊઠે છે.
• હાઈ-શાઇન ગ્લાસ : ઉપરથી લગાવવામાં આવતો જાડો અને ગ્લૉસી ટૉપ કોટ આ નખને જેલી જેવો ચમકદાર લુક આપે છે.
આ પર્ફેક્ટ લુક કઈ રીતે મેળવશો?
કોકોનટ જેલી લુક ખાસ કરીને નાના, રાઉન્ડેડ અથવા સ્ક્વોવલ એટલે કે સ્ક્વેર અને ઓવલનું મિશ્રણ આકારના નખ પર સૌથી સુંદર દેખાય છે. જો તમે લાંબા અને અણીદાર નખ રાખીને કંટાળ્યા હો તો આ લુક તમારી આંગળીઓને ક્લાસી લુક આપવાની સાથે કમ્ફર્ટ પણ આપશે.
બેઝ તૈયાર કરો : સૌથી પહેલાં નખને ઘસીને સરખો શેપ આપો અને ઉપરની સપાટીને લીસી બનાવી લો. ત્યાર બાદ કુદરતી રંગને લૉક કરવા એક ક્લિયર બેઝ કોટ લગાવો.
યોગ્ય શેડની પસંદગી : સૉફ્ટ આઇવરી, બેજ, પોર્સલિન, શિયર વૅનિલા, લાઇટ આમન્ડ અથવા એકદમ હળવો વાઇટિશ-બ્લશ શેડ પસંદ કરો.
પહેલાં એક ખૂબ જ પાતળો કોટ લગાવો. તમને જોઈતો મિલ્કી ટોન મેળવવા માટે બીજો અને વધુમાં વધુ ત્રીજો પાતળો કોટ લગાવી શકો છો. રંગ વધુ પડતો ઘટ્ટ ન થઈ જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે.
ગ્લૉસી ટૉપ કોટ : સમગ્ર લુકને સીલ કરવા માટે એક એક્સ્ટ્રા ગ્લૉસી અને થિક ટૉપ કોટ લગાવો જેથી નખને જેલી જેવો ચમકદાર અને વેટ લુક મળે.
આ લુકને લાંબા સમય સુધી ફ્રેશ અને હાઇડ્રેટેડ રાખવા માટે નિયમિત ક્યુટિકલ ઑઇલનો ઉપયોગ કરો.
કોકોનટ જેલી નેઇલ્સ દરેક આઉટફિટ સાથે સરળતાથી મૅચ થઈ જાય છે. એ બહુ લાઉડ લાગ્યા વિના એક સટલ અને એલિગન્ટ વાઇબ આપે છે જે એને આ સીઝનનો સૌથી પર્ફેક્ટ મિનિમલ નેઇલ ટ્રેન્ડ બનાવે છે.
