એક ફ્રૅન્ચાઇઝી મુંબઈમાં બોરીવલી ખાતે આવેલી છે અને એ એક કચ્છી મહિલા સાહસિક દ્વારા ચલાવવામાં આવી રહી છે
બૉમ્બે ચોપાટી કુલ્ફી
બૉમ્બે ચોપાટી કુલ્ફી બૅન્ગલોરની પ્રસિદ્ધ કુલ્ફીની બ્રૅન્ડ છે જેણે છેલ્લાં પચીસ વર્ષથી બૉમ્બે ચોપાટી સ્ટાઇલ કુલ્ફી વેચીને ઘણી નામના મેળવી છે. અહીંની કુલ્ફી એની પ્યૉરિટી અને ટેસ્ટને લીધે જાણીતી છે. એની એક ફ્રૅન્ચાઇઝી મુંબઈમાં બોરીવલી ખાતે આવેલી છે અને એ એક કચ્છી મહિલા સાહસિક દ્વારા ચલાવવામાં આવી રહી છે.
બોરીવલીના યોગીનગરમાં આવેલી બૉમ્બે ચોપાટી કુલ્ફીનાં ઇલા ગાલા કહે છે, ‘મેં લગભગ બે વર્ષ પહેલાં મારા ફાધર નાનજી ગાલાની સાથે મળીને બૉમ્બે ચોપાટી કુલ્ફીની ફ્રૅન્ચાઇઝી લીધી હતી. બૉમ્બે ચોપાટી કુલ્ફી ૧૦૦ ટકા પ્યૉર દૂધ અને કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેશન અને કલર વગર બનાવવામાં આવે છે જે આ બ્રૅન્ડનું મુખ્ય જમાપાસું છે. આજે માર્કેટમાં જાતજાતની આઇસક્રીમ, કુલ્ફી અને ડિઝર્ટ્સ આવી ગયાં હોવા છતાં આજે પણ બૉમ્બે ચોપાટી કુલ્ફીના ટેસ્ટને કોઈ ભૂલી શક્યું નથી. અહીં બૉમ્બે ચોપાટી કુલ્ફીની લગભગ ૨૧ જેટલી અલગ-અલગ વરાઇટી મળે છે. વૉલનટ કુલ્ફી, ઇલાયચી કુલ્ફી, પિન્ક ગ્વાવા, સ્પેશ્યલ ગુલાબ જેવી એની આઇકૉનિક કહી શકાય એવી તમામ કુલ્ફી અહીં મળે છે. કુલ્ફી ઉપરાંત અહીં અમે કેટલીક સ્નૅક્સ-આઇટમ્સ પણ સર્વ કરીએ છીએ. જેમ અહીં કુલ્ફી પ્યૉર મળે છે એમ હું સ્નૅક્સ પણ પ્યૉર અને હેલ્ધી સર્વ કરું છું. એક્ઝૉટિક વેજિટેબલ્સમાંથી બનતી સૅન્ડવિચ હું અહીં આપું છું. એવી જ રીતે બૉમ્બે ફ્યુઝન રોલ પણ મારી નવી ડિશ છે જે પણ એક્ઝૉટિક વેજિટેબલમાંથી બનેલી છે. હા, અહીં કુલ્ફીથી લઈને સ્નૅક્સ સુધીની દરેક વસ્તુ પ્રીમિયમ રીતે બનાવવામાં આવેલી હોવાથી એના ભાવ પણ થોડા પ્રીમિયમ રાખવામાં આવ્યા છે.’
ADVERTISEMENT
ક્યાં મળશે? : બૉમ્બે ચોપાટી કુલ્ફી, યોગી તીર્થ, યોગીનગર, બોરીવલી-વેસ્ટ
