પરોઠાનો લૂઓ લઈ એમાં સ્ટફિંગ નાખી વાળીને તવા પર બટરથી શેકી લેવું. પછી પ્લેટમાં લઈ પીત્ઝાની જેમ કટ કરી ઉપર સ્ટફિંગ પાથરી ચીઝ ખમણી લેવું
રાજા-પાણી પરોઠાં
સામગ્રી : ૧ કપ મેંદો, ૧/૨ કપ ઘઉંનો લોટ, ૧/૨ કપ બેસન, ૨ ચમચા રવો, ૨ ચમચી તેલ મોણ માટે, સ્વાદ પ્રમાણે મીઠું, બધું મિક્સ કરી પરોઠા જેવો લોટ બાંધી દેવો. પછી ૧૦ મિનિટ ઢાંકીને રાખો.
સ્ટફિંગની સામગ્રી : ૧/૨ કપ ગાજર ખમણેલું, ૧ કપ કોબી ઝીણી સમારેલી, ૧ કૅપ્સિકમ ઝીણું સમારેલું, ૨ બૉઇલ્ડ પટેટો ખમણીને લેવા, ૧ ટમેટું બી કાઢી ઝીણું કાપેલું, લીલા કાંદા અને પાન એક કપ, ૧૦૦ ગ્રામ ચીઝ ખમણેલું, મીઠું, ૧ ચમચી આદુંમરચાંની પેસ્ટ, ૧ ચમચી ચિલી સૉસ, ૧/૪ હળદર, ૧/૨ ચમચી આમચૂર પાઉડર, ૧ / ૨ ચમચી કાશ્મીરી મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧ કપ કોથમીર.
ADVERTISEMENT
બનાવવાની રીત : બધી શાકભાજીને એક બાઉલમાં મિક્સ કરવી. ગાજર, કોબી, કૅપ્સિકમ, કાંદા, બૉઇલ્ડ બટાટા, પનીર, ચીઝ, મીઠું સ્વાદ મુજબ, ચીઝ નાખ્યું હોય એટલે થોડું ઓછું નાખવું. પછી હળદર, મરચું, આમચૂર પાઉડર, ગરમ મસાલો, આદુંમરચાંની પેસ્ટ, ૧ ચમચી ચિલી સૉસ, કોથમીર બધું મિક્સ કરી લેવું. પછી પરોઠાનો લૂઓ લઈ એમાં સ્ટફિંગ નાખી વાળીને તવા પર બટરથી શેકી લેવું. પછી પ્લેટમાં લઈ પીત્ઝાની જેમ કટ કરી ઉપર સ્ટફિંગ પાથરી ચીઝ ખમણી લેવું. મેયોનીઝ અને સૉસથી સજાવટ કરવી.
-સીમા વરિયા

