Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > રેઇની સીઝનમાં અપનાવો કમ્ફર્ટ આપતાં પોપલિન સ્કર્ટ્‍સ

રેઇની સીઝનમાં અપનાવો કમ્ફર્ટ આપતાં પોપલિન સ્કર્ટ્‍સ

Published : 15 July, 2026 04:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હેવી ફૅબ્રિક્સ અને ટાઇટ ફિટિંગ કપડાંને બદલે લાઇટવેઇટ અને બ્રીધેબલ આઉટફિટ્સ વધારે કમ્ફર્ટેબલ છે ત્યારે હાલમાં ફેમસ થઈ રહેલાં પોપલિન સ્કર્ટ્‍સ કઈ રીતે આ સીઝન માટે બંધબેસતી ફૅશન છે એ વિશે જાણીએ

પોપલિન સ્કર્ટ્‍સ

પોપલિન સ્કર્ટ્‍સ


ચોમાસાની ઋતુમાં વધી રહેલા ભેજના પ્રમાણને લીધે ડેનિમ, સિલ્ક કે ભારે ટાઇટ ફિટિંગવાળાં કપડાં અનકમ્ફર્ટેબલ લાગે છે, જેને કારણે અસ્વસ્થતા અને સ્કિન-ઇન્ફેક્શનનું જોખમ વધે છે. જોકે ફૅશનમાં અત્યારે મૉન્સૂન આઉટફિટ તરીકે પોપલિન સ્કર્ટ્‍સ પૉપ્યુલર થઈ રહ્યાં છે. પોપલિન કોઈ ચોક્કસ ડિઝાઇનનું નામ નથી પણ કાપડ વણવાની એક પરંપરાગત પદ્ધતિ છે. સામાન્ય રીતે આ કાપડ ૧૦૦ ટકા કૉટન અથવા કૉટન-બ્લેન્ડમાંથી બનાવવામાં આવે છે. એના તાણાવાણાની વણાવટ એટલી બારીક અને મજબૂત હોય છે કે કાપડ અત્યંત હલકું હોવા છતાં ટકાઉ બને છે. પોપલિન મટીરિયલમાં એક કુદરતી અને આછી ચમક હોય છે. આ કાપડ બહુ ફ્લફી કે ફૂલેલું નથી રહેતું, પરંતુ એનું સ્ટ્રક્ચર બહુ નીટ દેખાય છે જે આઉટફિટને પ્રીમિયમ લુક આપે છે. આ સ્કર્ટ્‍સ શૉર્ટ, મિડી અને મૅક્સી લંબાઈમાં ઉપલબ્ધ છે. ચોમાસાના પાણીથી બચવા માટે ની-લેન્ગ્થ અથવા મિડી-લેન્ગ્થ પોપલિન સ્કર્ટ્‍સ સૌથી વધુ પ્રાયોગિક અને ક્લાસી ગણાય છે. આ સ્કર્ટને તમે કઈ રીતે કેવા પ્રસંગે સ્ટાઇલ કરી શકશો એની સ્ટાઇલ-ગાઇડ આ રહી.

કયા પ્રસંગોએ આ સ્કર્ટ્‍સ પહેરી શકાય?



પોપલિન સ્કર્ટ્‍સ પોતાની વર્સેટિલિટી માટે જાણીતાં છે. તમે માત્ર એક જ સ્કર્ટને અલગ-અલગ અપરવેઅર સાથે મૅચ કરીને મલ્ટિપલ લુક્સ ક્રીએટ કરી શકો છો. ફૉર્મલ કૉટન શર્ટ અથવા ક્લાસિક વાઇટ બટન-ડાઉન શર્ટને પોપલિન સ્કર્ટ સાથે ઇન કરીને પહેરવાથી અત્યંત પ્રોફેશનલ અને સ્માર્ટ કૉર્પોરેટ લુક મળે છે.


મિત્રો સાથે બ્રન્ચ, શૉપિંગ, કૅઝ્યુઅલ આઉટિંગ કે મૉન્સૂન-ડ્રાઇવ માટે આ સ્કર્ટ્‍સ કમ્ફર્ટેબલ લાગે છે. આ કાપડ સરળતાથી સુકાઈ જતું હોવાથી અને વજનમાં હલકું હોવાથી ચોમાસાની મુસાફરી દરમ્યાન સામાનમાં રાખવા અને પહેરવા માટે બેસ્ટ ઑપ્શન છે.

કેવા બૉડી-ટાઇપ પર વધુ સારાં લાગે?


પોપલિન સ્કર્ટની એ-લાઇન અને ફ્લેર્ડ કટિંગ એવી છે જે લગભગ દરેક ભારતીય બૉડી-ટાઇપ પર ફિટ બેસે છે. પિયર શેપ એટલે કે લોઅર બૉડી હેવી હોય તો આ સ્કર્ટનો ફ્લેર હિપ્સના ભાગને સરસ રીતે બૅલૅન્સ કરે છે અને વેસ્ટલાઇનને હાઇલાઇટ કરે છે.

જેમની બૉડી હેવી હોય તેમનેહાઈ-વેસ્ટેડ પોપલિન સ્કર્ટ શરીરના નૅચરલ કર્વ્સને વધુ સુંદર રીતે હાઇલાઇટ કરે છે. સ્લિમ ફિગર હોય એવી યુવતીઓ પર આ સ્કર્ટ થોડું વૉલ્યુમ ઍડ કરે છે, જેથી ઓવરઑલ લુક બહુ ફેમિનિન લાગે છે.

મૉન્સૂન સ્ટાઇલિંગ ટિપ્સ

પોપલિન સ્કર્ટ્‍સ સામાન્ય રીતે ઘેરદાર કે એ-લાઇન હોય છે એટલે એની સાથે હંમેશાં ફિટેડ અથવા સેમી-ફિટેડ ટૉપ પસંદ કરવું જોઈએ. ક્રોપ ટૉપ્સ, બૉડીસૂટ્સ અથવા રિબ્ડ ટી-શર્ટ્સ આની સાથે બેસ્ટ કૉમ્બિનેશન બનાવે છે. ચોમાસામાં લૂઝ સ્કર્ટ સાથે લૂઝ કુરચી કે લૂઝ ટૉપ પહેરવાનું ટાળવું, નહીંતર લુક મેસી લાગી શકે છે.

ચોમાસાના વાદળછાયા વાતાવરણમાં સૉફ્ટ અને પેસ્ટલ કલર્સ જેમ કે ઑલિવ ગ્રીન, પાઉડર બ્લુ, બેજ, ક્લાસિક વાઇટ, સૉફ્ટ પિન્ક અથવા લેમન યલો કલરનાં સ્કર્ટ્‍સ ખૂબ જ રિફ્રેશિંગ લુક આપે છે.

આ સીઝનમાં હીલ્સ કે લેધરનાં શૂઝ બિલકુલ ન પહેરવાં. પોપલિન સ્કર્ટ સાથે વૉટરપ્રૂફ સૅન્ડલ્સ, સ્ટાઇલિશ સ્લાઇડર્સ, ગ્લૅડિયેટર્સ અથવા કૅન્વસ સ્નીકર્સ કમ્ફર્ટ અને સ્ટાઇલ બન્ને જાળવી રાખશે.

વાતાવરણના ભેજને કારણે ગળામાં હેવી જ્વેલરી પહેરવાને બદલે માત્ર સ્માર્ટ રિસ્ટવૉચ, ક્લાસિક સ્ટડ્સ અને વાળમાં સ્લિક બન કે હાઈ પોનીટેઇલ બનાવવી વધુ હિતાવહ છે. ટ્રાન્સપરન્ટ કે વૉટરપ્રૂફ ટોટ બૅગ સાથે લુક કમ્પ્લીટ કરો.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK