પોલીસે આ ઉત્સવ દરમ્યાન નિયમો તોડનારાઓને કુલ ૧૮,૮૧૮ ચલાન આપીને ૧.૯૨ કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલ કર્યા છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
દહીહંડી ઉત્સવ દરમ્યાન જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ મુંબઈની ટ્રાફિક-પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસે આ ઉત્સવ દરમ્યાન નિયમો તોડનારાઓને કુલ ૧૮,૮૧૮ ચલાન આપીને ૧.૯૨ કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલ કર્યા છે.
ટ્રાફિક-પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે દારૂ પીને વાહન ચલાવતા, જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા કે અન્ય મુસાફરોનો જીવ જોખમમાં મૂકતા ડ્રાઇવરો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
ADVERTISEMENT
નોંધાયેલા કેસોની વિગત
ટ્રાફિક જૅમ કરવો : ૩૭૨૭ ચલાન
હેલ્મેટ વગર ડ્રાઇવિંગ : ૩૨૪૯ ચલાન
રેડ સિગ્નલ તોડવું : ૧૪૭૮ ચલાન
રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ : ૭૩૪ ચલાન
નો-એન્ટ્રી / વન-વેમાં જવું : ૪૭૬ ચલાન
ટ્રિપલ સીટ રાઇડિંગ : ૩૦૧ ચલાન
ડ્રકન ડ્રાઇવિંગ : ૨૫ કેસ
