° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


તમારે બનવું છે પિક્ચર પર્ફેક્ટ દુલ્હન? તો આટલું જરૂર કરજો

26 November, 2021 07:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જીવનના આ ખાસ પ્રસંગમાં કન્યાને સૌથી સુંદર દેખાવાની ખેવના હોય છે. જોકે એ માટે છેલ્લા દિવસે નહીં, લગ્નના થોડાક દિવસ પહેલાંથી જાગવું જરૂરી છે. ગ્લોઇંગ અને બ્યુટિફુલ સ્કિન માટે ક્યારથી તૈયારીઓ શરૂ કરી દેવી એ જાણી લો

યામી ગૌતમ

યામી ગૌતમ

કોઈ પણ દુલ્હનને તેના સ્પેશ્યલ દિવસે કેવા દેખાવું છે એવું પૂછો તો આ બે શબ્દોમાં તેની ઇચ્છા વ્યક્ત થઈ જાય. તમે કદાચ લગ્ન વખતે પહેરવાના ડ્રેસ, મેકઅપ, હેરસ્ટાઇલ અને દરદાગીનાની પસંદગીમાં અઢળક સમય અને પૈસા ખર્ચશો; પરંતુ એક એવી ચીજ છે જે ખરા અર્થમાં તમારા લુકને ચમકીલો અને અદ્ભુત બનાવશે. એ છે તમારી ત્વચા. ભલે કોઈ મેકઅપનો ગમેએટલો ઠઠારો કરે, પણ જો તમારી સ્કિન કુદરતી રીતે સારી હોય તો એનો બહારના દેખાવ પર ઘણો ફરક પડે છે. 
એટલે જો તમે જીવનના આ 
ખાસ દિવસે સુંદર અને નૅચરલ દેખાવા ઇચ્છતા હો તો તમારે ત્વચાની ઍડ્વાન્સમાં જ કાળજી લેવાનું શરૂ કરી દેવું જોઈએ. સ્ટ્રેસ અને હેક્ટિક શેડ્યુલ્સ તમારી ત્વચા પર માઠી અસરો કરી શકે છે. એટલે લગ્નના દિવસના ત્રણ મહિના પહેલાંથી જ તમારે ત્વચાને બ્યુટિફુલ બનાવવાની તૈયારીઓ આરંભી દેવી જરૂરી છે. લગ્નના દિવસે સુંદર, સુંવાળી, ચમકીલી ત્વચા મેળવવા શું કરવું એનો બ્યુટી-મંત્ર અહીં છે. 
બ્યુટી-વિટામિન્સ 
તમારા જનરલ ફિઝિશ્યનને કન્સલ્ટ કરીને બ્યુટીને નિખારવામાં મદદરૂપ એવાં વિટામિન્સ લેવાનું શરૂ કરો. આયર્નમાં નિયમિતતા અવશ્ય રાખવી. જ્યારે તમારા શરીરમાં લોહતત્ત્વની કમી હોય ત્યારે વાળ અને ત્વચા ડલ થઈ જાય છે. વાળ ખરે પણ ખરા. એટલે નિષ્ણાત પાસેથી પ્રિસ્ક્રિપ્શન લઈને વિટામિન્સ લો જે વાળ અને ત્વચાને શાઇનિંગ આપે. વિટામિન ઈ ડેઇલી લો. એનાથી ચમત્કારિક પરિણામ મળે છે. 
ફિટનેસ-રૂટીન સઘન બનાવો 
પૂરતી ફિટનેસ જાળવવા માટે એક્સરસાઇઝના રૂટીનને રેગ્યુલર બનાવો. કસરત કરીને પરસેવો પાડ્યો હશે તો એ ત્વચા પર 
સ્પષ્ટ દેખાશે. રોજ જિમમાં વર્કઆઉટ કરો અથવા તો એક રિધમમાં રોજ ૩૦ મિનિટ ચાલવાનું રાખો. યોગાસન અને પ્રાણાયામ આવડતાં હોય તો એ પણ ટ્રાય કરી શકો. આનો મુખ્ય હેતુ એ છે કે તમે ઍક્ટિવ થઈ જાઓ અને તમારી સિસ્ટમને અંદરથી નવપલ્લવિત કરો. 
સનસ્ક્રીન રેગ્યુલર વાપરો 
તમે બહાર હો ત્યારે જ નહીં, રૂમની અંદર હો ત્યારે પણ સનસ્ક્રીનની જરૂર પડે છે. ઉનાળામાં એની જેટલી જરૂર હોય છે એટલી જ શિયાળામાં પણ છે. એ રોજ ત્વચા પર લગાડો. ઈવન તમારે હોઠ પર પણ સનસ્ક્રીન લગાવવું જોઈએ. એમ કરવાથી હોઠને ડ્રાય થઈને ફાટી જતા અટકાવી શકશો. ઇન ફૅક્ટ, હોઠ ફાટી ગયા પછી એને રિપેર કરવા કરતાં એને ફાટતા અટકાવવાનું અને એને ગુલાબી રાખવાનું સહેલું છે. સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી ત્વચાનો ટોન પણ એકસરખો થશે. 
 સ્કિન-કૅર રૂટીન
આ સમયમાં તમારે ત્વચાના ક્લેન્ઝિંગ, ટોનિંગ અને મૉઇશ્ચરાઇઝિંગમાં ખાડા પાડવાનું પોસાય એમ નથી. ખૂબ ગંભીર થઈને તમારે ત્વચાની ડેઇલી કૅર કરવી જરૂરી છે. રોજ સવારે ઊઠીને અને રાતે સૂતા પહેલાં ક્લેન્ઝિંગ, ટોનિંગ કરીને મૉઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. અઠવાડિયામાં બેથી ત્રણ વાર એક્સફોલિએટ ક્રીમ લઈને મૃત ત્વચાના કોષોને દૂર કરો. વીકમાં એક વાર નહાતી વખતે બાથ-સૉલ્ટનો ઉપયોગ કરો. એનાથી ડ્રાય ત્વચા હાઇડ્રેટ થશે અને આખા બૉડીની ત્વચા લિસ્સી, ગ્લોઇંગ અને સૉફટ થશે. 
મૅનિક્યૉર અને પેડિક્યૉર 
બૉડીના નિખાર વખતે ઘણા લોકો હાથ અને પગને ભૂલી જાય છે. હથેળી અને પંજાની ખાસ કાળજી લો. રેગ્યુલર સમયાંતરે મૅનિક્યૉર અને પેડિક્યૉર કરાવો. હૅન્ડ ઍન્ડ ફુટ ક્રીમ રોજ રાતે સૂતાં પહેલાં લગાવો જેથી બીજા દિવસે સવારે ઊઠશો ત્યારે હાથ અને પગ સુંવાળા હશે. 
રિલૅક્સિંગ ફેશ્યલ 
કોઈ સારો ફેશ્યલ-નિષ્ણાત શોધી કાઢો અને ઍટ લીસ્ટ મહિનામાં એક વાર રેગ્યુલર ફેશ્યલ કરાવો. જો તમે કેમિકલ પીલ્સ વાપરવાનું ઇચ્છતા હો તો એ છેલ્લી ઘડીએ નહીં, ઍડ્વાન્સમાં કરો. એમ કરવાથી તમને કેમિકલ પીલિંગ દરમ્યાન આવનારી તકલીફોનું નિવારણ કરવાનો પૂરતો સમય મળી રહેશે. જો તમે હેર રિમૂવલ માટે લેસર-ટ્રીટમેન્ટ કરાવવાનું વિચારી રહ્યા હો તો લગ્નના ઓછામાં ઓછા બે મહિના પહેલાં એ કરાવી લો. ધારો કે કોઈક રીઍક્શન આવે તો ઍડ્વાન્સ ટ્રીટમેન્ટમાં ત્વચાને નૉર્મલ થતાં પૂરતો સમય મળી રહેશે. 
ન્યુટ્રિશન અને હાઇડ્રેશન 
સુંદર દેખાવા માટે શરીરને પૂરતું પોષણ અને હાઇડ્રેશન મળે એ બાબતને આપણે કદી નજરઅંદાજ ન કરી શકીએ. તમારા ડાયટમાં પુષ્કળ સુપરફૂડ્સનો સમાવેશ કરો. કદી બ્રેકફાસ્ટ કરવાનું ટાળો નહીં. એ દિવસનું સૌથી અગત્યનું મીલ છે. ખાવાના પ્રમાણમાં અને સમયમાં પણ નિયમિતતા રાખો. બૉડીને હાઇડ્રેટેડ રાખવા માટે માત્ર પૂરતું પાણી પીવું જ જરૂરી નથી; પણ બૉડીને હાઇડ્રેટ રાખે એ માટે તરબૂચ, કાકડી જેવી ચીજો નાસ્તામાં લો. હૂંફાળા ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખેલું પીણું લઈને દિવસની શરૂઆત કરો. એ તમારા શરીરમાંથી ઝેરી દ્રવ્યોને બહાર ફેંકવામાં અને સિસ્ટમને ક્લીન કરવામાં મદદ કરશે.

26 November, 2021 07:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ફેશન ટિપ્સ

મારા વૉર્ડરૉબ સિક્રેટ્સને સિક્રેટ જ રહેવા દો તો સારું : યશ સોની

અભિનેતા તેના વૉર્ડરૉબ વિશે વાત કરવાનું હંમેશા ટાળતો હોય છે, પરંતુ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેણે પહેલી વાર પોતાના વૉર્ડરૉબ સિક્રેટ્સ શૅર કર્યા હતા

10 August, 2022 03:30 IST | Mumbai | Rachana Joshi
ફેશન ટિપ્સ

બધા માટે નથી બાથ સૉલ્ટ

માઇન્ડ અને બૉડી રિલૅક્સ કરવાના હેતુથી ખૂબ ડિમાન્ડમાં રહેતાં બાથ સૉલ્ટ કઈ ઉંમરથી વાપરી શકાય એ જાણી લો

29 July, 2022 12:08 IST | Mumbai | Aparna Shirish
ફેશન ટિપ્સ

મારું વૉર્ડરૉબ મેં જાતે ડિઝાઇન કર્યું છે : પૂજા જોશી

અભિનેત્રી પાસે છે એથ્લીઝરનું જંગી કલેક્શન

27 July, 2022 10:00 IST | Mumbai | Rachana Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK