વડા માટે સામગ્રી : સાબુદાણા અડધો કપ, બાફેલા બટાટા બે મધ્યમ, શેકેલા સિંગદાણા પા કપ ભૂકો કરેલા, લીલાં મરચાં એક-બે બારીક સમારેલાં, જીરું અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ એક ચમચી, તેલ તળવા માટે
ફરાળી દહીંવડાં
વડા માટે સામગ્રી : સાબુદાણા અડધો કપ, બાફેલા બટાટા બે મધ્યમ, શેકેલા સિંગદાણા પા કપ ભૂકો કરેલા, લીલાં મરચાં એક-બે બારીક સમારેલાં, જીરું અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ એક ચમચી, તેલ તળવા માટે
દહીં માટે : ઘટ્ટ દહીં દોઢ કપ, ખાંડ એક ચમચી, મીઠું થોડું
ગાર્નિશ માટે : શેકેલું જીરું પાઉડર અડધી ચમચી, ફરાળી લાલ મરચું પાઉડર પા ચમચી, સંચળ પા ચમચી, દાડમના દાણા પા કપ
બનાવવાની રીત : સાબુદાણા પલાળો : સાબુદાણાને સારી રીતે ધોઈ એમાં જરૂર જેટલું પાણી નાખીને ચાર-પાંચ કલાક અથવા રાતભર પલાળી રાખો. ત્યાર બાદ વધારાનું પાણી સંપૂર્ણપણે કાઢી લો.
વડાંનું મિશ્રણ તૈયાર કરો : બાફેલા બટાટાને સારી રીતે મેશ કરો. એમાં પલાળેલા સાબુદાણા, શેકેલા સિંગદાણાનો ભૂકો, લીલાં મરચાં, જીરું, મીઠું અને લીંબુનો રસ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો.
વડાં બનાવો : મિશ્રણના નાના ભાગ લઈને ગોળ વડાં બનાવો અને હાથથી થોડાં ચપટાં કરો.
વડાં તળો : કડાઈમાં તેલ ગરમ કરો. વડાંને મધ્યમ તાપે બન્ને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. પછી બહાર કાઢી લો.
દહીં તૈયાર કરો : ઘટ્ટ દહીંને સારી રીતે ફેંટી લો. એમાં ખાંડ અને થોડું મીઠું નાખીને મિક્સ કરો.
દહીંવડાં તૈયાર કરો : તળેલાં વડાંને સર્વિંગ બાઉલમાં ગોઠવો અને ઉપરથી ભરપૂર ઠંડું દહીં રેડો.
ગાર્નિશ કરો : ઉપરથી શેકેલું જીરું પાઉડર, ફરાળી લાલ મરચું પાઉડર, સંચળ અને દાડમના દાણા નાખો. એને ઠંડાં કરીને સર્વ કરો.
