Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરકારને તમારાં સૂચનો જોઈએ છે હાઉસિંગ સોસાયટી માટેના નવા મૉડલ બાય-લૉઝ માટે

સરકારને તમારાં સૂચનો જોઈએ છે હાઉસિંગ સોસાયટી માટેના નવા મૉડલ બાય-લૉઝ માટે

Published : 20 August, 2026 12:40 PM | IST | Mumbai
Vinod Kumar Menon

ડ્રાફ્ટમાં પાર્કિંગ, રીડેવલપમેન્ટ, EV ચાર્જિંગ સ્ટેશન, સભ્યોના અધિકારો અને ડિજિટલ કમ્યુનિકેશનમાં ફેરફારો કરવાનો પ્રસ્તાવ છે; ૨૭ ઑગસ્ટ સુધી સૂચનો આવકાર્ય રહેશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રના કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીઝ માટેના પ્રસ્તાવિત મૉડલ બાય-લોઝ, 2026 જાહેર પરામર્શ તબક્કામાં પ્રવેશ્યાં છે. કો-ઑપરેશન ડિપાર્ટમેન્ટે આ ડ્રાફ્ટને આખરી ઓપ આપતાં પહેલાં સોસાયટીઓ અને અન્ય હિતધારકો પાસેથી ફેરફારો માટેનાં સૂચનો મગાવ્યાં છે.

આ પ્રસ્તાવિત નિયમો ૨૦૧૪ના જૂના મૉડલ નિયમોનું સ્થાન લેશે અને એને કાયદાકીય ફેરફારો તેમ જ સોસાયટીઓમાં સામાન્ય રીતે બનતા મુદ્દાઓ (જેવા કે રીડેવલપમેન્ટ, પાર્કિંગ વિવાદો, EV ચાર્જિંગ અને ડિજિટલ કમ્યુનિકેશન) સાથે સુસંગત બનાવશે.



આગળ શું થશે?


૨૭ ઑગસ્ટ : સૂચનો અને વાંધાઓ સબમિટ કરવાની અંતિમ તારીખ.

૨૭ ઑગસ્ટ પછી : ડ્રાફ્ટ ફાઇનલ કરતાં પહેલાં મળેલાં સૂચનોની ચકાસણી કરવામાં આવશે.


સપ્ટેમ્બર : પ્રથમ સપ્તાહમાં ફાઇનલ બાય-લૉઝ પ્રકાશિત કરવાનું લક્ષ્ય છે, જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

શું બદલાઈ શકે છે?

પાર્કિંગ માટે વિગતવાર માળખું: ડ્રાફ્ટમાં પાર્કિંગની ફાળવણી, વાહન-વ્યવસ્થાપન, વેઇટિંગ લિસ્ટ, રી-અલૉટમેન્ટ અને વિઝિટર્સ પાર્કિંગના મુદ્દા આવરી લેવામાં આવ્યા છે.

રીડેવલપમેન્ટનું વ્યાપક કવરેજ: ખાનગી ડેવલપર્સ દ્વારા રીડેવલપમેન્ટ ઉપરાંત સેલ્ફ-રીડેવલપમેન્ટ, ક્લસ્ટર રીડેવલપમેન્ટ, ફેડરેશન અને અન્ય કાયદેસરની પદ્ધતિઓને માન્યતા આપવામાં આવી છે.

EV ચાર્જિંગ માટે ખાસ જોગવાઈઓ: ડ્રાફ્ટમાં પ્રાઇવેટ EV ચાર્જિંગ સુવિધાઓ તથા એના ઇન્સ્ટૉલેશન અને ટેક્નિકલ જરૂરિયાતોની જોગવાઈ છે.

સભ્યોના અધિકારો સ્પષ્ટ કરાયા: ઍન્યુઅલ જનરલ મીટિંગ, વોટિંગ, રેકૉર્ડ્‍સના ઇન્સ્પેક્શનમાં ભાગીદારી; સર્ટિફાઇડ કૉપીઝ મેળવવી, ફ્લૅટનો વપરાશ અને સભ્યોની ફરિયાદોના નિવારણના અધિકારો સામેલ છે.

ડિજિટલ થઈ શકશે સોસાયટીઓ: નોટિસ અને અન્ય સંદેશ હાથોહાથ, પોસ્ટ, ઈ-મેઇલ અને અન્ય કાયદેસરના ઇલેક્ટ્રૉનિક માધ્યમો દ્વારા મોકલી શકાશે.

કન્વેયન્સ ડીડ પર વધુ ભાર: મૅનેજિંગ કમિટીઓની કન્વેયન્સ ડીડ શરૂ કરવાની અને જરૂર પડે ત્યાં ‘ડીમ્ડ કન્વેયન્સ’ મેળવવાની જવાબદારી વધશે. આ ઉપરાંત નાણાકીય રેકૉર્ડ, ઑડિટ, વૈધાનિક રજિસ્ટર, કટોકટીની તૈયારીઓ, આગ અને માળખાકીય જોખમો, ઇલેક્ટ્રિકલ ફેલ્યર્સ, તબીબી કટોકટી અને કુદરતી આપત્તિઓને લગતી જોગવાઈઓ પણ 
સામેલ છે.

રૂટીન કામગીરી માટે ૩૧ ફૉર્મ: આ ડ્રાફ્ટ ૧૮૦થી વધારે પાનાંનો છે જેમાં ૧૭  પ્રકરણો અને ૧૯૨ બાય-લૉ છે. એમાં સભ્યપદ, ટ્રાન્સફર, નૉમિનેશન, રિપેરિંગ, પાર્કિંગ, લીકેજની ફરિયાદો અને EV ચાર્જિંગ જેવા વિષયો આવરી લેતાં ૩૧ ફૉર્મ સામેલ છે.

નાગરિકોના અભિપ્રાય મગાવાયા

સહકાર વિભાગે સોસાયટીના હોદ્દેદારો, ફેડરેશનના પ્રતિનિધિઓ, ઍડ્વોકેટ્સ, આર્કિટેક્ટ્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ અને અન્ય નાગરિકો પાસેથી સૂચનો અને વાંધાઓ મગાવ્યાં છે.

અંતિમ તારીખ: ૨૭ ઑગસ્ટ, સાંજે પાંચ વાગ્યા સુધી

ઈ-મેઇલ: coophsgmodelbyelaws@gmail.com આ ડ્રાફ્ટ મહારાષ્ટ્ર સહકાર વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. ડેડલાઇન સુધીમાં મળેલાં સૂચનો પર આગળની કાર્યવાહી કરતાં પહેલાં વિચારણા કરવામાં આવશે.

બાય-લૉઝ શા માટે બદલવામાં આવી રહ્યા છે?

આ પ્રસ્તાવિત માળખું મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ એક્ટ, 1960  (કલમ ૧૫૪Bની જોગવાઈઓ સહિત), મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ રૂલ્સ, 2026 અને રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ) ઍક્ટ, 2016ના સુધારાને ધ્યાનમાં લે છે. ૨૦૧૪માં જે મુદ્દાઓ ઓછા મહત્ત્વના હતા - ખાસ કરીને સેલ્ફ-રીડેવલપમેન્ટ, EV ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ કમ્યુનિકેશન, સ્ટ્રક્ચરલ ઑડિટ, ફાયર-સેફ્ટી, પાર્કિંગ અને RERA- સંબંધિત મુદ્દાઓ-એને સંબોધવાનો પ્રયાસ કરાયો છે.

હાઉસિંગ સોસાયટીઓએ ભાગ લેવો જોઈએ

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ હાઉસિંગ ફેડરેશનના એક્સપર્ટ ડિરેક્ટર ઍડ્વોકેટ શ્રીપ્રસાદ પરબે આ નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ‘હાઉસિંગ સોસાયટીઓ મહારાષ્ટ્રમાં લોકશાહી સ્વ-શાસનનું સૌથી મોટું સ્વરૂપ છે. તેથી દરેક હિતધારકે આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 12:40 PM IST | Mumbai | Vinod Kumar Menon

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK