Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં ગુજરાત ફર્સ્ટ, રમતવીરોની પ્રતિભા શોધવા સ્પોર્ટ્‌સ જીનોમિક્સ કાર્યક્રમ લૉન્ચ કર્યો

દેશમાં ગુજરાત ફર્સ્ટ, રમતવીરોની પ્રતિભા શોધવા સ્પોર્ટ્‌સ જીનોમિક્સ કાર્યક્રમ લૉન્ચ કર્યો

Published : 29 August, 2026 10:47 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ડેટાબેઝમાં આનુવંશિક, શારીરિક અને રમતગમતના પ્રદર્શન સંબંધિત માહિતીને એકત્રિત કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


રમતવીરોના વિકાસમાં વિજ્ઞાનનો નવો આયામ ઉમેરાય એવી પહેલના ભાગરૂપે રમતવીરોની પ્રતિભા શોધવા માટે ગુજરાતે સ્પોર્ટ્‌સ જીનોમિકસ કાર્યક્રમ લૉન્ચ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાત ઍથ્લીટ જીનોમ ડેટાબેઝ તૈયાર કરશે. આ ડેટાબેઝમાં આનુવંશિક, શારીરિક અને રમતગમતના પ્રદર્શન સંબંધિત માહિતીને એકત્રિત કરવામાં આવશે. ભારતમાં પહેલી વાર સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ ગુજરાતે શરૂ કર્યો છે.

ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના પ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘ગુજરાત બાયોટેક્નૉલૉજી રિસર્ચ સેન્ટર દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. સ્પોર્ટ્‌સ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પહેલનો ઉદ્દેશ જીનોમિકસને સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયોલૉજી અને પોષણવિજ્ઞાન સાથે સાંકળીને રમતગમતની પ્રતિભાની ઓળખ અને વિકાસ માટે વધુ વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત અભિગમ વિકસાવવાનો છે.’



ગુજરાત બાયોટેક્નૉલૉજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ વિવિધ રમતોમાં ભાગ લેતા રમતવીરોનાં સૅમ્પલ એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં ગુજરાત સ્ટેટ ટેનિસ અસોસિએશનના ટેનિસ ખેલાડીઓનાં સૅમ્પલ લેવામાં આવ્યાં છે. આ કાર્યક્રમ હેઠળ અગામી તબક્કામાં તીરંદાજી, ફેન્સિંગ, જુડો અને શૂટિંગના રમતવીરોનાં સૅમ્પલ લેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 10:47 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK