Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પોલીસથી બચવા કાર રિવર્સમાં ચલાવીને ટ્રાફિક-કૉન્સ્ટેબલને ઘાયલ કરી દીધો દારૂડિયાએ

પોલીસથી બચવા કાર રિવર્સમાં ચલાવીને ટ્રાફિક-કૉન્સ્ટેબલને ઘાયલ કરી દીધો દારૂડિયાએ

Published : 28 July, 2026 08:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંદરામાં લિન્કિંગ રોડ પર બ્રેથ-ઍનૅલાઇઝર ટેસ્ટથી બચવાના રઘવાટમાં કર્યો અૅક્સિડન્ટ, કાર રિવર્સ લીધી, કારની પાછળની વિન્ડ-સ્ક્રીન સાથે અથડાતાં કૉન્સ્ટેબલનું જડબું ભરાઈ ગયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાર્ટી કરીને પાછા ફરી રહેલા ચાંદિવલીના ૨૭ વર્ષના સિદ્ધાર્થ મહાલિંગમે શુક્રવારે પરોઢિયે ખારમાં લિન્કિંગ રોડ પર નાકાબંધી કરીને મોટરિસ્ટોનું ચેકિંગ કરી રહેલી ટ્રાફિક-પોલીસથી બચવા તેની કાર રિવર્સમાં પણ સ્પીડમાં ચલાવીને એક ટ્રાફિક-પોલીસને ઠોકી દીધી હતી. ઘાયલ થયેલા તે ટ્રાફિક-પોલીસને જડબામાં ૧૨ અને કપાળમાં ૩ ટાંકા આવ્યા હતા.

બાંદરામાં ટ્રાફિક-પોલીસ લિન્કિંગ રોડ પર નાકાબંધી કરી મોટરિસ્ટોને રોકીને બ્રેથ-ઍનૅલાઇઝર ટેસ્ટ કરી રહી હતી ત્યારે આ કાર્યવાહીથી બચવા સિદ્ધાર્થે તેની કાર રિવર્સમાં દોડાવી હતી. એ વખતે તેની પાછળ લગભગ પચીસ મીટર દૂર ૪૪ વર્ષનો ટ્રાફિક-કૉન્સ્ટેબલ અશોક બોરુડે તેની ટ્રાફિક-પોલીસની બાઇક પર હતો. તે રિવર્સમાં સ્પીડમાં આવતી કાર જોઈને તેની બાઇક આગળ-પાછળ કરે એ પહેલાં સિદ્ધાર્થે તેની કાર તેને ઠોકી દીધી હતી. એ વખતે જોશભેર ટક્કર લાગતાં કારની પાછળની વિન્ડ-સ્ક્રીન તૂટી ગઈ હતી અને એમાં અશોક બોરુડેનું જડબું ફસાઈ ગયું હતું. ત્યાર બાદ સિદ્ધાર્થને ઝડપીને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ઘવાયેલા અશોક બોરુડેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં તેણે નીચેના જડબામાં ૧૨ અને કપાળ પર ૩ ટાંકા લેવા પડ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK