Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > હવે ફૅશનમાં છે ઇમ્પર્ફેક્ટ પર્લ્સનો કૂલ અને બોલ્ડ ટ્રેન્ડ

હવે ફૅશનમાં છે ઇમ્પર્ફેક્ટ પર્લ્સનો કૂલ અને બોલ્ડ ટ્રેન્ડ

Published : 12 August, 2026 09:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકસરખા સફેદ મોતીનો ક્લાસિક લુક હવે બદલાઈ રહ્યો છે. બરોક પર્લ્સ, કલરફુલ મોતી, ચાર્મ્સ, રિબન અને મેટલ સાથેની પ્લેફુલ પર્લ જ્વેલરી કૅઝ્યુઅલથી ઇન્ડિયન આઉટફિટ સુધી નવો ફૅશન લુક આપી રહી છે.

નેકલેસ

નેકલેસ


એકસરખાં ગોળ સફેદ મોતીની જગ્યાએ અસમાન આકારનાં મોતી, રંગીન મોતી, મોટા કદની ડિઝાઇન અને વિવિધ લટકણ સાથેની પ્લેફુલ પર્લ જ્વેલરી જોવા મળી રહી છે. આ બદલાવને કારણે મોતીની જ્વેલરી હવે માત્ર પરંપરાગત લુક પૂરતી સીમિત ન રહેતાં કૅઝ્યુઅલ અને મૉડર્ન પહેરવેશ સાથે પણ દીપી ઊઠે છે

મોતીની જ્વેલરીનું નામ પડે એટલે મનમાં સૌથી પહેલાં રૉયલ, ક્લાસિક અને ટ્રેડિશનલ લુક જ ઊપસી આવે. દાદી-નાનીના જમાનાથી ચાલતી આવતી મોતીની માળા અને સ્ટડ્સ આજે પણ ઑલવેઝ ઇન-ફૅશન છે, પરંતુ હવે પર્લ્સનો આ ક્લાસિક અવતાર એકદમ ટ્રેન્ડી અને કૂલ વાઇબ સાથે રી-એન્ટ્રી કરી ચૂક્યો છે. હવે મોતી માત્ર રૉયલ કે ફૉર્મલ પ્રસંગો પૂરતાં સીમિત નથી રહ્યાં, ડેઇલી આઉટફિટ્સમાં ગ્લૅમર ઉમેરતી એક મસ્ટ-હૅવ પ્લેફુલ ઍક્સેસરી બની ગયાં છે.
હવે મોતી પર્ફેક્ટ હોવાં જરૂરી નથી પહેલાંના સમયમાં એકસરખાં અને ગોળ મોતી જ ઉત્તમ ગણાતાં, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. બરોક પર્લ્સ એટલે કે કુદરતી રીતે જ અલગ અને અસમાન શેપ ધરાવતાં મોતી અત્યારે ટૉપ ટ્રેન્ડમાં છે. આ મોતીનો આકાર એકબીજાથી સાવ અલગ હોવાથી જ્વેલરીને એક યુનિક અને હૅન્ડમેડ લુક મળે છે. ખાસ વાત એ છે કે આ મોતીમાં કોઈ બે પીસ એકસરખાં ન હોવાને કારણે જ એની ડિઝાઇન વધુ ખાસ લાગે છે.



કલરફુલ પર્લ્સનો ક્રેઝ


મોતી એટલે ફક્ત સફેદ કે ઑફ-વાઇટ જ નહીં. હવે પેસ્ટલ પિન્ક, લૅવન્ડર, સ્કાય બ્લુ અને પેસ્ટલ ગ્રીન જેવાં કલરફુલ મોતીનો ક્રેઝ વધી રહ્યો છે. સફેદ મોતીની સાથે વચ્ચે એકાદ-બે રંગીન મોતી કે બીડ્સ ઉમેરવાથી આખો લુક એકદમ યંગ અને મૉડર્ન લાગે છે. ખાસ કરીને સિમ્પલ આઉટફિટમાં કલરફુલ પર્લ નેકલેસ કે બ્રેસલેટ ઉમેરવાથી અલગથી બીજી ઍક્સેસરીઝ પહેરવાની જરૂર રહેતી નથી. મોતી પોતે જ લુકમાં કલર અને ડીટેલિંગ ઉમેરવાનું કામ કરે છે.

ચાર્મ્સ સાથે પર્લ્સનું કૉમ્બિનેશન


આજના પ્લેફુલ પર્લ ટ્રેન્ડની સૌથી આકર્ષક વાત એ છે કે એમાં નાનાં-નાનાં હાર્ટ, સ્ટાર, ફ્લાવર, અક્ષર કે ફ્રૂટ આકારનાં ચાર્મ્સ ઉમેરવામાં આવે છે. આ કારણે જ્વેલરી માત્ર ઍક્સેસરી ન રહેતાં તમારી પર્સનાલિટી બતાવતું ફૅશન-સ્ટેટમેન્ટ બની જાય છે. કોઈને પોતાના નામનો પહેલો અક્ષર ગમે તો એ ચાર્મ ઉમેરી શકે, જ્યારે કોઈને ફૂલો કે સ્ટાર ગમે તો એ પ્રમાણે જ્વેલરી પસંદ કરી શકે. એટલે આ ટ્રેન્ડમાં પર્સનલાઇઝેશન માટે પણ ઘણી જગ્યા છે.

રિબન અને મેટલ સાથે નવો અવતાર

સિમ્પલ મોતીની માળાને બદલે હવે એમાં બ્લૅક રિબન, મેટલની પાતળી ચેઇન કે બ્રાસનાં બીડ્સ મિક્સ કરીને સ્ટેટમેન્ટ પીસ બનાવવામાં આવે છે. મોતીની સૉફ્ટ અને એલિગન્ટ ફીલ સાથે મેટલ કે રિબનનો કૉન્ટ્રાસ્ટ જ્વેલરીને વધુ મૉડર્ન બનાવે છે. સાદા ટી-શર્ટ કે વાઇટ શર્ટ સાથે આવો હાર પહેરતાં જ આખો લુક ઇન્સ્ટન્ટ હાઇલાઇટ થાય છે. એટલે પાર્ટી માટે સાચવીને રાખવાની જગ્યાએ આવી જ્વેલરીને રોજિંદાં આઉટફિટ્સમાં પણ સરળતાથી સામેલ કરી શકાય છે.

લેયરિ‍‍‍‍‍ગથી બનાવો સ્ટાઇલિશ લુક

એક જ મોતીનો હાર પહેરવાને બદલે એને અલગ-અલગ લંબાઈની પાતળી ગોલ્ડ કે સિલ્વર ચેઇન સાથે લેયર કરીને પહેરવાનો ટ્રેન્ડ ખૂબ પૉપ્યુલર છે. આ ટ્રિકથી જ્વેલરી બહુ હેવી પણ નથી લાગતી અને લુક એકદમ સ્ટાઇલિશ દેખાય છે. જો મોતીનો હાર મોટો અને હેવી હોય તો એની સાથે ખૂબ જ હેવી બીજી જ્વેલરી પહેરવાને બદલે એક કે બે નાજુક ચેઇન પૂરતી છે. આ રીતે મોતીનું સ્ટેટમેન્ટ પણ જળવાઈ રહે છે અને લુક ઓવરડન પણ લાગતો નથી.

ડેનિમ સાથે પર્લ્સનો કૂલ લુક

હવે મોતી માત્ર સાડી કે ફૉર્મલ ગાઉન પૂરતાં સીમિત નથી. જીન્સ, ઓવરસાઇઝ્ડ શર્ટ કે ક્રૉપ ટૉપ સાથે પર્લ નેકલેસ કે 
ઇઅર-રિંગ્સનું કૉમ્બિનેશન એકદમ કૅઝ્યુઅલ-કૂલ વાઇબ આપે છે. ખાસ કરીને ડેનિમ જેવા કૅઝ્યુઅલ ફૅબ્રિક સાથે મોતીની એલિગન્ટ ફીલનો કૉન્ટ્રાસ્ટ આખા લુકને અલગ બનાવે છે. વાઇટ ટી-શર્ટ અને જીન્સ સાથે મોટા બરોક પર્લ નેકલેસ અથવા પર્લ ઇઅર-રિંગ્સ પહેરીને પણ સરળતાથી સ્ટાઇલિશ લુક મેળવી શકાય છે.

બુટ્ટીઓમાં પણ ઇમ્પર્ફેક્ટ પર્લ્સ

મોતીની બુટ્ટીઓમાં પણ નવો પ્રયોગ જોવા મળી રહ્યો છે. મોટા આકારનાં બરોક મોતી, મેટલ સાથેનું કૉમ્બિનેશન અને બન્ને કાનમાં થોડી અલગ-અલગ ડિઝાઇન ધરાવતી બુટ્ટીઓ અત્યારે ગર્લ્સની પહેલી પસંદ બની રહી છે. ખાસ કરીને સાદા આઉટફિટ સાથે આવી બુટ્ટી પહેરવાથી ચહેરા પાસે તરત જ ફોકસ આવે છે. એટલે નેકલેસ કે બ્રેસલેટ ન પહેરવું હોય ત્યારે પણ માત્ર પર્લ ઇઅર-રિંગ્સથી લુકને સ્ટાઇલિશ બનાવી શકાય છે.

ઇન્ડિયન આઉટફિટ સ્ટાઇલિંગ

આ ટ્રેન્ડ માત્ર વેસ્ટર્ન આઉટફિટ પૂરતો નથી. સાદી સાડી, કુરતા કે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ સાથે પણ ઇમ્પર્ફેક્ટ પર્લ્સને સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે. જો આઉટફિટ ભારે હોય તો નાનાં બરોક પર્લ સ્ટડ્સ અથવા નાની મોતીની માળા પસંદ કરી શકાય. જ્યારે આઉટફિટ સિમ્પલ હોય ત્યારે મોટાં કે કલરફુલ પર્લ્સને સ્ટેટમેન્ટ ઍક્સેસરી બનાવી શકાય.
ક્લાસિક મોતીને થોડો અનપર્ફેક્ટ, થોડો રંગીન અને થોડો બોલ્ડ બનાવતો આ ટ્રેન્ડ બતાવે છે કે હવે જ્વેલરીમાં સંપૂર્ણતા કરતાં પર્સનલ સ્ટાઇલને વધુ મહત્ત્વ મળી રહ્યું છે. એટલે મોતીની સુંદરતા હવે માત્ર એકસરખા ગોળ આકારમાં નહીં પરંતુ એના કુદરતી અને ઇમ્પર્ફેક્ટ અંદાજમાં પણ જોવા મળી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 09:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK