Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નાની બાલ્કનીને આપો ગ્રીન કૅફે વાઇબ

નાની બાલ્કનીને આપો ગ્રીન કૅફે વાઇબ

Published : 28 July, 2026 04:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાની બાલ્કનીને પણ થોડા સ્માર્ટ આઇડિયાઝ, છોડ, લાઇટિંગ અને સિમ્પલ ડેકોરથી ગ્રીન કૅફેમાં ફેરવી શકાય છે. વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે નિમિત્તે જાણો કેવી રીતે તમારા ઘરમાં જ શાંતિભર્યો અને હરિયાળો આરામનો ખૂણો બનાવી શકાય.

નાની બાલ્કનીને આપો ગ્રીન કૅફે વાઇબ

નાની બાલ્કનીને આપો ગ્રીન કૅફે વાઇબ


કપડાં સૂકવવાની કે નકામો સામાન ભરવાની જગ્યા બની ગયેલી બાલ્કની જો નાની હોય તો પણ થોડા સ્માર્ટ આઇડિયાઝથી એને તમારા પર્સનલ કૅફેમાં ફેરવી શકાય છે. આજે વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે નિમિત્તે બાલ્કની ગાર્ડનનું મેકઓવર કરીને એક કૂલ ગ્રીન કૅફે વાઇબ કઈ રીતે અપાય એ જાણીએ

કપડાં સૂકવવાની કે નકામો સામાન ભરવાની જગ્યા બની ગયેલી બાલ્કની જો નાની હોય તો પણ થોડા સ્માર્ટ આઇડિયાઝથી એને તમારા પર્સનલ કૅફેમાં ફેરવી શકાય છે. આજે વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે નિમિત્તે બાલ્કની ગાર્ડનનું મેકઓવર કરીને એક કૂલ ગ્રીન કૅફે વાઇબ કઈ રીતે અપાય એ જાણીએ.
દિવસભરની ભાગદોડ, કામનું સ્ટ્રેસ અને ટ્રાફિકમાંથી ઘરે આવ્યા પછી આપણને દરેકને એક એવી જગ્યા જોઈએ છે જ્યાં બે મિનિટ શાંતિથી બેસી શકાય. જોકે દર વખતે સાંજે ચા કે કૉફી પીવા બહાર કૅફેમાં જવું શક્ય નથી હોતું. જરા વિચારો કે જો સાંજે કામ પરથી આવ્યા પછી બહાર જવાની જગ્યાએ તમારા ઘરની જ બાલ્કનીમાં કૅફે જેવો માહોલ મળે અને તમે ત્યાં શાંતિથી ચા કે કૉફીની ચૂસકી લઈ શકો તો? આજકાલ બાલ્કની ગાર્ડન મેકઓવર અને એને ગ્રીન કૅફે વાઇબ આપવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. મોટા ભાગનાં ઘરોમાં બાલ્કની માત્ર કપડાં સૂકવવાની કે નકામો સામાન મૂકવાની જગ્યા બનીને રહી જાય છે; પણ બાલ્કની ગમે એટલી નાની હોય, થોડા ક્રીએટિવ આઇડિયાઝ અને યોગ્ય પ્લાનિંગથી એને તમારા પર્સનલ ઓપન-ઍર કૅફેમાં ફેરવી શકાય છે.



ફ્લોરિંગ બદલો


બાલ્કનીમાં એન્ટર થતાં જ ‘કૅફે ફીલિંગ’ લાવવા માટે સૌથી પહેલાં એના ફ્લોરિંગ પર ધ્યાન આપો. સાદી ટાઇલ્સ પર આર્ટિફિશ્યલ ગ્રાસની મૅટ પાથરી દેવાથી આખી બાલ્કનીમાં કુદરતી બગીચા જેવો લુક આવે છે. જો તમને કલાસી અને વૉર્મ લુક ગમતો હોય તો ઇન્ટરલૉકિંગ વુડન ટાઇલ્સ પાથરી શકાય. આ બન્ને ઑપ્શન બજેટ-ફ્રેન્ડ્લી છે અને જાતે જ ઇન્સ્ટૉલ કરી શકાય છે.


સ્માર્ટ અને કમ્ફર્ટેબલ સીટિંગ સેટઅપ

કૅફે જેવો માહોલ બનાવવા માટે ભારે ફર્નિચર મૂકવાને બદલે સ્પેસ-સેવિંગ સીટિંગ પસંદ કરો. નાની બાલ્કની હોય તો લાકડાની કે મેટલની ફોલ્ડિંગ ખુરસી અને નાનું ચા-કૉફી મૂકવાનું ટેબલ મૂકો, જેથી જરૂર પડે ત્યારે એને બાજુ પર કરી શકાય. થોડા કૅઝ્યુઅલ વાઇબ માટે નીચે કલરફુલ કુશન, બેસવા માટેની ગાદી કે સ્ટૂલ મૂકીને મસ્ત ઇન્ફૉર્મલ સેટઅપ બનાવી શકાય. જો બાલ્કનીમાં થોડી વધુ જગ્યા હોય તો એક નાનો સિંગલ-સીટર ઝૂલો બાલ્કનીનો લુક બદલી નાખશે.

વર્ટિકલ અને રેલિંગ ગાર્ડનિંગ

છોડ વગર તો કૅફે વાઇબ અધૂરો જ રહે. નાની જગ્યામાં કૂંડાં નીચે મૂકીને જગ્યા રોકવાને બદલે ઊંચાઈનો ઉપયોગ કરો. બાલ્કનીની એક દીવાલ પર વુડન ફ્રેમ કે ગ્રીડ લગાવીને એના પર નાના પૉટ્સ લટકાવી દો. બાલ્કનીની ગ્રિલ પર લટકાવી શકાય એવા રંગબેરંગી રેલિંગ પૉટ્સ વાપરો. મની-પ્લાન્ટ, સક્યુલન્ટ્સ, સ્નેક-પ્લાન્ટ અને ફર્ન જેવા છોડ પસંદ કરો જે ઓછી જગ્યામાં અને સહેલાઈથી લીલાછમ રહે છે.

વૉર્મ અને રોમૅન્ટિક લાઇટિંગ

સાંજના સમયે બાલ્કનીને ખરેખર મનોહર બનાવવામાં લાઇટિંગનો મોટો હાથ છે. બાલ્કનીની ગ્રિલ કે વર્ટિકલ પ્લાન્ટ્સ પર વૉર્મ યલો ફેરી લાઇટ્સ લપેટી દો. ટેબલ પર નાની સોલર લૅન્ટર્ન કે ફ્રૅગ્રન્સવાળી કૅન્ડલ્સ મૂકી શકાય. આ સૉફ્ટ ગ્લો આખા દિવસનો થાક દૂર કરી દેશે.

પર્સનલ એસ્થેટિક ટચ

ટેબલ પર એક ક્યુટ ટી-કોસ્ટર સેટ, એક નાનું સુવિચારનું બોર્ડ અને સાઇડમાં હળવું સંગીત વાગે એ માટે નાનું બ્લુટૂથ સ્પીકર મૂકો.
તમારી બાલ્કનીને ગ્રીન કૅફેમાં ફેરવવા માટે બહુ મોટા બજેટની કે મોટી જગ્યાની જરૂર નથી. થોડીક ગ્રીનરી, સૉફ્ટ લાઇટ્સ અને એક આરામદાયક સીટિંગથી તમે તમારા પોતાના ઘરમાં જ એક એવું મિક્સ-ઍન્ડ-મૅચ કૅફે તૈયાર કરી શકો છો જ્યાં તમારી સાંજ હંમેશાં ખાસ બની જશે. 

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK