Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ટૅટૂની જેમ મિરરવર્ક અને બિંદીવાળી ટ્રેન્ડી ફેસ આર્ટ

ટૅટૂની જેમ મિરરવર્ક અને બિંદીવાળી ટ્રેન્ડી ફેસ આર્ટ

Published : 16 October, 2026 05:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવરાત્રિમાં હવે ભારેખમ મેકઅપના બદલે મિનિમલ પણ એક્સપ્રેસિવ આર્ટિસ્ટિક લુક લોકપ્રિય થઈ રહ્યો છે. નાનાં આભલાં, બિંદી અને ફેસ પેઇન્ટિંગના ફ્યુઝનથી ખેલૈયાઓ અનોખો અંદાજ મેળવી રહ્યા છે

ટૅટૂની જેમ મિરરવર્ક અને બિંદીવાળી ટ્રેન્ડી ફેસ આર્ટ

ટૅટૂની જેમ મિરરવર્ક અને બિંદીવાળી ટ્રેન્ડી ફેસ આર્ટ


નવરાત્રિ એટલે રંગ, રોશની અને રાસ-ગરબાની ઝાકઝમાળ. આ પર્વમાં ગરબારસિકો પોતાના આઉટફિટથી લઈને મેકઅપ સુધી દરેક ડીટેલ પર ખાસ ધ્યાન આપતા હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ફૅશનજગતમાં એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હવે ભારેભરખમ આઇશૅડો પેલેટ્સ કે હેવી મેટ લિપસ્ટિક લગાવવાને બદલે નૅચરલ અને આર્ટિસ્ટિક લુક તરફ ખેલૈયાઓ વધુ વળી રહ્યા છે. આ જ કારણ છે કે નવરાત્રિમાં ટૅટૂની જેમ ચહેરા પર મિરરવર્ક અને બિંદીથી કરાતી ફેસ આર્ટ અત્યંત પૉપ્યુલર બની છે.
હળવા કલરફુલ ટિન્ટ્સ, બારીક આભલાં અને ટ્રેડિશનલ બિંદીનો ઉપયોગ કરીને ચહેરા પર આકર્ષક ડિઝાઇન બનાવી શકાય છે. આ ટ્રેન્ડ માત્ર પૉકેટ-ફ્રેન્ડ્લી જ નથી, પરંતુ ત્વચાને પણ નૅચરલ ગ્લો આપે છે.
ફેસ આર્ટ માટે સ્કિન-પ્રિપેરેશન 
કોઈ પણ પ્રકારની ફેસ આર્ટ કરતી વખતે સૌથી પહેલાં ત્વચાની યોગ્ય સફાઈ અને ‌પ્રિપરેશન કરવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં માઇલ્ડ ફેસવૉશથી ચહેરો બરાબર સાફ કરીને ટોનર અને લાઇટવેઇટ મૉઇશ્ચરાઇઝર લગાવી લેવું. જો ત્વચા પર ડાઘ-ધબ્બા દેખાતા હોય તો હળવું કન્સીલર અથવા BB ક્રીમ અપ્લાય કરવું. આ પછી ગાલ અને આંખો પર ન્યુટ્રલ ટોન્સ અથવા સૉફ્ટ પિન્ક કે બ્રાઉન કલરનો આઇશૅડો અને બ્લશ લગાવી લેવું અને એને મૅચ થતી લિપસ્ટિક અપ્લાય કરવી.
ટ્રેન્ડી ફેસ ડિઝાઇન્સ
ચણિયાચોળી અને ટ્રેડિશનલ ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી સાથે પર્ફેક્ટ મૅચ થાય એવી મિરર ઍન્ડ બિંદી મોટિફ્સની ડિઝાઇન બહુ પૉપ્યુલર થઈ રહી છે. ચીકબોન્સ પર હાઇલાઇટરની જગ્યાએ નાનાં આભલાં અને આસપાસ બારીક બિંદીઓ લાઇનમાં ગોઠવવામાં આવે તો એ ફેસના ચાર્મને વધારશે. આઇબ્રોની બરાબર ઉપર કે આંખના આઉટર કૉર્નર પર અર્ધચંદ્રાકાર શેપમાં બિંદી અને મિરર્સનું કૉમ્બિનેશન ખૂબ સુંદર લાગે છે. તમારી પાસે ફેસ કલર્સ હોય તો એનાથી તમે થોડી જિયોમેટ્રિક ડિઝાઇન્સ કે મિની મંડલા આર્ટ્‍સ કરી શકાય. નાના પૉઇન્ટેડ વાઇટ બ્રશથી વાઇટ કે ગોલ્ડન બિંદુઓથી રચેલી બારીક ડિઝાઇન હાઇલાઇટ થાય છે. આ ઉપરાંત બ્લુ, ગ્રીન અને ગોલ્ડન શેડ્સમાં મોરપીંછની ફ્લોઇગ આર્ટ ગ્લૅમરસ લુક આપે છે. ગાલ પર અથવા ચિન પર ટ્રાઇબલ ડૉટ્સ પણ સરસ લાગે છે.
ગળાની સાઇડમાં વૉટરપ્રૂફ આઇલાઇનરથી વારલી આર્ટમાં ગરબા રમતાં પાત્રોની બારીક ડિઝાઇન તૈયાર કરી શકાય છે. આંખના અંદરના ખૂણે અને આઇબ્રો બોન પર ગોલ્ડન શિમર ડૉટ્સ મૂકીને સ્પાર્કલિંગ ઇફેક્ટ મેળવી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK