રાણીબાગમાં આ પહેલાં પણ બે હિપોનાં મૃત્યુ થયાં હતાં અને બન્નેનાં મૃત્યુનું કારણ લંગ-ફેલ્યર હતું
રાણીબાગ
રાણીબાગના સૌથી વૃદ્ધ હિપોપૉટેમસનું ગયા અઠવાડિયે મૃત્યુ થયું હતું. દેવા નામનો આ હિપો ૩૫ વર્ષનો હતો અને એનું મૃત્યુ મોટી ઉંમરને કારણે થયું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું હોવાનું અધિકારીઓનું કહેવું છે. જોકે દેવાના મૃત્યુ અંગેનો વિગતવાર રિપોર્ટ આવ્યો ન હોવાથી મૃત્યુનું કારણ હજી ચોક્કસ નથી. ૧૯૯૧માં જન્મેલા દેવા બાદ ભાયખલા ઝૂમાં હવે ૩ હિપો છે, જેમાં દેવાની પાર્ટનર હિપો શિલ્પા તેમ જ એના દ્વારા જન્મેલાં બે સંતાનોનો સમાવેશ થાય છે. દેવા અને શિલ્પા દ્વારા રાણીબાગમાં ૨૦૧૦માં એક ફીમેલ હિપો અને ૨૦૧૬માં એક મેલ હિપોનો જન્મ થયો હતો.
આ પહેલાં બે હિપો લંગ-ફેલ્યરને કારણે મૃત્યુ પામ્યા હતા
રાણીબાગમાં આ પહેલાં પણ બે હિપોનાં મૃત્યુ થયાં હતાં અને બન્નેનાં મૃત્યુનું કારણ લંગ-ફેલ્યર હતું. ૨૦૦૫માં પાંચ વર્ષના શક્તિ નામના હિપોનું જ્યારે ૨૦૧૦માં ૮ વર્ષની જસ્સીનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
- સાર્થક મહેતા
