Nita Ambani: આ સલવાર સૂટ સંગીતા કિલાચંદ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યો છે. અને તેમાં કચ્છનું જાણીતું મરોડી ભરતકામ કરવામાં આવ્યું હતું.
નીતા અંબાણી
તાજેતરમાં જ નીતા અંબાણી (Nita Ambani)એ ફાલ્ગુની પાઠક સંગે ગરબા ખેલ્યા હતા. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. નીતા અંબાણી હંમેશા તહેવારોને લઈને ઉત્સુક રહેતાં હોય છે. તાજતેરમાં જ નીતાબહેન જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં રેડીય્ન્સ દાંડિયા મહોત્સવમાં પહોંચી ગયાં હતાં. તેઓએ ફાલ્ગુની પાઠક સાથે સતેજ પરથી ગરબા પણ ખેલ્યા. નીતાબહેને ચણીયાચોળી કે અન્ય કોઈ પરંપરાગત પોશાક નહીં પણ એક નવો જ લૂક આપતો ડ્રેસ પસંદ કર્યો હતો. આ ડ્રેસની ખાસિયતો શી છે તે વિષે આજે વાત કરવી છે.
નીતાબહેને (Nita Ambani) જે પિંક સલવાર સૂટ પહેર્યો હતો તે ટ્રેડીશનલ જ છે પ્લસ ગરબા રમવા માટે એકદમ કમ્ફર્ટેબલ પણ છે. આ ડ્રેસ પર જે સુંદર કારીગરી કરવામાં આવી છે તેણે સૌનું મન મોહ્યું હતું. તો તમને જણાવી દઈએ કે નીતાબહેનનો આ સલવાર સૂટ સંગીતા કિલાચંદ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યો છે. અને આ સલવાર સૂટમાં કચ્છનું જાણીતું મરોડી ભરતકામ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આમ તો નીતાબહેન (Nita Ambani) ભારતની હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે જાણીતાં છે જ. તો તમને જણાવી દઈએ કે આ સલવારમાં મરોડી ભરતકામ કરાયું છે. જે ભારતની શાહી હસ્તકળાને દર્શાવે છે. મરોડી ભરતકામ મૂળ તો ગુજરાતના કચ્છ અને ભૂજના પ્રદેશોમાં વખણાય છે. જો આ મરોડી ભરતકામ વિષે વાત કરવામાં આવે તો તેનો ઇતિહાસ ૧૬મી ને ૧૭મી સદી સુધી ખેંચી જાય છે. કહે છે કે કચ્છની અંદર જોડાં બનાવનારા મોચીઓ શાહી દરબાર માટે અવનવું ભરતકામ કરી આપતા. આ ગતકડાંમાંથી જ `મરોડી`ની શોધ થઇ હતી. આ મરોડી ભરતકામમાં બેઝીકલી ખૂબ જ બારીકાઇથી ગુંથણ કરવામાં આવે છે. જેમાં સોના અથવા ચાંદીની ઝરી અને કોબલ ટાંકાનો ઉપયોગ કરાતો હોય છે. `મરોડી` શબ્દનો જો ગુજરાતી કે હિન્દીમાં અર્થ જોઈએ તો મરોડદાર કે પછી વળેલું એમ કહી શકાય. આ ભરતકામમાં પણ દોરાને એટલી સુંદર રીતે વણવામાં આવે છે કે મરોડદાર છાપ ઊભી થાય છે.
કોઈક અહેવાલો સૂચવે છે કે આ મરોડી ભરતકળા વૈદિક યુગથી જ અસ્તિત્વમાં આવી હતી. જોકે આ ભરતકળા જાણે શાહી અને અમીરો માટે જ હોય એવું પણ કહી શકાય. આ કળા અમૂલ્ય સાંસ્કૃતિક વૈભવ દર્શાવે છે.
આ ભરતકામ પણ એકદમ બારીકાઇથી કરવામાં આવે છે. કારીગરો હાથે આ મરોડીનું ગુંથણ કરે છે. છ સોના અથવા ચાંદીના તાંતણાને મરોડીને ગૂંથવામાં આવે છે. જેથી કાપડ પર સુંદર ભાત ઉપસતી જાય છે. અ કળા લહેરિયા અથવા પટોલા સુધીના દરેક પોશાક પર કરી શકાય છે. નીતાબહેને (Nita Ambani) જે સલવાર સૂટ ધારણ કર્યો છે તેમાં પણ જુઓ ને અ કળા કેટલી સુંદર લાગી રહી છે.

