ઘાટકોપર ઈસ્ટમાં આવેલી ક્રીમિલ્લામાં બે ડઝનથી વધારે વરાઇટીના થિકશેક ઉપરાંત અનેક પ્રકારનાં ડિઝર્ટ મળે છે
આટલો થિક થિકશેક ક્યારેય ટેસ્ટ નહીં કર્યો હોય
દિવાળી આવી રહી છે ત્યારે ફૅમિલી ઍન્ડ ફ્રેન્ડ્સ સાથે ડિનર બાદ ડિઝર્ટ પાર્ટી પર જવાનો પ્લાન કરી રહ્યા હો અને એ માટે કોઈ ઇન્ટરેસ્ટિંગ પ્લેસ શોધી રહ્યા હો તો ઘાટકોપર ઈસ્ટમાં આવેલી ક્રીમિલ્લા નામની ડિઝર્ટ શૉપનો વિચાર કરી શકો છો જ્યાં ઘણી વરાઇટીના થિકશેક ઉપરાંત ટ્રેન્ડિંગ ડિઝર્ટ મળી રહ્યાં છે.
ક્રીમિલ્લા એના થિકએસ્ટ થિકશેકના લીધે જાણીતી છે. અહીં એવું કહેવામાં આવે છે કે અહીંનો થિકશેક એટલો થિક છે કે જો તમે ગ્લાસને ઊંધો કરો તો પણ એક ડ્રૉપ નીચે પડશે નહીં. આ તો એની એક વિશેષતા થઈ પણ અહીંના થિકશેકની બીજી વિશેષતા એ છે કે તેમણે એમાં અનેક વરાઇટી ઑફર કરી છે. એમાંથી અમુકનાં નામ આશ્ચર્યમાં મૂકી દે એવાં છે. અહીં માવા મલાઈ થિકશેક છે જે ડ્રાયફ્રૂટ અને મલાઈથી ભરપૂર હોય છે જે નવરાત્રિ દરમિયાન ખૂબ લોકપ્રિય થયો હતો. આવી જ રીતે બીજો તાડગોલા થિકશેક છે. જોકે એની સીઝન હવે પૂરી થવા આવી છે છતાં એને ટ્રાય કરવો હોય તો કરી શકાય એમ છે. આ સિવાય અહીં સૌથી પૉપ્યુલર અને નવો થિકશેક છે મોતીચૂર થિકશેક જેમાં મોતીચૂરના એક આખા લાડુનો ભૂકો સ્પેડ કરીને ઉપર નાખવામાં આવે છે. એવી જ રીતે બીજો છે ચોકોબાર થિકશેક જેમાં ચોકોબારને ચૉકલેટના થિકશેકની અંદર ડુબાડીને સર્વ કરવામાં આવે છે જે એક યુનિક એક્સ્પીરિયન્સ બની રહેશે. થિકશેક સિવાયનાં ડિઝર્ટમાં તિરામિસુ ઑલટાઇમ ફેવરિટ છે. અત્યારે કુનાફા અને માચા ખૂબ વાઇરલ છે જેને પણ અહીં ચૉકલેટની સાથે અલગ સ્વરૂપે સર્વ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય પણ અહીં બીજી અનેક વરાઇટીનાં ડિઝર્ટ મળી રહેશે.
ADVERTISEMENT
ક્યાં આવેલું છે? : ક્રીમિલ્લા, 60 ફીટ રોડ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, ઘાટકોપર (ઈસ્ટ)

