Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણમાં ૪ ટીનેજર છોકરીઓને ગોંધી રાખનારો પકડાયો

કલ્યાણમાં ૪ ટીનેજર છોકરીઓને ગોંધી રાખનારો પકડાયો

Published : 29 August, 2026 01:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક છોકરીએ લાઇવ લોકેશન તેની મમ્મીને શૅર કરતાં પોલીસને કડી મળી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કલ્યાણમાં કોળસેવાડીમાં ૪ છોકરીઓને ઘરમાં ગોંધીને તેમની મારઝૂડ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી એક છોકરીએ હિંમત કરીને તેની મમ્મીને લાઇવ લોકેશન શૅર કરી દીધું જેના પગલે પોલીસે આરોપીને પકડીને બધી ટીનેજર્સને બચાવી લીધી હતી.

કલ્યાણ પોલીસે જણાવ્યું હતું કે ‘કલ્યાણની એક ટીનેજર છેલ્લા પાંચ દિવસથી ગુમ હતી, તેની મમ્મીએ આ વિશે ફરિયાદ નોંધાવી હતી, ત્યાર બાદ ગુરુવારે ટીનેજરની મમ્મીના ફોન પર એક લાઇવ લોકેશન આવ્યું જેની સાથે મેસેજ હતો કે ચેતન નામના યુવકે અમને બંધક બનાવી રાખી છે. પોલીસે આ લોકેશન ટ્રેસ કરીને છોકરીઓને શોધી કાઢી હતી. કુલ ૪ છોકરીઓને આરોપીએ ઘરમાં બંધક બનાવીને રાખી હતી, તેમના પર હુમલો કર્યો હતો અને તેમને ગાળો ભાંડી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ટીનેજર્સ સાથેના આ વર્તન પાછળના કારણની વધુ તપાસ ચાલુ છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK