Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > LED ફેસમાસ્ક યુઝ કરો મગર ધ્યાન સે

LED ફેસમાસ્ક યુઝ કરો મગર ધ્યાન સે

Published : 18 March, 2025 04:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કિનકૅર માટે આજકાલની યુવતીઓ પાર્લર પર નિર્ભર રહેવાનું છોડી સ્કિનને વધુ સારી રીતે ટ્રીટ કરવાની કોશિશ કરે છે. પોતાની જાતે સ્કિનકૅર થઈ શકે એ માટે માર્કેટમાં હોમ ટેક ડિવાઇસનું ચલણ વધ્યું છે. ટેક્નૉલૉજીની મદદથી સ્કિનને LED ફેસમાસ્કથી પૅમ્પર કરી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


ત્વચાને નિખારવાની આ થેરપી હવે સેલિબ્રિટીઝ પૂરતી સીમિત નથી રહી.


સ્કિનકૅર કરવા માટે આજકાલની યુવતીઓ પાર્લર પર નિર્ભર રહેવાનું છોડી દઈને સ્કિનને વધુ સારી રીતે ટ્રીટ કરવાની કોશિશ કરી રહી છે. ઘરે પોતાની જાતે સ્કિનકૅર થઈ શકે એ માટે માર્કેટમાં હોમ ટેક ડિવાઇસનું ચલણ વધી રહ્યું છે. ટેક્નૉલૉજીની મદદથી સ્કિનને LED ફેસમાસ્કની મદદથી પૅમ્પર કરી શકાય છે. LED ફેસમાસ્ક હવે સેલિબ્રિટીઝ માટે જ નહીં, સામાન્ય યુવતીઓની પણ પસંદ બની રહ્યો છે. ત્વચાસંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં આ માસ્ક કામની ચીજ કહેવાય છે. જો તમે પણ આ માસ્કને વાપરવાનો વિચાર કરતા હો તો એના વિશે જાણકારી મેળવવી જરૂરી છે.

શું કામ કરે છે?
LED ફેસમાસ્કને થેરપી-માસ્ક પણ કહેવાય. આ ખાસ પ્રકારની LED ટ્રીટમેન્ટ છે જે તમારી ડૅમેજ થયેલી સ્કિનને અંદરથી હીલ કરશે. આ માટે અલગ-અલગ વેવલેન્ગ્થની લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આ માસ્ક ચહેરા પર ખીલની સમસ્યા હોય કે ડલ થયેલી સ્કિન હોય તો એને સુધારવાનું અને પિગમેન્ટેશનને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત એ ઍન્ટિ-એજિંગમાં પણ મદદ કરે છે અને અંદરથી ડૅમેજ થયેલા સેલ્સને રિપેર કરીને એમાં ઊર્જાનો સંચાર કરે છે. એમાં લાઇટની અલગ-અલગ વેવલેન્ગ્થ ત્વચાના અલગ-અલગ એરિયા પર ફોકસ કરીને સેલ્સમાં એનર્જી મોકલે છે અને નૅચરલ સેલ્યુલર રિસ્પૉન્સ એટલે કે ત્વચાના બહારના ભાગને સ્ટિમ્યુલેટ કરે છે. માસ્કમાં અલગ-અલગ કલરની લાઇટ હોય છે જે ચહેરાને થેરપી આપે છે. બ્લુ લાઇટ ખીલની સમસ્યા દૂર કરે છે ત્યારે રેડ લાઇટ ચહેરા પરની ફાઇન લાઇન્સ અને રિંકલ્સને દૂર કરવાની સાથે લાલાશને પણ દૂર કરે છે. એ બ્લડ-સર્ક્યુલેશનને સુધારે છે. જેને હાઇપરપિગમેન્ટેશન કે સનસ્ટ્રોકની સમસ્યા હોય તેને લાલ અને બ્લુ લાઇટ સાથે ગ્રીન લાઇટ પણ થાય એવો માસ્ક લેવો જોઈએ.

ક્યારે વાપરવો?
માર્કેટમાં LED માસ્ક સેમ હોતા નથી. હાર્ડ માસ્ક આવે છે એ બધાનાં ફેશ્યલ ફીચર્સ પર બંધબેસતા નથી પણ એ લાંબા સમય સુધી ચાલે છે, પણ સિલિકૉનના માસ્ક ચહેરા માટે બહુ જ કમ્ફર્ટેબલ અને ફ્લેક્સિબલ હોય છે અને ડ્યુરેબલ પણ હોય છે. માસ્ક-થેરપી શરૂ કરી દીધા બાદ તરત જ રિઝલ્ટ મળવું ઇમ્પૉસિબલ છે. LED લાઇટની થેરપી અઠવાડિયામાં ત્રણથી પાંચ વાર લઈ શકાય. થેરપી શરૂ કર્યાનાં ચારથી છ અઠવાડિયાં સુધી નિયમિત રીતે પાંચથી આઠ મિનિટ સુધી જો ફેસ પર રાખવામાં આવે તો પરિણામ દેખાશે. ઘણા માસ્કમાં વાઇબ્રેશન આવે એવું ફીચર પણ હોય છે. એ થેરપી દરમિયાન ફેસનો મસાજ કરે છે જેથી સ્નાયુ રિલૅક્સ થાય છે. એને ઘરે વાપરવી સેફ ત્યારે જ કહેવાય જ્યારે તમને ખબર હોય કે કઈ લાઈટ તમારી સ્કિનની કઈ સમસ્યા દૂર કરી શકશે. જો ન ખબર હોય તો જાણકારી મેળવ્યા બાદ લેવી અથવા તો વાપરવામાં કંઈ મૂંઝવણ હોય તો ડર્મેટોલૉજિસ્ટ પાસેથી લાઇટ થેરપી લઈ શકાય.



ફાયદા એટલાં નુકસાન
LED માસ્કના જેટલા ફાયદા છે એટલાં નુકસાન પણ છે. અલગ-અલગ સ્કિન-ટાઇપના હિસાબે એના અલગ-અલગ માસ્ક ડિઝાઇન કરેલા હોય છે. તેથી જાણકારીનો અભાવ હોય તો એ ખરીદવાની ભૂલ કરવી ન જોઈએ, નહીં તો ખોટી લાઇટનો ઉપયોગ ચહેરા પરની સમસ્યા વધારશે અને ઇન્ફેક્શન થવાની શક્યતા રહેશે. હજી એક નેગેટિવ પૉઇન્ટ એ પણ છે કે LED માસ્ક થેરપી થોડી મોંઘી હોવાથી બધા લોકો એને અફૉર્ડ કરી શકે તેમ નથી. વધુપડતા ઉપયોગથી સ્કિન પર પિગમેન્ટેશનની સમસ્યા ઓછી થવાને બદલે શકે છે. તેથી પાંચ મિનિટ સુધી થેરપી લીધા બાદ ચહેરા પર મૉઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલવું નહીં, નહીં તો ચહેરા પર ડ્રાયનેસ આવી જશે. જે લોકોની સ્કિન સેન્સિટિવ હોય તેમને આ માસ્કના ઉપયોગની સલાહ એક્સપર્ટ આપતા નથી. જો એને યુઝ કરવામાં આવે તો સ્કિન પર બળતરા અને રેડનેસ જેવાં રીઍક્શન આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2025 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK