Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > આ દિવાળીએ પેબલ ડેકોરથી ઘરને આપો ટ્રેન્ડી રૉયલ લુક

આ દિવાળીએ પેબલ ડેકોરથી ઘરને આપો ટ્રેન્ડી રૉયલ લુક

Published : 29 October, 2026 02:09 PM | Modified : 29 October, 2026 02:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પેસ ઓછી હોય ત્યારે ઘરનેનૅચરલ અને એલિગન્ટ લુક આપવા માટે આ તહેવારમાં લીસા પથ્થરનું ડેકોરેશન એ સ્માર્ટ અને ક્રીએટિવ બની રહેશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં સ્પેસ ક્રન્ચ હોવાથી દિવાળીના સમયે મોટા-મોટા ડેકોરેટિવ સામાન કે મોટી રંગોળી સજાવવી મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે આ વર્ષે હોમ ડેકોર વર્લ્ડમાં પેબલ ડેકોર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. નાના પથ્થરો, ક્લે અને નૅચરલ એલિમેન્ટ્સથી બનતું આ ડેકોર માત્ર ઇકો-ફ્રેન્ડ્લી જ નથી, પરંતુ ઘરમાં ખૂબ ઓછી જગ્યા રોકે છે અને રૉયલ તથા નૅચરલ લુક આપે છે. આ દિવાળીએ તમારા નાના ઘરમાં પેબલ ડેકોરને દિવાળી કનેક્શન આપીને કેવી રીતે અપનાવવું એ જાણી લેજો.

ક્રીએટિવ પેબલ રંગોળી



પાઉડર રંગોળી મુંબઈનાં નાનાં ઘરોમાં કે ગૅલરીમાં પવનથી કે પગ લાગવાથી વિખેરાઈ જવાની બીક રહે છે ત્યારે ફ્લૅટ પથ્થરો પર ઍક્રિલિક કલરથી મંડલા આર્ટ, લક્ષ્મીજીનાં પગલાં, કળશ કે શુભ લાભ પેઇન્ટ કરો. આ પેઇન્ટેડ પથ્થરોને મુખ્ય દરવાજા પાસે કે પૂજાઘરની આસપાસ ગોઠવીને રંગોળી બનાવો. આ રંગોળી બગડશે નહીં અને દિવાળી પછી પણ તમે એને ફરી વાપરી શકશો.


પેબલ વૉટર ફ્લોટિંગ કૅન્ડલ્સ

એક નાનો ઊંડો કાચનો બાઉલ લો. એમાં નીચે રંગબેરંગી પથ્થરો મૂકો. પાણી ભરીને એના પર તાજાં ગલગોટાનાં ફૂલની પાંખડીઓ તથા ફ્લોટિંગ દીવા મૂકો. દિવાળીમાં આવા ડેકોરેટિવ બાઉલને ટીવી યુનિટ, ડાઇનિંગ ટેબલ કે આંગણમાં ગોઠવી શકાય.


પેબલ ડેકોર માટે શું-શું વસાવી શકાય?

જો તમે દિવાળી સિવાય પણ ઘરમાં કાયમી ધોરણે નૅચરલ અને એલિગન્ટ વાઇબ્સ જાળવી રાખવા માગતા હો તો પેબલ થીમ આધારિત ઘણી ઉપયોગી ડેકોર આઇટમ્સ ખરીદી શકો છો. તમે બજારમાંથી પૉલિશ્ડ માર્બલ કે રિવર પેબલ્સ લાવીને એને કાચના બાઉલ કે કૂંડાંઓમાં પાથરી શકો છો, જે ઘરને ઇન્સ્ટન્ટ નૅચરલ લુક આપે છે. આ ઉપરાંત ટેબલ-ટૉપ માટે પેબલ ટી-લાઇટ અને કૅન્ડલ હોલ્ડર્સ તેમ જ લિવિંગરૂમ કે ગૅલરી માટે નાનો પેબલ વૉટર ફાઉન્ટન ખૂબ જ ટ્રેન્ડી વિકલ્પ છે. દીવાલ અને એન્ટ્રન્સ ડેકોરેશન માટે મંડલા આર્ટ અથવા સ્પિચ્યુઅલ સિમ્બૉલ્સ દોરેલા હૅન્ડ-પેઇન્ટેડ મોટિફ પેબલ્સ, પેબલ આર્ટ ફ્રેમ્સ તેમ જ ડોરમેટ્સ અને કોસ્ટર્સ જેવી ઉપયોગી વસ્તુઓ પણ વસાવી શકાય છે જે આખું વર્ષ તમારા ઘરની સુંદરતામાં વધારો કરશે.

પેબલ દીવા અને કૅન્ડલ હોલ્ડર્સ

જે લોકોનાં ઘરોમાં સેન્ટર ટેબલ કે સાઇડ ટેબલ પર મોટી ઉરલી રાખવાની જગ્યા નથી હોતી ત્યાં નાની કાચની કે પિત્તળની થાળીમાં સફેદ અને રંગીન પેબલ્સ એટલે કે લિસ્સા પથ્થરો પાથરો. એની વચ્ચે પરંપરાગત માટીના દીવા કે સુગંધિત કૅન્ડલ્સ મૂકો. આ સજાવટ ટેબલના ખૂણામાં ઓછી જગ્યા રોકશે અને દીવાનો પ્રકાશ પથ્થરો પર પડતાં જ એક અદ્ભુત ગ્લો આપશે.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK